ETV Bharat / state

Kiran Patel: મહાઠગ કિરણ પટેલનું વધુ એક કારસ્તાન, GPCBના લાયસન્સના નામે પડાવ્યા લાખો રૂપિયા - ગુજરાત ક્રાઇમ કેસ

મહા ઠગ કિરણ પટેલનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. GPCB ના લાયસન્સના નામે વેપારી પાસે લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.અમદાવાદ સોલા હાઈકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર મોરબીમાં રહેતા ભરતભાઈ પટેલ નામના 37 વર્ષીય વેપારીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેના કારણે કિરણ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે.

મહા ઠગ કિરણ પટેલનું વધુ એક કારસ્તાન, GPCB ના લાયસન્સના નામે વેપારી પાસે પડાવ્યા લાખો રૂપિયા..

author img

By

Published : May 6, 2023, 2:59 PM IST

Updated : May 6, 2023, 3:17 PM IST

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલે મોરબીના વેપારીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું લાઇસન્સ અપાવવાની વાત કરીને ખર્ચ પેટે 40 થી 45 લાખ રૂપિયા થશે તેવી વાત કરી હતી. 42 લાખ રૂપિયા પડાવી લઈ જે બાદ લાઇસન્સ પરત ના આપી માત્ર 11.75 લાખ જ પરત કર્યા હતા. અન્ય રકમ પરત ન આપીને છેતરપિંડી આચરતા આ મામલે અમદાવાદ સોલા હાઈકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદની વિગત: મોરબીમાં રહેતા ભરતભાઈ પટેલ નામના 37 વર્ષીય વેપારીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ જોધપર નદી ખાતે સિરામિક મશીનરી બનાવવાની ફેક્ટરી ધરાવે છે. છેલ્લા અઢી વર્ષથી વેપાર કરે છે. અગાઉ બીજોટીક લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ નામથી મોરબી ખાતે કેમિકલની ફેક્ટરીમાં ભાગીદારી ધરાવે છે. હાલ સ્લીપિંગ પાર્ટનર છે. વર્ષ 2017માં ભરતભાઈ પટેલ કિરણ પટેલના સંપર્કમાં આવ્યા હતા. તે વખતે કિરણ પટેલે પોતાની ઓળખાણ ક્લાસ વન ઓફિસર હોવાની અને સરકારમાં પોતાનું સારું એવું વર્ચસ્વ હોવાની વિગતો જણાવી હતી.

છેત્તરપિંડીનો કેસઃ એ સમયે ફરિયાદી ભરતભાઈ પટેલને બીજો ટીક લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચાલુ કરવાની હોવાથી તેના લાયસન્સનું પ્રોસેસિંગ GPCB બોર્ડ ખાતે કરવાનું હોય, જેથી લાયસન્સ ઝડપથી આવી જાય તે માટે કિરણ પટેલને વાત કરતા કિરણ પટેલે તેઓને સોલા બ્રિજ ખાતે HCG હોસ્પિટલ પાસે મળવા બોલાવ્યા હતા. જેમં પૈસાની વાત થઈ હતી. જોકે, આ કેસ સામે આવતા કિરણ પટેલ સામે ફરી છેત્તરપિંડીનો કેસ વધારે મજબુત બની રહ્યો છે.

જરૂરિયાતનો ખોટો લાભ લીધો: પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદી તે સમયે કિરણ પટેલને સોલા ખાતે મળવા ગયા હતા. ત્યારે કિરણ પટેલની સાથે તેની પત્ની માલીની પટેલ પણ હાજર હતી. બંને ભેગા મળી મિટિંગ કરી લાઇસન્સની તમામ પ્રોસિજર તેમજ ફી મળીને 40 થી 45 લાખ રૂપિયા આપવા પડશે તેવી વાત કરી હતી. વેપારીને લાયસન્સની જરૂરિયાત હોવાથી તેઓએ કિરણ પટેલ અને તેની પત્નીને ટુકડે ટુકડે 42.86 લાખ રૂપિયા રોકડેથી આપ્યા હતા. જે લાયસન્સ કિરણ પટેલે બે મહિનામાં લાવી આપવાનું કહ્યું હતું. પરંતુ 8 મહિના સુધી વેપારીને લાયસન્સ ન મળતા અવારનવાર કિરણ પટેલ અને માલિની પટેલને ફોન તેમજ વોટ્સએપ મેસેજ કરતા કિરણ પટેલ ગાંધીનગર ખાતે કોઈ અધિકારી સાથે બેઠા હોય અથવા તો મિટિંગમાં હોય તેવા બહાના કરતો હતો.

આ પણ વાંચો

Ahmedabad Crime : મોજશોખ કરવા બારીમાંથી ઘુસીને લાખોની ચોરી કરનાર પૂર્વ ઘરઘાટી સહિત 3 આરોપી ઝડપાયા

Ahmedabad Crime : વટવામાં જાહેરમાં યુવકની હત્યાનો પ્રયાસ, હુમલાની ઘટનાના સીસીટીવી મળ્યાં

Ahmedabad CP: અમદાવાદ CPનો યોજાયો વિદાય સમારંભ, પોલીસ અને પ્રજાનો માન્યો આભાર

વેપારીએ આપેલા પૈસા: આઠ મહિનાથી વધુ સમય લાયસન્સ માટે થઈ જતા ફરિયાદી વેપારીએ ગાંધીનગર ખાતે જીપીસીબી બોર્ડ જઈને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ખરેખર તેઓની કંપની માટે કિરણ પટેલ અને તેઓની પત્ની દ્વારા કોઈપણ પ્રકારની અરજી કરવામાં આવી ન હતી. તેમજ કિરણ પટેલ કોઈ ક્લાસ વન ઓફિસર ન હોવાની હકીકત જાણવા મળતા તેઓએ પોતાની સાથે 42.86 લાખ રૂપિયાની રકમ મેળવીને લાઇસન્સ અંગેની કોઈ પણ કાર્યવાહી ન કરીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની હકીકત ધ્યાને આવી હતી. પછી વેપારીએ આપેલા પૈસા પરત માંગયા હતા.

કબુલાત કરતું લખાણ: અરજી બાબતે જે તે વખતે કિરણ પટેલ 38.50 લાખ આપવાના છે. તેવી કબૂલાત કરતું લખાણ સોલા પોલીસ સ્ટેશનમાં તારીખ 30 જાન્યુઆરી 2018ના રોજ કર્યું હતું. આ પૈસા તે પરત ન આપે તો તેની નારોલ ખાતેની જમીન વેપારીના નામે કરી આપશે, તેવું લખાણ લખી આપ્યું હતું. ત્યારબાદ કિરણ પટેલે ટુકડે ટુકડે 11.75 લાખ રૂપિયા રોકડા પરત આપ્યા હતા. જોકે પછી બાકીની રકમ પરત ન કરતા અને નારોલની જમીન અન્ય કોઈ વ્યક્તિને વેચી દેતા આ સમગ્ર મામલે કિરણ પટેલ સામે અને માલિની પટેલ સામે સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

Last Updated : May 6, 2023, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.