ETV Bharat / state

Ahmedabad Crime : મેમ્કોમાં જૂની અદાવતમાં યુવકની હત્યા, આરોપીઓ અને મૃતક બંનેનો ગુનાહિત ઇતિહાસ

અમદાવાદના મેમ્કોમાં મોડી રાત્રે ચાર શખ્સોએ ભેગા મળીને એક યુવકની હત્યા કરી નાખી છે. આ શખ્સો એ ધોકા, લોખંડની પાઇપો, છરી અને પથ્થર વડે યુવક પર હુમલો કર્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, બંને પક્ષે એકબીજાના વિસ્તારમાં જવા બાબતે માથાકૂટ ચાલતી હતી.

Ahmedabad Crime : મેમ્કોમાં જૂની અદાવતમાં યુવકની હત્યા, આરોપીઓ અને મૃતક બંનેનો ગુનાહિત ઇતિહાસ
Ahmedabad Crime : મેમ્કોમાં જૂની અદાવતમાં યુવકની હત્યા, આરોપીઓ અને મૃતક બંનેનો ગુનાહિત ઇતિહાસ
author img

By

Published : Jun 14, 2023, 5:47 PM IST

અમદાવાદ : શહેરના મેમ્કો પાસે આવેલા ગોપી સિનેમા નજીક સોમવારે મોડી રાત્રે ચાર શખ્સોએ ધોકા, લોખંડની પાઇપો, છરી અને પથ્થર વડે યુવક પર હુમલો કરીને હત્યા કરી નાખી હતી. આ અંગે પોલીસે તપાસ કરી તો અગાઉની અદાવતમાં હત્યા થઇ હોવાનું સામે આવ્યુ છે. આ અંગે શહેર કોટડા પોલીસે ચારેય શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો : કૃષ્ણનગરમાં હરીઓમની ચાલીમાં રહેતો 23 વર્ષીય મોતીસિંગ ઉર્ફે હાપુ વિજયસિંહ કુશ્વાહ પરિવાર સાથે રહેતો હતો. રાત્રે બે વાગ્યાની આસપાસ મેમ્કો પાસે આવેલા ગોપી સિનેમા પાસે શ્રી રામ પાન પાર્લર પાસે ગયો હતો, ત્યાં હાજર ભૂપેન્દ્ર ઉર્ફે ગોરૂ યાદવ, પ્રવિણ ઉર્ફે કાળુ યાદવ, આનંદ શર્મા અને સની મરાઠીએ મોતી સાથે અગાઉના હદની બાબતના ઝઘડાની અદાવતમાં બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. આટલું જ નહીં ચારેય શખ્સો એ ભેગા મળીને છરી, લોખંડની પાઇપો અને પથ્થર વડે યુવક પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

બંને પક્ષે એકબીજાના વિસ્તારમાં જવા બાબતે માથાકૂટ ચાલતી હતી. મૃતક અવાર નવાર આરોપીઓના વિસ્તારમાં આવીને લોકોને હેરાન કરતો હતો. સોમવારે રાત્રે મૃતક આવ્યો હોવાની જાણ થતાં ચારેય લોકોએ તેને હથિયારોથી મારીને હત્યાને અંજામ આપ્યો છે. બંને પક્ષના લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાથી તે લોકોની શોધખોળ શરૂ છે. - એમ.ડી ચંદ્રવાડિયા (PI, શહેરકોટડા પોલીસ સ્ટેશન)

શખ્સો હત્યા કરીને ફરાર : યુવકને મોતને ઘાટ ઉતારીને ચારેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. શહેરકોટડા પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ અંગે શહેર કોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધીને ચારેય આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

  1. Vadodara Crime : વડોદરામાં દાલબાટી ખાવા મામલે મારામારી થતાં યુવકનું મૃત્યુ, પરિવાર ન્યાય મળે પછી મૃતદેહ સ્વીકારશે
  2. Amreli Crime News: અમરેલીમાં કાકા સસરાએ ભત્રીજાની વહુંની કરી હત્યા, બાદમાં આરોપીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
  3. Vadodara Crime : પણસોલી ગામનાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલતી ડભોઈ પોલીસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.