અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં પરબત યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં શહેરના મોટી સંખ્યામાં લોકોએ આ રીબેટ યોજનાનો લાભ લીધો હતો. હજુ પણ મોટી રકમ વાળાઓનો ટેક્સ ભરવાનો બાકી છે. જેમાં કોર્પોરેશન દ્વારા ટેક્સ ના ભરતા બોજો દાખલ કરી તેની હરાજી કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લઈને કરતા આવો સરળતાથી હવે બિલ QR CODE ભરી શકશે.
"ચાલુ વર્ષમાં મે માસમાં એડવાન્સ ટેક્સ યોજના મૂકવામાં આવી હતી. જેના અંતર્ગત અમદાવાદ શહેરના કરદાતા ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદાજિત 45 ટકા જેટલા કરતા હોય પોતાના એડવાન્સ ટેક્સ ચૂક્યો છે. ચાલુ વર્ષે 2023-24 માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુલાઈ માસમાં ચાલુ વર્ષ ના બિલો છપાવી કરદાતાને વિતરણ કરવાની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે. જે કરદાતા ચાલુ વર્ષની બિલ્ડિંગમાં બે થી ત્રણ માસ વહેલી શરૂ કરેલ છે. જેથી મોટા પ્રમાણમાં cash flow સપ્ટેમ્બર માર્ચ સુધીમાં આવી જશે. જેનો પૂરેપૂરો ટેક્સ ભરેલ છે. તેને પણ પોતાના રેકોર્ડમાં ટેક્સ બિલની કોપી પણ મોકલવાનું નિર્ણય કરવામાં આવ્યો છે" -- જૈનિક વકીલે (રેવન્યુ કમિટી ચેરમેન)
QR CODEથી ટેક્સ ભરી શકાશે: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા digital India initiative અંતર્ગત એડવાન્સ ટેક્સમાં ઓનલાઇન માધ્યમથી ટેક્સ ભરનાર કરતા અને રિબેટ આપવામાં આવતું હતું જેના કારણે અમદાવાદ શહેરમાં કુલ ૫૫ ટકા જેટલા ઓનલાઈન ટેક્સનું પેમેન્ટ કર્યું હતું. digital India intiative ભાગ રૂપે QR CODE સ્કેન કરવાની તેમજ WHATSAPP CHATBPOAT મારફતે ટેક્સ પેમેન્ટ કરવાની પહેલ કરવામાં આવી છે. ચાલુ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાના ટેક્સ બિલમાં દરેક બિલના ટેનામેન્ટ પ્રમાણે QR CODE આપવામાં આવ્યા છે. જે સ્કેન કરીને કરદાતા તેમની પ્રોપર્ટી ટેક્સ તેમજ પ્રોફેશનલ ટેક્સ ઓનલાઇન માધ્યમથી આસાનીથી ભરી શકે છે. જેમાં કરદાતાને QR CODE થી ટેક્સ ભરી વખતે કોઈ માહિતી આપવાની જરૂરિયાત રહેશે નહીં.
19 લાખ બિલો છાપવામાં આવશે: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેલ્યુએશન વર્ષ હોવાને કારણે મધ્યમાં હાલ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગત વર્ષે ઉત્તર પશ્ચિમ જૂનું વેલ્યુએશન વર્ષ હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત 19 લાખ જેટલા બિલો તાત્કાલિક ધોરણે છપાવીને ટેક્સ ખાતાના કર્મચારી મારફતે પહોંચાડવામાં આવશે. જેમાં ઉત્તરજનમાં 3 લાખ 57 હજાર, દક્ષિણ ઝોનમાં 3 લાખ 71 હજારમાં, પૂર્વ ઝોનમાં 4 લાખ 8 હજાર, પશ્ચિમ ઝોનમાં 4 લાખ 45 હજાર, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 22 હજાર અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2 લાખ 25 હજાર આમ કુલ મળીને 19 લાખ બિલ છપાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.