ETV Bharat / state

અનિલ સ્ટાર્ચ કંપનીના નામે કરોડોની ઠગાઇ કરનાર કંપનીના માલિકને જેસલમેરથી પકડી પાડ્યો - લોભામણી જાહેરાત આપીને કૌભાંડ આચર્યુ

ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી નાખવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. અનિલ સ્ટાર્ચ જેવી કંપનીના નામે કરોડોની ઠગાઈ કરનારા આરોપી માલિક અમૂલ શેઠને ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનના જેસલમેરમાંથી ઝડપી પાડ્યો છે.

અનિલ સ્ટાર્ચ કંપનીના નામે કરોડોની ઠગાઇ કરનાર કંપનીના માલિકને જેસલમેરથી પકડી પાડ્યો

author img

By

Published : Oct 13, 2021, 11:41 AM IST

  • 1,500 કરોડના કાંડમાં અનિલ સ્ટાર્ચના માલિક અમૂલ શેઠની ધરપકડ
  • લોભામણી જાહેરાત આપીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યુ
  • રાજસ્થાનના જેસલમેરમાંથી ધરપકડ કરી

અમદાવાદ : ક્રાઈમ બ્રાંચે આરોપી અમૂલ શેઠને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે એક દિવસનો રિમાન્ડ મંજુર કર્યો હતો. અમૂલ શેઠની ધરપકડની વાત વહેતી થયા બાદ અન્ય માલિકો પણ અંડરગ્રાઉન્ડ થયા છે. બીજી તરફ, આ કંપનીમાં રોકાણ કરનારા એટલે કે ભોગ બનનારાઓ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા. અનિલ ટ્રેડ લિમિટેડ કંપનીમાં 12 ટકાના વ્યાજ આપવાનું કહી રોકાણકારો પાસે રોકાણ કરી છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ ઉપરાંત રોકાણકારોને વિશ્વાસ આવે તે માટે પાકતી મુદ્દતના ચેકો પણ આપવામાં આવતા હતા.

અનિલ સ્ટાર્ચ કંપનીના નામે કરોડોની ઠગાઇ કરનાર કંપનીના માલિકને જેસલમેરથી પકડી પાડ્યો

રાજસ્થાનના જેસલમેરમાંથી ધરપકડ કરી

અનિલ સ્ટાર્ચ કંપનીના માલિક અમૂલ શેઠની ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનના જેસલમેરની સૂર્યગઢ હોટલમાંથી ઝડપી પાડ્યો છે. કંપનીમાં રોકાણ કરનારાઓની મોટી ફરિયાદ સામે આવી હતી. તેઓએ CID, ક્રાઈમ બ્રાંચ, મુખ્યપ્રઘાન સહિત અન્ય જગ્યાઓએ ફરિયાદ કરી હતી. ભોગ બનનારાઓએ અનિલ સ્ટાર્ચના માલિક અમૂલ શેઠ, પાયલ શેઠ, અનીસ શેઠ, કમલ શેઠ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અનિલ સ્ટાર્ચ કંપનીના નામે ઠગાઇ કરતો

અનિલ સ્ટાર્ચના નામે તેણે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશના રોકાણકારોને પણ આકર્ષીને કરોડો રૂપિયા ઊઘરાવી લીધા હતા. ડિપોઝિટર્સે આ મામલે હોબાળો કર્યો હોવા છતા તેઓને નાણાં કે વ્યાજ મળ્યુ નહોતું. હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ફુલેકુ ફેરવનારા અમૂલ શેઠની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો ; મહાત્મા ગાંધીના કહેવા પર સાવરકરે માફી અરજી લખી હતી : રાજનાથ સિંહ

આ પણ વાંચો ; વડાપ્રધાન મોદી આજે 'ગતિ શક્તિ માસ્ટર પ્લાન' લોન્ચ કરશે, જાણો શું છે આ રાષ્ટ્રીય યોજના...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.