અમદાવાદ : પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા તહેવારો તથા ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને મુસાફરોની ભીડને પહોંચી વળવા રેલવે તંત્ર દ્વારા વધારાની ટ્રેનોની ફાળવણી કરી પ્રવાસ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવે તહેવારોમાં સ્ટેશનો પર જમા થતી વધારાની ભીડને પણ પશ્ચિમ રેલવે દ્વારા નિયંત્રિત કરી તકેદારીના પગલાં ભરવામાં આવશે. આ સંદર્ભે અમદાવાદમાં પશ્ચિમ રેલવે ડીઆરએમ સુધીર શર્માએ વધુ વિગતો આપી હતી.
-
त्योहारी सीजन में अहमदाबाद मण्डल ने स्टेशनों पर भीड़ प्रबंधन के लिए किए कई उपाय।
— DRM Ahmedabad (@drmadiwr) November 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
स्टेशन पर आवश्यक एनाउंसमेंट किए जा रहे हैं तथा सभी मूलभूत सुविधाएं उपलब्ध कराई गई है और यात्रियों की मदद के लिए रेलवे स्टाफ भी मौजूद हैं। #WRFestivalspecial @WesternRly @RailMinIndia pic.twitter.com/DrG9iIY7OZ
">त्योहारी सीजन में अहमदाबाद मण्डल ने स्टेशनों पर भीड़ प्रबंधन के लिए किए कई उपाय।
— DRM Ahmedabad (@drmadiwr) November 16, 2023
स्टेशन पर आवश्यक एनाउंसमेंट किए जा रहे हैं तथा सभी मूलभूत सुविधाएं उपलब्ध कराई गई है और यात्रियों की मदद के लिए रेलवे स्टाफ भी मौजूद हैं। #WRFestivalspecial @WesternRly @RailMinIndia pic.twitter.com/DrG9iIY7OZत्योहारी सीजन में अहमदाबाद मण्डल ने स्टेशनों पर भीड़ प्रबंधन के लिए किए कई उपाय।
— DRM Ahmedabad (@drmadiwr) November 16, 2023
स्टेशन पर आवश्यक एनाउंसमेंट किए जा रहे हैं तथा सभी मूलभूत सुविधाएं उपलब्ध कराई गई है और यात्रियों की मदद के लिए रेलवे स्टाफ भी मौजूद हैं। #WRFestivalspecial @WesternRly @RailMinIndia pic.twitter.com/DrG9iIY7OZ
અમદાવાદથી 15 વિશેષ ટ્રેનો : તહેવારોની સીઝનને ધ્યાને રાખીને અમદાવાદ રેલવે મંડળ દ્વારા સ્ટેશન પર જમા થતી ભીડને પહોંચી વળવા તૈયારી કરી દીધી છે. પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓ માટે અમદાવાદથી 15 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. જેમાં તહેવારોમાં મુસાફરોની અવરજવર વધુ રહેતી હોવાથી ભીડ ઓછી કરવા આરપીએફ અને જીઆરપી કર્મીઓની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
ભીડ નિયંત્રણ પગલાં : આ ઉપરાંત કટોકટીના સમય અને સ્થિતિ પર નજર રાખવા માટે રેલવે અધિકારીઓ 24 કલાક તહેનાત રહેશે.પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળના જુદા જુદા રેલવે સ્ટેશનો પણ તહેવારોની સીઝન દરમ્યાન એકત્રિત થતી ભીડને ધ્યાને રાખી પ્લૅટફૉર્મ અને એફઓબી સહિત રેલ પરિસરમાં યાત્રીઓની ભીડને નિયંત્રિત કરવા અનેક સુરક્ષાલક્ષી પગલાં પણ લેવામાં આવ્યા છે. સાથે આ સ્ટેશનો પર ભીડ નિવારણ માટે વિવિધ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.
સ્પેશિયલ ટ્રેનો દોડાવાઇ : યાત્રીઓને સુવિદ્યા અને માંગ પૂરી પાડવા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિભિન્ન ગંતવ્ય સ્થળો માટે અમદાવાદ મંડળથી 15 જેટલી ફેસ્ટિવલ ટ્રેનોની 45 ટ્રિપ શરૂ કરવામાં આવી છે. જેમાં નવેમ્બર 2023માં અમદાવાદથી પટના, અમદાવાદથી ઓખા, અમદાવાદથી તિરુચિરાપલ્લી, અમદાવાદથી કાનપુર સેન્ટ્રલ, અમદાવાદથી આગ્રા કેન્ટ, ગાંધીધામ - બાંદ્રા ટર્મિનસ, સાબરમતીથી દાનાપૂર, અમદાવાદથી સમસ્તીપુર, અમદાવાદથી પટના, સાબરમતી - દિલ્હી સરાય રોહિલ્લા, અમદાવાદથી કટિહાર, અમદાવાદથી સમસ્તીપુર, અમદાવાદથી દરભંગા, અને અમદાવાદથી બરૌની સ્પેશિયલ ટ્રેનોનો સમાવેશ થાય છે.
અલગથી 139 કોચ લગાવાયાં : આ ઉપરાંત 5 અન્ય ડબલ ટ્રેનોમાં અલગથી 139 કોચ પણ લગાડવામાં આવ્યા છે. આ સાથે અમદાવાદમાં ત્રણ, સાબરમતીમાં બે, ગાંધીધામ અને અસારવા સ્ટેશનોમાં એક એક વધારાના યુટીએસ કાઉન્ટર ખોલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાવાની છે ત્યારે મેચને લઈને ટ્રેનોમાં સ્પેશિયલ કોચ પણ મૂકવામાં આવ્યા છે.