અમદાવદઃ ગુજરાત હાઇકોર્ટમાં મોબિલીન્ચિંગ, કોમી હિંસા, ધિકારવાળા ભાષણ પર, સુપ્રીમકોર્ટના નિર્દેશ બાદ પણ ગુજરાત સરકાર આ મુદ્દે કોઈ કામગીરી કરી રહી નથી. એવી આક્ષેપ સાથેની જાહેર હિતની અરજી હાઇકોર્ટમાં (Communal violence and riots in Gujarat) કરવામાં આવી છે. મહત્વનું છે કે, મોબ લીંચિંગ અને કોમી હિંસા પર રોક લગાવવાના હેતુથી લઈને સુપ્રીમ કોર્ટે વર્ષ ડિસેમ્બર 2018 માં નિર્દેશ આપ્યા હતા. પરંતુ ગુજરાત સરકાર આની ઉપર કોઈ કામગીરી કરતી નથી અને સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન પણ કરતી નથી એવી જાહેર હિતની અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી છે.
બીજા રાજ્યોમાં આ નિર્દેશનું અમલવારી - અરજદારના વકીલની રજૂઆત (Prevent communal violence and riots )હતી કે, ગુજરાતની સ્થાપનાથી લઈને અત્યાર સુધી રાજ્યમાં અનેક કોમી હિંસા અને તોફાનો થયેલા છે અને આવા સંજોગોમાં સુપ્રીમ કોર્ટે જે વર્ષ 2018માં આપેલા નિર્દેશનું રાજ્ય સરકારે પાલન કરવું જોઈએ પરંતુ તે કંઈ પણ જગ્યાએ તેનું પાલન થતું નથી. આ બાબતને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને અનેકવાર રજૂઆત કરેલી છે અને બીજા રાજ્યોમાં આ નિર્દેશનું અમલવારી કરાઈ રહી છે પરંતુ ગુજરાતમાં આ કેમ શક્ય નથી.
આ પણ વાંચોઃ કાંકરિયાની અટલ એક્સપ્રેસ અટકી, જાણો કયારે થશે ચાલુ !
નડલ ઓફિસર રાખવામાં આવ્યા નથી - ગુજરાત હાઇકોર્ટ અરજદારને( Gujarat High Court )સામો સવાલ કર્યો હતો અને, પૂછ્યું હતું કે, તમે કરેલી જાહેર હિતની અરજીમાં એવું ક્યાં કહેલું છે કે સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરતી નથી અને પીડિતોને વળતર ચૂકવતી નથી. તમારે અરજી કરતા પહેલા એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આવા પ્રકારના કેસ માટે થઈને રાજ્યમાં ગુજરાત સરકાર કોઈ પ્રચાર પ્રસાર કરતી નથી કે રાજ્યમાં નડલ ઓફિસર રાખવામાં આવ્યા નથી. તમે જે પણ માંગ કરી છે તે એકદમ જનરલ પ્રકારની માંગ છે અને સાથે સાથે તમારી અરજીમાં એક પણ વાત સ્પષ્ટ રીતે કહેવામાં આવી નથી.
હાઇકોર્ટે ટકોર કરી - જોકે આ મામલાને લઈને હાઇકોર્ટેએ પણ ટકોર કરી હતી કે તમને ખબર હોવી જોઈએ કે પીડિતોને વળતર આપવા માટે અંગેનું કામ સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીનું હોય છે. નહીં કે રાજ્ય સરકારનું સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી નક્કી કરે પછી તેનું પાલન કરવા અંગે જિલ્લા લીગલ સર્વીસ ઓથોરિટી અને તાલુકા સર્વિસ કમિટીએ તેનું પાલન કરવાનું હોય છે.
આ પણ વાંચો: HC દ્વારા લાઈવ સ્ટ્રીમિંગ અંગે મહત્વનું નોટિફિકેશન, કોર્ટ સુનાવણીના વિડીયો વાયરલ કરશે તો લેવાશે પગલાં
અરજદારે અરજી પરત ખેંચી લીધી -અરજદારે આ રીતની સ્પષ્ટ રીતે માંગ કરવી જોઈએ જેથી જ સરકાર પાસે જવાબ માંગી શકાય જ્યારે અરજદારને જ પોતાનું અરજીનું સંપૂર્ણ જ્ઞાન નથી તો એ માટે થઈને સરકારે કોઈ પણ બાબતનું પાલન કર્યું નથી. એવું જવાબદાર ઠેરવી શકાય નહીં. સમગ્ર મામલાને લઈને હાઇકોર્ટના સવાલ અને કડક વલણ બાદ જો કે અરજદારે અરજી પરત ખેંચી લીધી છે.