ETV Bharat / state

Ahmedabad Crime : અમદાવાદમાં પત્નીની મશ્કરી કરવાની ના પાડતા પતિને બહાર બોલાવીને હત્યા કરી નાખી, બેની ધરપકડ - Killed for teasing his wife

અમદાવાદના સરદારનગરમાં પત્નીની મશ્કરી કરલા બાબતે હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. બે શખ્સો પત્નીની મશ્કરી કરી રહ્યા હતા પતિ દ્વારા મશ્કરી કરવાની ના પાડવામાં આવી હતી. બાદ આ બે શખ્સોએ પતિને બોલાવીને છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. હાલ આ બંને શખ્સોની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad Crime : અમદાવાદમાં પત્નીની મશ્કરી કરવાની ના પાડતા પતિને બહાર બોલાવીને હત્યા કરી નાખી, બેની ધરપકડ

author img

By

Published : Jun 22, 2023, 10:10 PM IST

સરદારનગરમાં યુવકની થયેલી હત્યામાં આરોપીઓ ઝડપાયા

અમદાવાદ : શહેરના સરદારનગર વિસ્તારમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે, આ મામલે ગુનામાં સામેલ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. મૃતકની પત્ની મસ્તી કરવા બાબતે થયેલી બોલાચાલીને કારણે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાની હકીકત સામે આવી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો : સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સંતોષીનગરના નાકા પર 18મી જૂને રાતના સમયે ગોપાલ ઠાકોર નામના 32 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી. જેમાં કિરણ ઉર્ફે ટીકડી તવર તેમજ હિતેશ ઉર્ફે લાલો પરમાર નામના બે યુવકોએ ગોપાલ ઠાકોરને છરી મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો.

મસ્તી કરવાની ના પાડી : ગોપાલ ઠાકોરની પત્ની સાંજના સમયે માતાના ઘરે હાજર હતી, ત્યારે માતાના ઘરમાં કામ કરતા કિરણ ઉર્ફે ટીકડી તવર તેમજ હિતેશ ઉર્ફે લાલુ પરમાર ત્યાં આવ્યા હતા અને કિરણ ઉર્ફે ટીકડી તવર મહિલાની મસ્તી કરતો હોય તેથી તેના પતિ ગોપાલ ઠાકોરે પત્નીની મસ્તી કરવાની ના પાડી હતી. જે દરમિયાન બંને આરોપીઓ અને ગોપાલ ઠાકોર વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ બંને શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા.

બંને આરોપીઓ
બંને આરોપીઓ

કેવી રીતે હત્યા કરાય : થોડીવાર બાદ મહિલાનો પતિ ગોપાલ ઠાકોર ઘરની બહાર ખાટલા પર બેઠો હતો. તે વખતે કિરણ ઉર્ફે ટીકડી તવર તેમજ હિતેશ ઉર્ફે લાલો પરમાર ત્યાં આવ્યા હતા અને ગોપાલને બોલાવીને બહાર રોડ પર લઈ ગયા હતા. થોડી વાર બાદ સંતોષી નગરના નાકે રોડ પર કિરણ ઉર્ફે ટીકડી તવરે ગોપાલ ઠાકોરને પકડી રાખ્યો હતો અને હિતેશ ઉર્ફે લાલો પરમારે પોતાના હાથમાં રહેલી છરીથી ગોપાલ ઠાકોરના પીઠના ભાગે ઉપરા છાપરી છરીના ઘા માર્યા હતા. જેના કારણે ગોપાલ ઠાકોરને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

પરિવારને હત્યાની જાણ થઈ : જે બાદ મૃતકની પત્ની અને પરિવારને જાણ થતાં તેઓ ત્યાં પહોંચતા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે બાદ ગોપાલ ઠાકોરને હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તે બાદ આ અંગે સરદારનગર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો.

આરોપીઓએ મૃતકની પત્નીની મશ્કરી કરી હતી, જે બાબતે મૃતકે આરોપીઓ સાથે ઝઘડો કરતા આરોપીઓએ આ હત્યાને અંજામ આપ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં કિરણ ઉર્ફે ટીકડી તવર અગાઉ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયો છે. તેમજ મૃતક પણ અગાઉ પાકીટ ચોરીના ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓની ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરી છે. - પી.વી ગોહિલ, (PI, સરદારનગર પોલીસ સ્ટેશન)

અદાવત રાખીને હત્યાને અંજામ આપ્યો : આ અંગે ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હોય સરદારનગર પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડીને આ ગુનામાં સામેલ કિરણ ઉર્ફે ટીકડી તવર તેમજ હિતેશ ઉર્ફે લાલો પરમાર નામના બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ દ્વારા મૃતકની પત્ની સાથે મશ્કરી કરવામાં આવતી હોય તે બાબતે મૃતકે આરોપીઓને ના પાડી હતી અને એ જ બાબતની અદાવત રાખીને આરોપીઓએ આ હત્યાને અંજામ આપ્યો હતો.

  1. Delhi News: દિલ્હીમાં બે સગી બહેનોની ગોળી મારી હત્યા, ફાયરિંગની ઘટનાનો વીડિયો આવ્યો સામે
  2. Vapi Crime: વાપીમાં નેપાળી મહિલાની હત્યા કરનાર હત્યારાને પોલીસે ઝડપી પાડ્યો
  3. Vadodara Crime : અજબડી મિલ પાસેથી યુવકનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકાથી એફએસએલ અને ક્રાઇમ બ્રાન્ચે કેસ હાથમાં લીધો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.