અમદાવાદમાં ગુજરાત કોલેજ અને એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજમાં ચૂંટણીની મતગણતરી યોજાશે. તેથી અગાઉ થી જ બધી તૈયારીઓ કરી દેવામાં આવી છે. 900થી વધુ પોલીસ અને CRPFના જવાનોને તૈનાત કરી દેવામાં આવશે. મત ગણતરીના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જવાનોની સાથે CCTV કેમેરા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
ચૂંટણી પરિણામોને લઈ રિટર્નીન ઓફિસર અરુણ મહેશ બાબુએ etv ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, મતગણતરીની બધી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સાથે જ મીડિયાકર્મીઓ, કર્મચારીઓ અને અન્ય સભ્યો માટે નાસ્તા અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પોસ્ટલ બેલેટ રૂમ અને EVM મશીન માટે સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે અને મતગણતરીના દિવસે અમારા તરફથી બધી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. વધુમાં જણાવ્યુ કે, 23 મેના રોજ મતગણતરી સમયે દરેક કર્મચારીઓ તૈનાત રહેશે.