અમદાવાદઃ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે (Kejriwal in Ahmedabad Target to BJP) ફરી એકવખત પોતાનો ગેરેન્ટી કાર્યક્રમ કર્યો છે. જેમાં તેમણે ગુજરાત રાજ્ય (Gujarat government) સરકાર અને ભાજપને ટોણો મારીને ગુજરાતની પ્રજાને ગેરેન્ટી આપી હતી. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, હું છેલ્લા કેટલા મહિનાથી ગુજરતમાં ફર્યો છું. ઉદ્યોગ પતિ,વકીલ,ખેડૂત, ઓટો રીક્ષા ચાલક મળ્યો છું. ગુજરાતમાં બહુ ભ્રષ્ટાચાર થાય (Bribe Case in Gujarat) છે. બધુ કામ પૈસા આપીને કરવામાં આવે છે. પૈસા આપો તો જ કામ થાય છે. નીચેથી લઈ ઉપર સુધી ભ્રષ્ટચાર થાય છે.
-
गुजरात पुलिस से मेरा निवेदन -
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
आपके ग्रेड पे और अन्य सभी मुद्दों पर मैंने आपका साथ दिया। हमारी सरकार बनने के बाद हम पक्का लागू करेंगे। हम आपके साथ हैं
बस दो महीने बचे हैं। भाजपा वाले आपको कोई ग़लत काम करने को बोलें तो मना कर दो। डरो मत
भाजपा जा रही है, आम आदमी पार्टी आ रही है
">गुजरात पुलिस से मेरा निवेदन -
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 13, 2022
आपके ग्रेड पे और अन्य सभी मुद्दों पर मैंने आपका साथ दिया। हमारी सरकार बनने के बाद हम पक्का लागू करेंगे। हम आपके साथ हैं
बस दो महीने बचे हैं। भाजपा वाले आपको कोई ग़लत काम करने को बोलें तो मना कर दो। डरो मत
भाजपा जा रही है, आम आदमी पार्टी आ रही हैगुजरात पुलिस से मेरा निवेदन -
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 13, 2022
आपके ग्रेड पे और अन्य सभी मुद्दों पर मैंने आपका साथ दिया। हमारी सरकार बनने के बाद हम पक्का लागू करेंगे। हम आपके साथ हैं
बस दो महीने बचे हैं। भाजपा वाले आपको कोई ग़लत काम करने को बोलें तो मना कर दो। डरो मत
भाजपा जा रही है, आम आदमी पार्टी आ रही है
ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતઃ જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતને ભય મુક્ત શાસન આપીશુ. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત આપીશું. અમારા CM, પ્રધાન,MP, કોઈપણ વ્યક્તિને ભ્રષ્ટચાર નહીં કરવા દઈએ. ગુજરાતમાં વારંવાર મુખ્યપ્રધાન બદલાય છે. અમારી સરકારમાં જે કોઈ ભ્રષ્ટાચાર કરશે એને જેલમાં મોકલી દેવામાં આવશે. પ્રજાના પૈસા કોઈ સ્વિસ બેંકમાં નહીં જાય. ગુજરાત સરકારના પૈસા પ્રજાના વિકાસ માટે વપરાશે. સામાન્ય માણસનું કામ દરેક સરકારી કચેરીમાં પૈસા વગર થઈ જશે.
ઘરે આવીને કામઃ અમારી સરકારમાં સરકારી કર્મચારી તમારા ઘરે આવી કામ કરી જશે. દિલ્હી અને પંજાબમાં આ સુવિધા લાગુ કરી દેવામાં આવી છે. જેટલા પ્રધાનોના કાળા કામ ચાલું છે એને બંધ કરી દેવામાં આવશે. ગુજરાત રાજ્યમાં જેટલા 10 વર્ષમાં પેપર ફૂટ્યા છે. એમાં જવાબદાર અધિકારીને પકડીને જેલમાં નાખી દેવાશે. ગુજરાત જેટલા કૌભાંડ થયા છે તેની તપાસ કરવામાં આવશે. જેટલા પૈસાનું કૌભાંડ થયું છે.તે પાછા લાવીને ગુજરાતના વિકાસમાં વાપરવામાં આવશે.
પોલીસનો મામલોઃ ઉચ્ચ પોલીસ અધિકારી જ ગ્રેડ પે વધારવા નથી માંગતા. જેના કારણે નાના કર્મચારી આત્મ હત્યા કરવા મજબૂર છે. ગુજરાતની આમ આદમી પાર્ટીની સરકાર કોઈ રોમોટ કન્ટ્રોલ પર નહીં ચાલે. ભાજપ રોજ મુખ્યપ્રધાન બદલે છે. વિજય રૂપાણી, ભુપેન્દ્ર પટેલ કોને બનાવ્યા. ગુજરાતની સરકાર દિલ્હીથી ચાલે છે. ગુજરાતમાં મુખ્યપ્રધાન દિલ્હીથી બને છે. લોકો નથી બનાવતા.