અમદાવાદઃ શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે શહેર મોટાભાગના વિસ્તારોમાં રેડ ઝોનમાં ફેરવવામાં આવ્યાં છે. તો શંકાસ્પદ લાગતાં વિસ્તારોમાં લોકોની અવર-જવર પર રોક લગાવવામાં આવી છે. જેના પગલે અનેક લોકોની રોજગારી છીનવાઈ રહી છે.
અંધજન મંડળ સંસ્થાના દિવ્યાંગોને આ પરિસ્થિતિના કારણે રોજગારી મેળવવી અઘરી સાબિત થઈ રહી છે. તો કેટલાંક લોકોને આજીવિકા ગુમાવવી પડે છે, ત્યારે શહેરના શ્રેષ્ઠી દિવ્યાંગોને વ્હારે આવ્યાં છે. જે સંદર્ભે દિવ્યાંગોને 20,000 કીટનું વિતરણ કરવાની યોજના બનાવાઈ છે. જો કે, અંધજન મંડળ દ્વારા પણ લોકડાઉનમાં પહેલા 10 હજારથી વધુ રાશન કીટનું વિતરણ કરાયું હતું.
આ ભગીરથ કાર્યને ટેકો આપવા માટે નીતિન ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ડૉ.નીતિન શાહ આગળ આવ્યાં છે. જેમને સંસ્થાને 1500 અનાજની કીટ આપી છે. આ ઉપરાંત તેઓ શહેરમાં અનેક સેવાકાર્યો કરી રહ્યાં છે. જે પ્રશંસાને પ્રાત્ર છે.
![કોરોના મહામારીમાં અમદાવાદના અંધજન મંડળ દ્વારા સતત વહેતી દાનની સરવાણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-ahd-07-andhjan-mandal-video-story-7209112_28062020152835_2806f_01227_808.jpg)
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના હજુ પણ કેટલાંક એવા વિસ્તારો છે, જ્યાં સહાય પહોંચી શકી નથી. એવા વિસ્તારોની માહિતી મેળવીને આ સંસ્થા જરૂરી મદદ પહોંચાડી રહી છે. હાલમાં જ બે ટ્રક ભરીને રાહતસામગ્રી રવાના કરવામાં આવી છે.