- AMCએ ઓક્સિજનના નવા 200 સિલિન્ડર ખરીદ્યા
- 10 હોસ્પિટલ્સને 69 સિલિન્ડર પૂરા પાડવામાં આવ્યા
- હોસ્પિટલમાં જઈને 394 સિલિન્ડર રિફીલ કરી આપ્યા
અમદાવાદ: મોટી સાઈઝના ઓક્સિજન સિલિન્ડરથી ઝડપથી હોસ્પિટલ્સમાં ઓક્સિજન પૂરો પાડી શકાય છે. જેના કારણે શહેરમાં આવેલી કોરોના હોસ્પિટલ્સમાં ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવા માટે તમામ જે કર્મચારીઓ છે, તેઓ 24 કલાક શિફ્ટ પ્રમાણે કામગીરી કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 29 હોસ્પિટલ્સે ઓક્સિજન રિફીલિંગ માટે કંટ્રોલ રૂમ ખાતે રજૂઆત કરી હતી. જેમાંથી 10 હોસ્પિટલ્સ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 69 જેટલા સિલિન્ડર ઇમર્જન્સીમાં પૂરા પાડ્યા છે.
8 જેટલી હોસ્પિટલ્સને બેન્ક મારફતે ઓક્સિજન અપાયો
આ કંટ્રોલ રૂમ દ્વારા હોસ્પિટલમાં મૂકવામાં આવેલી બેન્ક જરૂરિયાત પ્રમાણે રીપેરીંગ કરી આપવામાં આવે છે. જેમાંથી 8 જેટલી હોસ્પિટલ્સને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેન્કમાંથી ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો છે. જોકે, હવે કોરોના કેસમાં પણ ઘટાડો થાય અને સાથે જ ઓક્સિજનની અછત પણ ઓછી થાય તે પ્રકારની આશાઓ તમામ નાગરિકો જોઈ રહ્યા છે.