અમદાવાદ : શહેરના ટ્રાફિક પોલીસના જવાને વાહન ચાલકને થયેલા છાતીના દુખાવા બાદ CPR તાલીમની મદદથી તેનો જીવ બચાવ્યો હતો. જીવ બચાવનાર ત્રણેય પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું છે. બે વર્ષ અગાઉ પણ આ જ ટ્રાફિક પોલીસે અન્ય એક રાહદારીનો આ જ રીતે જીવ બચાવ્યો હોવાનું સામે આવ્યું છે.
શું છે સમગ્ર મામલો : મંગળવારે બપોરના સમયે કાલુપુર સર્કલ પાસે ટ્રાફિક પોલીસ ટ્રાફિક સંચાલનની કામગીરી કરી રહી હતી. તેવામાં એક્ટિવા ચાલક મોહમદ રફીક શેખ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેને અચાનક છાતીમાં ખુબ જ દુખાવો થતા તેણે ચોકી પાસે આવી પોલીસને જાણ કરી હતી. જેથી ટ્રાફિક પોલીસે તાત્કાલિક વાહન ચાલકને CPR તાલીમની મદદથી વાહન ચાલકને પ્રાથમિક સારવાર આપી 108 માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો.
પોલીસની કામગીરી બિરદાવી : ચહેરા પર ખુશી અને હાથમાં રહેલા સન્માનપત્ર એ વાતનું પ્રતીક છે કે પોલીસ જવાનોએ સારી કામગીરી કરી છે. તેમાં પણ કોઈનો જીવ બચાવવા જેવી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પોલીસ વિભાગ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. મુસ્તાક મિયાં, નરેશભાઈ નગીનભાઈ અને હસમુખ ભાઈ જોગલ આ ત્રણેય પોલીસકર્મીઓને એક રાહદારી મોહમદ રફીક શેખનો જીવ બચાવ્યો હતો.
આનંદની લાગણી અનુભવી : તાજેતરમાં જ સરકાર દ્વારા તમામ વિભાગના કર્મચારીઓને CPR તાલીમ આપવાનું આયોજન કર્યું છે, જોકે પોલીસ વિભાગને વર્ષ 2021માં આ તાલીમ આપવામાં આવી હતી, તે તાલીમની મદદથી મુસ્તકમિયાએ એક રાહદારીનો જીવ બચાવ્યો હતો અને મંગળવારે પણ એક રાહદારીનો જીવ બચાવતા આનંદની લાગણી અનુભવી રહ્યા છે.
પોલીસ કર્મચારીઓને આપવામાં આવેલી CPR તાલીમ ખૂબ જ કારગત નીવડી છે અને ટ્રાફિક પોલીસ દ્વારા તે તાલીમની મદદથી એક રાહદારીનો જીવ બચાવ્યો છે. જેના કારણે તેઓને સન્માન પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. સાથે જ પોલીસ દ્વારા કરવામાં આવતી આ જ પ્રકારની કામગીરી તેઓ કરતા રહે તે હેતુથી પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરાયા છે. - નીતા દેસાઈ (DCP, ટ્રાફિક પશ્ચિમ વિભાગ)
જીવ બચાવનાર કર્મીએ શું કહ્યું : મહત્વનું છે કે ટ્રાફિક પોલીસની આ કામગીરી ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂકી હતી, તેવામાં હાલ તો આ પોલીસકર્મીઓની કામગીરીની સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાઈ રહી છે. ત્યારે રાહદારીનો જીવ બચાવનાર મુસ્તાક મિયાંએ જણાવ્યું હતું કે, રાહદારી અમારી પાસે આવ્યો ત્યારે તેને છાતીમાં દુખાવો થતો હોવાથી CPR ની મદદથી તેને સારવાર આપી હતી, જેના કારણે રાહદારી રફીક શેખને છાતીમાં રાહત લાગતા તેને 108 બોલાવી સારવાર માટે મોકલ્યો હતો, CPR તાલીમ ખૂબ જ કામની છે અને બધાએ લેવી જોઈએ.
- Ahmedabad news: અમદાવાદ ટ્રાફિક પોલીસ બની વાહન ચાલક માટે દેવદૂત, છાતીમાં દુખાવો થતા પોલીસે હોસ્પિટલ મોકલી બચાવ્યો જીવ
- Surat News : સુરત પોલીસ અને શિક્ષણ સમિતિની અનોખી પહેલ, ઘર વિહોણા 95 જેટલા બાળકો પાલિકાની સ્કૂલમાં મળશે અક્ષરજ્ઞાન
- Ahmedabad Crime News : 13 માસના બાળકના અપહરણની જાણ થતાં પોલીસનો જીવ તાળવે ચોટ્યા, કેવી રીતે બચાવ્યો જૂઓ