શહેરમાં બંધના એલાનને લઇને સવારથી સાંજ સુધી અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યુ હતું અને ઘણા વિસ્તારોમાં પોલિસ દ્વારા બળપ્રયોગ પણ કરાયો હતો અને લાઠીચાર્જ પણ કરાયો હતો. જેમાં મળતી માહિતી મુજબ અનેક પોલિસ કર્મચારીઓ, પત્રકારો, જનતા આ વિરોધમાં ભોગ બન્યા હતા અને ઘાયલ થયા હતાં. શહેરમાં મિરઝાપુર, રખિયાલ, શાહઆલમ, લાલદરવાજા, ચંડોળા વિસ્તારમાં પત્થરમારો કર્યો હતો. જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ પોલિસે લાઠીચાર્જ કર્યો હતો. જેમા 20થી વધુ પોલિસ કર્મચારીઓ અને પત્રકારો ઘાયલ થયા હતાં.
આ સમગ્ર વિરોધ વચ્ચે અનેક વિસ્તારોમાં ક્રાઇમ બ્રાન્ચે ફૂટ પેટ્રોલિંગ કર્યુ હતું. આ સમગ્ર વિરોધ વચ્ચે ડીસીપી, જેસીપી સહિતનો પોલીસ કર્મીનો કાફલો ઘટના સ્થળે પહોંચી પરીસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યો છે. આ વિરોધ વચ્ચે અમુક વિસ્તારોના રૂટને પણ ડાયવર્ટ કરાયા છે.
શહેરના લાલદરવાજા ખાતે લઘુમતી સમાજ દ્વારા સવારથી જ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. બંધના એલાનના પગલે પોલીસ દ્વારા આજે કોઈને રેલી કે પ્રદર્શન માટે મંજૂરી આપવામાં આવી નહોતી.
અમદાવાદમાં દેખાવકારોએ બસ પર પથ્થરમારો કર્યો, બાદમાં પોલીસે તેમની પર હળવો લાઠીચાર્જ કર્યો છે. પોલીસે લાલદરવાજા સરદાર બાગ પાસે ટીયરગેસના સેલ છોડી પ્રદર્શનકારીઓ પર કાબુ મેળવવાનો પણ પ્રયાસ કર્યો. મુસ્લિમ વિસ્તારોમાં બંધની અસર જોવા મળી રહી છે. હજુ સાંજે સાડા પાંચ કલાકે શાહઆલમ વિસ્તારમાં દેખાવ કરશે.
વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી, ત્યારે કેટલાક લોકો દ્વારા સરદારબાગ પાસે રસ્તો બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી મોટી સંખ્યામાં આવેલા વિરોધીઓને વિખેરવા પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. જે મામલે અટકાયત કરીને કેટલાક લોકોને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ 62 નંબરની AMTS બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. જો કે તેમા કોઈ જાનહાની પહોંચી નથી.