અમદાવાદ: અમદાવાદ સૌથી મોટી પાર્કિંગ સમસ્યા છે. પરંતુ અમદાવાદ ઓગણજ ખાતે પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દિ મહોત્સવના ઉજવવામાં આવી રહ્યો છે.જેમાં આ નગરનું આયોજક પ્રેરણાદાયક છે.તેવી જ રીતે આ નગરમાં પાર્કિંગ આયોજન અદભુત જોવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો અહિયા આવી રહ્યા છે.તેમ છતાં કોઈ પણ પ્રકારની ટ્રાફિકની સમસ્યા જોવા મળતી નથી.તેનું મુખ્ય કારણ અહીંયાની પાર્કિંગ વ્યવસ્થા જોવા મળી રહી છે. 325 એકરમાં પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ પ્રમુખસ્વામી નગરમાં પ્રકૃતિના વિવિધ શિલ્પોએ ખેંચ્યું આકર્ષણ
વિશાળ વ્યવસ્થાઃ જેમાં 1300થી વધુ બસ,26135 કાર,1250 ટ્રક,13000 ટુ વ્હીલર આમ કુલ મળીને 50000થી વધુ વાહન પાર્કિંગ કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પ્રમૂખ સ્વામી મહારાજ જન્મશતાબ્દી ઉજવવા માટે 1 પહેલાથી તૈયારી શરૂ કરવામાં આવી હતી. ત્યારથી પાર્કિંગ માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે.જેમાં 3 વિભાગમાં કુલ 4000 જેટલાં સ્વયં સેવક સેવા આપી રહ્યા છે.જેથી પાર્કિગમાં કોઈપણ પ્રકારની સમસ્યા ઉદભવે નહી.
3 લાખ વાહનઃ આ નગરમાં એક સાથે 3 લાખ લોકો પાર્કિંગ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.આ પાર્કિંગ માટે એક વર્ષથી શરૂ કરવામાં આવી હતી.આ નગરની બંને બાજુએ કુલ 325 એકર જમીનમાં 65 પાર્કિંગ પ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે.જેમાં 1300થી વધુ બસ,26135 કાર,1250 ટ્રક,13000 ટુ વ્હીલર આમ કુલ મળીને 50000થી વધુ વાહન પાર્કિંગ કરી શકાય તેવી વ્યવસ્થા જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ પ્રમુખ સ્વામીનગરમાં રવિવારે એક જ દિવસમાં 2 લાખ હરિભક્તો આવ્યા
શટલ વ્હિકલની સુવિધાઃ પ્રમૂખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં માત્ર ગુજરાતના જ નહી પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો આવી થયા છે.જે વૃદ્ધ કે અશક્ત હોય તેવા લોકો માટે ઇલેક્ટ્રિક વ્હિકલની સુવિધા ઊભી કરવામાં આવી છે.આ પાર્કિગમાં કુલ 25 ટન પાર્કિંગ લાઈન દોરવા ચૂનો,13000 લાકડાના દંડા અને 3 ટન દોરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.સાથે રાત્રિના સમયે પણ સમસ્યા ન ઉદભવે તે માટે LED સ્ક્રીન પણ લગાવામાં આવી છે. પાર્કિંગમાં ટુ વ્હીલરમાં એક્ટિવા અને બાઈકનું પણ અલગ પાર્કિંગ તૈયાર કરવાં આવ્યું છે. જેથી ભારે ટ્રાફીકમાં પણ પોતાનું વ્હિકલ સરડતાથી મળી રહે સાથે દરેક લાઈન માટે નંબર સાથે ટોકન ટિકિટ પણ આપવામાં આવી રહી છે.