- વિરમગામ નગરપાલિકા ચીફ ઓફિસર સામે ફરિયાદ
- અનુ.જાતિના આગેવાનો સાથે ભેદભાવની ફરિયાદ
- નાયબ કલેક્ટર ડી.વાય.એસ.પી અને ટાઉન પોલીસને આવેદનપત્ર આપ્યું
વિરમગામઃ વિરમગામ નગરપાલિકાના નવા નિમાયેલા ચીફ ઓફિસરની મુલાકાત લેવા અનુ.જાતિના આગેવાનો ગયા હતાં. આ દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા અનુ.જાતિના આગેવાનો સાથે ભેદભાવ કર્યો હોવાની ફરિયાદ કરીને તેમણે ચીફ ઓફિસર સામે કાર્યવાહી કરવાની માગ કરી નાયબ કલેકટર, ડી.વાય.એસ.પી અને ટાઉન પોલીસને આવેદનપત્ર આપી કરવામાં આવી છે. આપવામાં આવ્યું હતું.
શુભેચ્છા મુલાકાત સમયે ફોટો ન પડાવી દૂર જતાં રહ્યાં હોવાની ફરિયાદ
નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા અનુ.જાતિના આગેવાનો સાથે જાતિગત ભેદભાવ સામે કાર્યવાહી કરવા બાબતે કિરીટ રાઠોડ સામાજિક કાર્યકર અને સંયોજક દલિત અધિકાર મંચ ગુજરાત તરીકે કામ કરે છે. તેઓ વિરમગામ નગરપાલિકા કચેરીમાં નવા નિમણૂક પામેલા ચીફ ઓફિસરની અનુ.જાતિના અગ્રણીઓ દ્વારા મુલાકાત લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ચીફ ઓફિસરની મુલાકાત લેવા કિરીટભાઈ રાઠોડ, રાજેશભાઈ મકવાણા,વિનોદભાઈ બકોચિયા દ્વારા તેમની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને ચીફ ઓફિસરને વિરમગામ નગરપાલિકા હદ વિસ્તારમાં વિવિધ જનસમસ્યા અંગે ચર્ચા કરી હતી.શુભેચ્છા મુલાકાત લેનારનો વ્યક્તિગત પરિચય આપી અનુ.જાતિના અગ્રણીઓ દ્વારા ચીફ ઓફિસરને ફૂલહાર પહેરાવામાં આવ્યો ત્યારે અચાનક ચીફ ઓફિસર દૂર જતાં રહ્યાં અને ચીફ ઓફિસરને કહ્યું ક ફોટો પાડવાનુું પણ કહ્યું હતું, પરંતુ તેમણે ફોટો પાડવાની ના પાડી તેઓ અનુ.જાતિના છે તે જાણી ગયેલાં હોવાથી દુર ઊભા રહેવાનું કહ્યું અને ત્યારબાદ અનુ. જાતિના લોકોનું ચીફ ઓફિસરે જાહેરમાં અપમાન કર્યું હોવાની ફરિયાદ કરાઈ છે.
દસ દિવસમાં પગલાં લેવા કરી અપીલ
જાતિગત ભેદભાવ રાખનાર ચીફ ઓફિસર સામે કાનૂની રાહે દસ દિવસમાં પગલાં ભરવામાં નહીં આવે તો ઉપવાસ ઉપર અથવા ધરણા પર બેસવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારવામાં આવી હતી.