ETV Bharat / state

Ahmedabad Crime News: અમદાવાદમાં ગર્લફ્રેન્ડ બાબતે યુવકનું અપહરણ કરી મોબાઈલની લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓ ઝડપાયા - મોબાઈલની લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓ ઝડપાયા

અમદાવાદમાં ત્રણ યુવકોએ ભેગા મળીને એક યુવકને મળવા બોલાવ્યો હતો. જ્યારે યુવક એકલો મળવા આવ્યો ત્યારે તેને જબરજસ્તી ગાડીમાં બેસાડી દીધો હતો. ત્યારબાદ ગર્લફ્રેન્ડ સાથે સંબંધ રાખી હેરાન કેમ કરે છે કહીં યુવકને ગાડીમાં ખંજર બતાવી મોબાઇલ લૂંટી લીધો હતો.

ahmedabad-three-accused-who-kidnapped-a-young-man-and-robbed-his-mobile-phone-were-caught

author img

By

Published : Jun 18, 2023, 7:50 PM IST

એ.આર ધવન, PI, બોડકદેવ પોલીસ સ્ટેશન

અમદાવાદ: બોડકદેવ વિસ્તારમાંથી એક યુવકનું ત્રણ શખ્સોએ અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી. ત્રણમાંથી એક આરોપીની ગર્લફ્રેન્ડ સાથે યુવક સોશિયલ મીડીયા પર વાત કરતો હોવાની અદાવત રાખી અપહરણ કરી માર મારી મુક્ત કર્યો હતો. મુખ્ય આરોપીની સાથેના અન્ય બે લોકોએ ચેટ કરવા બદલ હાથ કાપી નાખવાની ધમકી આપી ખંજર પણ મારી દીધુ હતું. પોલીસે સમગ્ર મામલે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

ઇન્સ્ટાગ્રામ ચેટ બન્યું વિવાદનું કારણ: ગોતા જગતપુર રોડ ભાવેશ ડાભી નામનો યુવક પત્ની અને પુત્રી સાથે રહે છે અને બેંકમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓ કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે સોનમ (નામ બદલેલ છે) સાથે મિત્રતા થઇ હતી. ઘણા સમયથી ભાવેશ સોનમ સાથે સોશિયલ મિડીયા પર વાતચીત કરતો હતો. આ દરમિયાનમાં શુક્રવારે બપોરે સોનમના મિત્ર જીગર ઝાલૈયાએ ભાવેશને ફોન કરીને જણાવ્યું કે મેં તારી સોનમ સાથેની ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ચેટ જોઇ છે, જે જોતા તમારે બંનેને આડા સંબંધ હોય તેવું લાગે છે. સોનમ મારી ગર્લફ્રેન્ડ છે, જેથી આ બાબતે વાત કરવા મળવું છે.

જાનથી મારવાની ધમકી: સાંજે ભાવેશ થલતેજ મેટ્રો સ્ટેશન પાસે જઇને જીગર ઝાલૈયાને ફોન કરતા તે ગાડી લઇને મળવા આવ્યો હતો. જીગરે આ ભાવેશને પૂછ્યું કે, તારે સોનમ સાથે શું સંબંધ છે, મેં તમારા બંનેની એડલ્ટ ચેટ જોઇ છે. તેવામાં બે શખ્સો આવીને ગાડીમાં બેસી ગયા અને બાદમાં સોનમ સાથે કેમ એડલ્ટ વાત કરે છે, કહીને ભાવેશને માર મારવા લાગ્યા હતા. ભાવેશે પોતાના સોનમ સાથે કોઇ આડા સંબંધ નથી પણ સ્કુલ સમયથી સાથે ભણતા હોવાથી ચેટ કરતા હોવાનું કહેતા જીગરે ગાડી આગળ હંકારી ભાવેશને માર મારતા મારતા ઓગણજ પાસે સીમમાં ઉતારી દઇ ફોન લઇ સીમકાર્ડ ફેંકી દીધા હતા. ત્રણેય શખ્સોએ ફરી ભાવેશને માર મારી હવે સોનમ સાથે ચેટ કરીશ કે વાત કરીશ તો મારી નાખીશું ધમકી આપી હતી.

'યુવકની ફરિયાદ મળતા જ તાત્કાલિક તપાસ કરીને ગુનામાં સામેલ ત્રણેય યુવકોને ઝડપી પાડવામાં આવ્યા છે. સ્ત્રી મિત્ર સાથે વાતચીત કરવા બાબતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ અનેક ગુનામાં પકડાઈ ગયા હોય તેઓને વધુ તપાસ માટેની કામગીરી હાથ ધરાઈ છે.' -એ.આર ધવન, PI, બોડકદેવ પોલીસ સ્ટેશન

ધમકી આપવાનો ગુનો નોંધાયો: બાદમાં થલતેજ તરફ ભાવેશને ત્રણ શખ્સો ગાડીમાં લાવ્યા હતા. બાદમાં ખંજર હાથમાં મારી હાથ કાપી નાખવાની વાત કરી વંદે માતરમ પાસે ભાવેશને ઉતારી ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત ભાવેશ હોસ્પિટલમાં સારવાર કરાવવા પહોંચ્યા ત્યાં બોડકદેવ પોલીસને આ ઘટનાની જાણ કરાતા પોલીસે અપહરણ અને મારામારી તથા ધમકી આપવાનો ગુનો નોંધ્યો હતો. આરોપી જીગર ઝાલૈયા, કરણ મકવાણા અને નેહલ વાળાને ઝાયડસ ચાર રસ્તા પાસેથી ઝડપી લીધા હતા.

ગુનાહિત ઇતિહાસ: આ મામલે ઝડપાયેલા આરોપી જીગર ઝાલૈયા ખેડામાં ખોટી નંબર પ્લેટ લગાવી દારૂનો જથ્થો લઇ આવતા ઝડપાયો હતો. કરણ મકવાણા સોલામાં પ્રોહિબિશનના કેસમાં અને નેહલ વાળા સોલા અને રાણીપમાં મારામારીના ગુનામાં સામેલ હોવાની હકીકત સામે આવી છે.

  1. Vapi Crime: વાપીમાં નેપાળી મહિલાની હત્યા કરનાર હત્યારાને પોલીસે ઝડપી પાડ્યો
  2. Vadodara Crime : અજબડી મિલ પાસેથી યુવકનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકાથી એફએસએલ અને ક્રાઇમ બ્રાન્ચે કેસ હાથમાં લીધો

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.