ETV Bharat / state

Ahmedabad Crime News : પર્સ સ્નેચિંગના ગુનાના બે આરોપી ઝડપાતા ખુલ્યો ગુનાહિત ઈતિહાસ - Ahmedabad police

અમદાવાદ પોલીસ ગુનાહિત પ્રવૃત્તિને રોકવા ઉપરાંત ગુનાઓનો ભેદ ઉકેલવામાં ઉમદા કામગીરી કરે છે. ત્યારે મણિનગર પોલીસે પર્સ સ્નેચિંગના ગુનાના બે શખ્સોને ઝડપી પાડ્યા હતાં. આ સાથે પોલીસને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગે પણ જાણકારી મળી હતી.

Ahmedabad Crime News : પર્સ સ્નેચિંગના ગુનાના બે આરોપી ઝડપાયા તો ખુલ્યો ગુનાહિત ઈતિહાસ

author img

By

Published : Jul 6, 2023, 6:42 PM IST

અમદાવાદ : શહેરમાં અવારનવાર ચીલઝડપના કિસ્સાઓ બનતા હોય છે. પરંતુ આવા કિસ્સામાં આરોપી ચોરીના માલને સગેવગે કરી દેતા હોય છે. આથી આરોપી અથવા ચોરીનો મુદ્દામાલ ફરી મળતો નથી. ત્યારે મણીનગર તેમજ કાલુપુર વિસ્તારમાં પર્સ સ્નેચિંગના ગુનામાં સામેલ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓની તપાસ કરતા તે અગાઉ ડ્રગ્સના ગુનામાં પણ ઝડપાઈ ચુક્યો હોવાનું સામે આવ્યું છે. સીસીટીવી ફૂટેજ અને અન્ય બાબતોના આધારે આ ગુનામાં સામેલ આરોપીઓની મણિનગર પોલીસે ધરપકડ કરી છે.

ટેકનીકલ સોર્સની મદદ : મણીનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે પર્સ સ્નેચિંગના ગુનામાં સામેલ બે આરોપીઓની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે પર્સ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. એક વ્યક્તિ ઓટો રીક્ષામાં બેસીને જતો હતો. ત્યારે તેના ખોળામાં રાખેલું પર્સ ખેંચીને બે શખ્સો ફરાર થઈ ગયા હતા. જે પર્સમાં મોબાઈલ, 4 સોનાની વીંટી તેમજ 7 હજાર રોકડ રકમ હતી. આ અંગે તપાસ કરતા મણિનગર પોલીસે વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તેમજ અન્ય ટેક્નીકલ સોર્સની મદદ લીધી હતી. મણીનગર પોલીસ ટીમે પર્સ સ્નેચિંગનો ગુનો આચરનાર બે આરોપીઓની ધરપકડ કરી છે.

આ મામલે ઝડપાયેલ આરોપી ઈસરાઈલ રંગરેજ વર્ષ 2019માં નાર્કોટિક્સના કેસમાં ઝડપાયો છે. ઉપરાંત સોયેબ રંગરેજ બે મહિના પહેલા નારોલમાં મોબાઈલ સ્નેચિંગના ગુનામાં ઝડપાયો છે. હાલ આરોપીની વધુ તપાસ હાથ ધરાઈ છે.-- ડી.પી. ઉનડકટ (PI, મણીનગર પોલીસ સ્ટેશન)

ગુનાહિત ઈતિહાસ : આ મામલે મણિનગર પોલીસે ઈસરાઈલ ઉર્ફે સોયેબ ઉર્ફે તોતુ રંગરેજ તેમજ સોયેબ ઉર્ફે મામા રંગરેજ નામનાં દાણીલીમડાના બે યુવકોની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે મોબાઇલ ફોન તેમજ ગુનામાં વપરાયેલ મોટર સાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની તપાસ કરતા મણીનગર અને કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના આરોપીઓએ કર્યા હોવાની હકીકત સામે આવી છે.

  1. Ahmedabad Crime: સ્ટંટબાજીમાં સંડોવાયેલ વધુ એકની ધરપકડ, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું
  2. Ahmedabad Crime : ફી પાછી આપી દે નહીંતર બાળકને કિડનેપ, પત્ની-સાળી પર દુષ્કર્મ ગુજારીશું, નરોડામાં વકીલને ધમકી મળતા ફરિયાદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.