ETV Bharat / state

કડી સ્વામિનારાયણ મંદિર શાકોત્સવની ભવ્ય ઉજવણી, હરિભક્તોએ માણ્યો અનોખો સ્વાદ - Shakotsav

સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું આગવું મહત્ત્વ છે. જ્યાં જ્યાં સ્વામિનારાયણ મંદિર છે ત્યાં ત્યાં શિયાળાની સીઝનમાં ઘીમાં બનાવેલું રીંગણનું શાક, રોટલા, માખણ અને ગોળ સાથે અનોખો ઉત્સવ મનાવવામાં આવે છે.

કડી સ્વામિનારાયણ મંદિર શાકોત્સવની ભવ્ય ઉજવણી, હરિભક્તોએ માણ્યો અનોખો સ્વાદ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2023, 3:37 PM IST

અનોખો ઉત્સવ

અમદાવાદ : જેમ જુદા-જુદા ઉત્સવ ઊજવાય છે એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષરૂપે શાકોત્સવનું આગવું મહત્ત્વ છે. 202 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના લોયા ગામે શ્રી સ્વામિનારાયણ ભગવાને જાતે 18 મણ ઘીનો વઘાર કરીને 60 મણ રીંગણાનું શાક બનાવ્યું હતું અને એ સમયથી શરૂ થયેલી શાકોત્સવની પરંપરા આજે પણ ચાલી રહી છે.

શાકોત્સવની પરંપરા કેવી રીતે પડી : ગુજરાત કે ભારતમાં જ નહીં, સાત સમંદર પાર પણ શિયાળાની સીઝનમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવની સોડમ પ્રસરેલી છે. ઘીમાં બનાવેલું રીંગણાનું શાક, બાજરી કે મકાઈના રોટલા, માખણ, ગોળ અને મીઠાઈની સાથે શાકોત્સવની મીઠાશનો સ્વાદ જ કંઈક ઓર બની રહે છે. ભગવાન સ્વામિનારાયણે શાકોત્સવ કરીને લોકદૃષ્ટિથી રીંગણને ગળે વળગાડીને એને અમર કરી દીધું. એ સમયે તેમણે રીંગણાનું શાક બનાવીને સંતો તેમ જ હરિભક્તોને ખૂબ જ પીરસ્યું હતું. નિત્યાનંદ સ્વામી પાસે લાડુ બનાવડાવ્યાં હતાં અને એ પણ પીરસ્યા હતાં.

સંતોની ઉપસ્થિતિ : મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞામાં સંપ્રદાયના સંતો તથા દેશવિદેશના અસંખ્ય હરિભક્તોની ઉપસ્થિતિમાં ભવ્યતા અને દિવ્યતા સભર શાકોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

યુવા ભકતોએ કીર્તન સ્તવન કર્યાં : સંતોએ અને સત્સંગી હરિભક્તોએ શ્રી સ્વામિનારાયણ મંદિર, કડી ( બહેનોનું )ના મુખ્ય પ્રવેશદ્વારથી મનોરમ્ય રથમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરી, રથને ખેંચતાં - ઓચ્છવ કરતાં કરતાં, વિવિધ શાક અને ફળોથી સજાવટ કરેલા સ્ટેજ પાસે સ્વામીબાપાને પધરાવ્યા હતાં. યુવા ભકતોએ કીર્તન સ્તવન કરી અને પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. જ્યારે ગુરુપ્રિયદાસજી સ્વામીએ શાકોત્સવ પર્વનો ઈતિહાસ વગેરે અધ્યાત્મસભર મહિમાગાન કર્યું હતું. તો વળી, શાકોત્સવના આનંદદાયી અવસરે સૌ ભકતો ઉત્સવ રમી, આરતી ઉતારી અને પરમ ઉલ્લાસભેર ભક્તિભાવથી ઉજવણી કરી હતી. અને અંતમાં મહાપ્રસાદ ગ્રહણ કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.

  1. Shakotsav: સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન, 20 હજાર હરિભક્તોએ લીઘો લાભ
  2. શિયાળામાં સ્વામિનારાયણ ભગવાને માણી લીલા શાકભાજીની મોજ, શ્રદ્ધાળુઓ ઉમટ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.