અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેના ટેક્સ વિભાગ દ્વારા શહેરના લોકો વધુમાં વધુ ટેક્સ ભરે અને તે ટેક્સની આવકથી શહેરના વિકાસમાં ફાળો મળી રહે તે માટે શહેરના કરદાતાઓને અનેક પ્રકારની રિબેટ યોજનાઓ લાગુ કરવામાં આવી હતી. જેમાં શહેરની જનતાએ ખૂબ જ મોટા પ્રમાણમાં આનો લાભ લીધો હતો. પરંતુ હજુ પણ અનેક કરદાતાઓ એવા છે કે જેમણે પોતાની પ્રોપર્ટી ટેક્સ બાકી છે. તેવા કરદાતાઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ આંખ લાલ કરી છે. આવા મોટા 58 બાકીદારો સામે મિલકત પર બોજો દાખલ કરી ચાલુ માસમાં હરાજી કરવાનો નિર્ણય કર્યો છે.
"હરાજીની પ્રક્રિયામાં લગભગ 615 જેટલા મોટા બાકી કરદારો સામે જે તે જોન દ્વારા હાથ ધરવામાં આવેલ છે આ ઉપરાંત ફેબ્રુઆરીથી એપ્રિલ માસ દરમિયાન 100 ટકા વ્યાજ માફી પણ આપવામાં આવેલ હતી. તેમ છતાં 553 જેટલા કરતા હોય હજુ સુધી ટેક્સ ભર્યો નથી. આ કરદાતાઓ સામે હવે ગવર્મેન્ટ અપ્રૂડ વેલ્યુર પાસે અપ્સેટ પ્રાઈઝ નક્કી કરવામાં આવશે. જે અંતર્ગત પહેલી ઓગસ્ટ અને 8 ઓગસ્ટના રોજ ચાર મિલકત અને પૂર્વજોની ત્રણ મિલકતની હરાજી 22 ઓગસ્ટના રોજ કરવામાં આવશે"--જૈનિક વકીલ (રેવન્યુ કમિટી ચેરમેન, AMC)
58 મિલકતની થશે હરાજી: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા અત્યાર સુધી 58 મોટા બાકીદારો સામે બોજો દાખલ કરવામાં આવ્યો છે. બાકી દાતાઓને છેલ્લી ચેતવણી રૂપે નોટીસ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત કલમ 42, 43 મુજબ જપ્તીનું વર્ણન પણ આપવામાં આવેલું છે. આ ઉપરાંત કલમ 45 એક અને 46 થી 49 મુજબ મિલકત ટ્રાન્સ માં લેવામાં આવેલ છે. હવે આ ચાલુ માસ દરમિયાન હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
કઈ તારીખે થશે હરાજી: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લો ગાર્ડન શોપ્સ એન્ડ ઓફિસ કોમ્પલેક્ષ જેનો ટેક્સ 50,44,496 રૂપિયા બાકી છે. જેની કીમત વેલ્યુઅર દ્વારા આપેલ કિંમત મુજબ હરાજી માટે 1,14,55,000 રાખવામાં આવી છે. જેની હરાજી 1 ઓગસ્ટના રોજ થઈ હતી. આ ઉપરાંત સેક્રેટરી ધ સ્વસ્તિક કો.ઓ.હા.સો. નો ટેક્સ 20,14,673 હતો.જેની હરાજીમાં કિંમત 23,45,00રાખવામાં આવી છે. જેની હરાજી 8 ઓગસ્ટના રોજ થશે. આ ઉપરાંત તક્ષશિલા ગાલેલા હોટલનો ટેક્સ 39, 87,536 છે.જેની હરાજી કિંમત 26,74,71,000 રાખવામાં આવી છે. આ ઉપરાંત ક્રિશ રેસ્ટોરન્ટનો ટેક્સ 18,80,777 બાકી છે. જેની હરાજી કિંમત 7,36,10,000 રાખવામાં આવી છે અને ચાણક્ય બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ નો ટેક્સ 3,64,288 બાકી છે. જેની હરાજી કિંમત 56,90,000 રાખવામાં આવી છે. આ ત્રણેય મિલકતની હરાજી 22 ઓગસ્ટના રોજ થશે.