અમદાવાદ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા અમદાવાદ સોલા સિવિલ (Amit Shah at Sola Civil Hospital) હોસ્પિટલ ખાતે ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી અને આહાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ENT વિભાગના હેડ પ્રોફેસર નીની ભાલોડિયાએ કોલેજ વિશે, માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે અમિત શાહના હસ્તે ઓડિયોલોજી કોલેજનું લોકાર્પણ (Dedication of Audiology College by Amit Shah) કરવામાં આવ્યું છે. જન્મજાત કે અન્ય પ્રકારની બહેરાશ હોય તે બધાની સારવાર આ ઓડિયોલોજી કોલેજમાં ઉપલબ્ધ છે.
ઓડીયોલોજી સ્પીચ લેંગેવેજ પેથોલોજી ત્રણ વર્ષનો કોર્સ - આ જે કોલેજમાં વિષય છે તે ઓડીયોલોજી સ્પીચ લેંગેવેજ પેથોલોજી કોલેજ છે. તેમાં ત્રણ વર્ષનો કોર્સ છે. અને એક વર્ષની (Audiology Speech Language Pathology Course) ઈન્ટર્નશીપ હોય છે. તેમજ 20 જેટલા વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકશે. તેમજ આની સાથે, આહારગૃહનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં આવતા જેટલા પણ દર્દીઓ છે અને તેમના સગા વહાલા છે, એમના માટે વિનામૂલ્યે ભોજન આપવાની અને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો : Amit Shah Gujarat Visit Update: આરોગ્ય ક્ષેત્રે ભારતને નંબર 1 બનાવતા કોઈ નહીં રોકી શકેઃ અમિત શાહ
પાંચમી ઓડીયોલોજી કોલેજ - આ ઉપરાંત કોલેજ માટે સરકાર તરફથી બે કરોડની ગ્રાન્ટ પણ આપવામાં આવી છે. અને આ ગ્રાન્ટમાંથી ઇન્ડિયાની પાંચમી ઓડીયોલોજી કોલેજ (Fifth College of Audiology) સ્થાપવામાં આવી છે. ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કાર્યરત થવાથી બાળકોમાં જન્મજાત બહેરાશ, સાંભળવાને લગતી કોઈપણ તકલીફ, ચેતા તંત્રના રોગના કારણે થતી બોલવાની, સમજવાની અને ભૂલવાની તકલીફ, પક્ષઘાત અથવા પેરાલીસીસ અને સેરેબ્રલ સ્ટ્રોકથી પીડાતા દર્દીઓના પુર્નવસન તેમજ કોમ્પ્યુટરાઇઝ્ડ સોફ્ટવેર દ્વારા નિદાન સરળ અને સચોટ બનશે.
ગુજરાત દેશમાં પાંચમું રાજ્ય બન્યું - GMERS કોલેજ ખાતે ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજીનો પ્રારંભ (Amit Shah at Sola Civil Hospital) કરનાર ગુજરાત દેશમાં પાંચમું રાજ્ય બન્યું છે. સોલા સિવિલ હોસ્પિટલના ENTના (કાન-નાક-ગળા) વિભાગ હેઠળનો ધોરણ 12 પછી સ્નાતક કક્ષાનો નવો આરોગ્ય સ્વાસ્થ્ય લક્ષી અભ્યાસક્રમ બેચલર ઇન ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી BASLP (બેચલર ઓફ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી,) આ એક પેરામેડિકલ કોર્સ છે .જેનો અભ્યાસક્રમ ત્રણ વર્ષ સાથે 1 વર્ષની ઇન્ટર્નશીપ છે. જેમાં દર વર્ષે 20 વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે.
વિના મૂલ્યે સુવિધા - આ ઉપરાંત સોલા સિવિલ હોસ્પિટલમાં બ્લોક “સી” સામે શરૂ કરાયેલા આહાર કેન્દ્ર હોસ્પિટલમાં દાખલ દર્દીના સ્વજનોને સવારે 9 : 00 થી બપોરે 1:00 વાગ્યા સુધીમાં વિના મૂલ્યે પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે.અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આરોગ્ય પ્રધાન (Amit Shah visit to Gujarat) ઋષિકેશ પટેલ અને કેબિનેટ કક્ષાના પ્રધાન નિમિષા સુથાર પણ ઉપસ્થિત રહ્યા હતા.