ETV Bharat / state

રખડતા ઢોર મુદ્દે AMC આકરા પાણીએ, ઢોરના આતંકને જોઈ બનાવ્યા કડક નિયમો

ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોર મુદ્દે તંત્રની ઝાટકણી કાઢી હતી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. હવેથી શહેરમાં રખડતા ઢોરને લઈ અને કડક પગલાં લેવામાં આવશે જેમાં શહેરમાં હવે ઘાસચારો લાવી શકાશે નહીં. બીજી તરફ રોડ પર રખડતા ઢોરને પકડી પાંજરે પુરી તેના મલિક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.Stray cattle complaint, Stray cattle, AMC Rules on Stray Cattle

રખડતા ઢોર મુદ્દે AMC આકરા પાણીએ, ઢોરના આતંકને જોઈ બનાવ્યાં કડક નિયમો

author img

By

Published : Aug 25, 2022, 8:41 PM IST

અમદાવાદ રાજ્યમાં રખડતા ઢોરનો આતંક(Stray cattle ) વધતા સરકાર સતર્ક થઈ છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં હવે ઘાસચારો લાવી શકાશે નહીં, ઘાસચારો લાવતી ગાડીઓ અને ગોડાઉનો સીલ કરાશે તેવા પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો બીજી તરફ રોડ પર રખડતા ઢોરને પકડી પાંજરે પુરી તેના મલિક વિરુદ્ધ પણ કાર્યવાહી( AMC Rules on Stray Cattle )કરવાનો નિર્ણય કર્યો છે.

રખડતા ઢોરને લઈ અને કડક પગલાં રખડતાં ઢોર મામલે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લઈ અને આકરી ટકોર કર્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં( Stray cattle in Ahmedabad )આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા દ્વારા રખડતા ઢોરને લઈ તમામ રોના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઇ અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન(Ahmedabad Municipal Corporation)દ્વારા હવેથી શહેરમાં રખડતા ઢોરને લઈ અને કડક પગલાં લેવામાં આવશે જેમાં શહેરમાં હવે ઘાસચારો લાવી શકાશે નહીં.

આ પણ વાંચો રખડતા ઢોર મામલે હાઇકોર્ટના આકરા વલણ બાદ પણ JMC ઘોર નિંદ્રામાં

શિફ્ટ દરમિયાન 8 થી 10 ઢોર પકડવા ટાર્ગેટ અમદાવાદમાં જ્યાં પણ ઘાસચારો સંગ્રહ કરવાની જગ્યાઓ અને ગોડાઉનો હશે તેને પોલીસ સાથે રાખી અને સીલ કરવાના રહેશે તેમજ શહેરમાં ઘાસચારો લાવતી ગાડીઓને પોલીસ સાથે રહી અને ડીટેઇન કરવાની રહેશે. શહેરમાં 59 જેટલા વિવિધ સ્થળો અને રસ્તાઓ કેટલ ન્યુસન્સ પોઇન્ટ છે તેને કાયમી ધોરણે દૂર કરવા માટે સુચના આપવામાં આવી છે. દરેક ઝોનની ટીમ બે શીફ્ટમાં કામગીરી કરશે. પ્રત્યેક ટીમ દ્વારા શિફ્ટ દરમિયાન 8 થી 10 ઢોર પકડે એવો ટાર્ગેટ પણ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો વડોદરામાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર મહિલાઓ દ્વારા કરાયો હુમલો

ઢોર મામલે ખરેખર હવે આ એક્શન પ્લાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર પકડવા મામલે એક્શન પ્લાન તો કરવામાં આવ્યો છે અને જે તે અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ ખરેખર આ એક્શન પ્લાન મુજબ કાર્યવાહી થશે કે કેમ તેના ઉપર સવાલ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રનું કોઈપણ જગ્યાએ સંકલન હોતું નથી. જે તે પોલીસ સ્ટેશનમાં પણ સ્થાનિક પીઆઇની જવાબદારી પણ નક્કી કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી તેમાં કોઇ કાર્યવાહી થઇ નથી. કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ રખડતા ઢોર મામલે ખરેખર હવે આ એક્શન પ્લાનને અમલ કરાવશે કે પછી માત્ર કાગળ ઉપર જ આ કાર્યવાહી રહેશે.

AMC શું છે એક્શન પ્લાન

  1. પોલીસ વિભાગના સંકલનમાં રહી શહેરમાં ઘાસચારા સાથે પ્રવેશતા વાહનોનું મ્યુનિ.લિમિટમાં પ્રવેશ સ્થળે ચેકીંગ કરી વાહનો ડીટેઇન કરવા.
  2. શહે૨માં આવેલા ઘાસ ચારાના સંગ્રહ સ્થળો,ગોડાઉનો પોલીસ સાથે સંકલન કરી સીલ કરવા.
  3. વોર્ડમાં આવેલા ઘાસ-વેચાણના સ્થળો પોલીસ સ્ટેશન વાઇઝ નક્કી કરી પોલીસ સાથે સંકલન કરી આવા સ્પોટ નાબુદ કરાવવા.
  4. ઘાસ વેચાણની લારીના દબાણો હટાવવી, ઘાસ-ચારો જપ્ત કરવો, દંડ,ચાર્જની વસુલાત કરવી, ઘાસ વેચાણ કર્તા શખ્સો સામે કાયદાકીય કાર્યવાહી જેવા વિવિધ પગલાઓ પોલીસના સંકલનમાં રહી ભરવા.
  5. સરકારી જગ્યા, મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની જગ્યા, પ્લોટ, મ્યુનિ. કોર્પોની પ્રિમાઇસીસ, ફુટપાથ, રોડ, સ્ટ્રીટલાઇટ, બાગ-બગીચા વિગેરે સ્થળોએ પશુ બાંધવાનીબેસાડવાની પ્રવૃતિ બંધ કરાવવી તથા મ્યુનિ. કોર્પો. પ્લોટનો ઝાંપો તથા તાળુ રહે તથા આવા દબાણો ન થાય તે જોવુ.
  6. પશુપાલકો પાસે પશુ રાખવાની જગા હોવાની ચકાસણી કરાવવી.
  7. સ્થાનિક પોલીસ સાથે સંકલન કરી પશુઓ પકડવાની ટીમો સાથે પીસીઆર વાન, પોલીસ સ્ટાફની સલામતી મેળવી રખડતા પશુ પકડવાની કામગીરીમાં અવરોધકર્તા શખ્સો સામે કાર્યવાહી કરાવવી.
  8. ઘાસ વેચાણના સ્થળો,પશુ રાખવાના વાડા સ્થળો,પશુઓ ઉભા રહેવાના સ્થળો,ખુલ્લામાં કચરો પડતા સ્થળો, સેન્ટ્રલ વર્ષ | ફુટપાથ પર કચરો નંખાતા સ્થળો, ધાર્મિક સ્થળો, ખુલ્લા પ્લોટોમાં પશુ રાખવાના સ્થળો, કચરાના સ્પોટની યાદી બનાવી તે અટકાવવા દુર કરવા અસરકારક પગલાઓ ભરવા.
  9. મ્યુનિ.હદ હાલના તથા જાહેરનામાંથી હદમાં નવા ભળેલા વિસ્તારોમાં પશુમાલિકો દ્વારા પશુઓની નોંધણી કરાવી RFID ચીપ લગાવવા પશુપાલકો પશુમાલિકો સાથે ગ્રુપ મીટીંગ કરવી.
  10. શકય બને મુખ્ય રસ્તા પરથી સિલ્વર ટ્રોલી, કચરાપેટી અંદરના રસ્તા પર ખસેડવી જેથી મુખ્ય રસ્તા પરનો પશુત્રાસ દુર થાય.
  11. શાક માર્કેટ ફુડ માર્કેટ ફલાવર માર્કેટ જેવા ખાદ્ય પદાર્થો પડતા હોય તેવા સ્થળો પર પુરતી માત્રામાં ડસ્ટબીન રાખવા તથા તેમાં નાગરિકો દ્વારા કચરો નાંખવાની પ્રવૃતિથી શહેરમાથી રખડતા પશુઓના ત્રાસ અટકાવ તથા નિયમનની કાર્યવાહી કરાવવી.
  12. ધાર્મિક સ્થળો, જાહેર સ્થળો, ટ્રાફિક સર્કલ, જંકશન, ડીવાઇડર આઇલેન્ટ, ફુટપાથ, રોડ ઉપર કચરો નાંખવા જરૂરિયાત મુજબના ડસ્ટબીન મૂકી નાગરિકો દ્વારા તેમાં કચરો નાંખવામાં આવે તેવી કાર્યવાહી સુનિશ્ચિત કરાવવી.
  13. ટ્રાફિક આઇલેન્ડ, સર્કલ, ફુટપાથ, રોડ ખુલ્લા સ્થળો વિગેરે જાહેર સ્થળોએ ખુલ્લામાં દાણા નાંખવાના સ્થળો નાબુદ કરવા.
  14. વેસ્ટ લેકશન સિલ્વર ટ્રોલી બીન, કોમ્પેકટરની આસપાસમાં કચરો ખુલ્લામાં ફેલાવી વેસ્ટપીકર્સ દ્વારા થતી કચરો વીણવાની પ્રવૃતિ અટકાવવી તથા ખુલ્લામાં કચરો ન પડે તે સુનિશ્ચિત કરવુ. જેથી પશુઓ આવા સ્થળે આવવા પ્રેરાય નહી.
  15. પશુ રાખવાની ગેરકાયદેસર જગ્યાઓ, સ્થળો, વાડાના દબાણો દુર કરી જગા ખુલ્લી થતા પશુઓ તેમાં રાખવાની વ્યવસ્થા સુનિશ્રિત કરવી.
  16. આવા પ્લોટ મ્યુનિ.કોર્પો સરકાર ધ્વારા જે મૂળ વ્યકિત, માલિકને અપાયા છે તેની શરતોનો ભંગ થતો હોય તે ચકાસી ગેરકાયદેસર વપરાશકર્તા હોય તેની તમામને નોટિસ ઇસ્યુ કરી સુનાવણી, રજુઆતની તક આપી દબાણો દુર કરવા કાયદેસરની કાર્યવાહી કરવી.
  17. જેતે રહીશો, સ્થાનિકો દ્વારા, બ્રિજના ખુણા ૫૨, સેન્ટ્રલ વર્જ, ડીવાઇડર, ફુથપાથ, જાહેર સ્થળોએ વિગેરે ૫૨ કચરો દાણા ખુલ્લામાં નાંખવામાં ન આવે તે માટે સ્થાનિક રહીશોમાં IEC કરાવી તથા વેસ્ટ કલેકશનની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરાવવી.
  18. જીપીએમસી એકટ તથા અન્ય જોગવાઇઓ પોલીસ ફરિયાદ કરાવવી તથા પબ્લીક હેલ્થ બાયલોઝ, 2012ની વિવિધ જોગવાઇઓ મુજબ ન્યુસન્સ, ગંદકી, ત્રાસની વિવિધ ગુના બદલ નોટિસો ઇસ્યુ કરાવી દંડ વસુલાત કરાવવી.
  19. પશુઓ રાખવાના કાચા પાકા ખાનગી વાડા, શેડની જગા પર લીધેલ પાણી કનેકશન નિયમસરના પીઆરસી કનેકશન કોર્શિયલ ટેક્સ વિગેરે બાબતોની ચકાસણી કરાવવી.
  20. આવા પશુઓનુ દુધ નાગરિકોના સ્વાસ્થય આરોગ્યમાટે યોગ્ય હોવા અંગે ફુડ સેફટી ટીમો ધ્વારા સેમ્પલ લેવડાવી ચકાસણીની કાર્યવાહી કરાવવી.
  21. વોર્ડમાં જાહેર સ્થળો, પ્લોટ, બજારો વિગેરે સ્થળોએ મોટા પ્રમાણમાં પશુઓ ઉભા રહેતા હોય તેની યાદી બનાવવી આવા સ્પોટ નાબુદ કરવા કાર્યવાહી કરાવવી.
  22. વોર્ડમાં પશુપાલકો પશુમાલિકોના ઘરોની સંખ્યા, અંદાજિત વસ્તી, પશુઓની સંખ્યા રાખવાના સ્થળો શેડ, વાડા વિગેરેની યાદી બનાવી અસરકાર સંયુકત કામગીરી કરાવવી.
  23. ઘાસવેચાણના સ્થળો, દુકાનો, ગોડાઉન, પશુ દાણા નાંખવાના ખુલ્લા સ્થળો, પશુત્રાસ-ન્યુસન્સ, ગંદકી કર્તા સ્થળોની યાદી બનાવી અસરકારક સંયુકત કામગીરી કરાવવી.
  24. વોર્ડની ટીમો દ્વારા ઘાસચારા વેચાણ બદલ નોટિસોની બજાવણી, વહીવટી ચાર્જની વસુલાવી, ઘાસચારાની લારીગલ્લા, વાહનો, કેબીન ડીટેઇન કરવા, ઘાસના ગોડાઉનો સીલ કરવા.
  25. પશુઓ બાંધીને રાખી રસ્તા જાહેર સ્થળે ન છોડવા પશુમાલિકોને સમજુત કરવા.
  26. પશુઓને ઘાસચારો, કચરો, દાણાં, એઠવાડ જેવા ખાદ્યપદાર્થો ટ્રાફિક આઇલેન્ડ, સર્કલ, ફુટપાથ જાહેરમાં રોડ-રસ્તા પર વિગેરે સ્થળોએ મળતા હોવાથી ગાય, કુતરા વિગેરે પશુઓ રસ્તા પર જાહેરમાં આવવા પ્રેરાય છે. જે અટકાવવા આવા સ્થળો બંધ કરાવવા, ખુલ્લામાં પડતા કચરાના સ્પોટ નાબુદ કરી વેસ્ટ કલેકશન સમયસર થાય તે સુનિશ્વિત કરવુ.
  27. જાહેર રસ્તા પ્લોટ, ફુટપાથ, જાહેર સ્થળો, બાગ-બગીચા, મ્યુનિ. સરકારી પ્રિમાઇસ્ની નજીક, બાજુમાં ખીલા ખુંટા, દોરડા, ટાયર બાંધી અથવા કાચા-પાકા માટીના પતરાના, શેડ-દિવાલ ગેરકાયદેસર રીતે બનાવી પશુઓ રાખવામાં આવતા હોય તેવા દબાણે દુર કરવા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.