અમદાવાદ : ગુજરાત આમ આદમી પાર્ટીમાં વધુ એક મોટું ગાબડું પાડવા કોંગ્રેસ સફળ રહી હતી. જેમાં આમ આદમી પાર્ટીના વધુ 75 વધુ વિવિધ નેતાઓ તેમજ કાર્યકર્તાઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહની હાજરીમાં કોંગ્રેસનો કેસ ધારણ કર્યો હતો. જેમાં આમ આદમી પાર્ટીના મહિલા પ્રધાન રમીલાબેન ડાભી પણ વિધિવત રીતે આજે કોંગ્રેસમાં જોડાયા છે.
નવા કોંગ્રેસ પ્રમુખની સફળતા : લોકસભા 2024ની ચૂંટણી પહેલા તમામ રાજકીય પાર્ટી પોતાના પક્ષને મજબૂત કરવા માટે અન્ય પાર્ટીના નેતાઓને જોડતોડનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. ગુજરાત કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા માટે શક્તિસિંહ ગોહિલને નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતમાં જ આમ આદમી પાર્ટી પોતાની મજબૂત દાવો નોંધાવી શકે તે પહેલાં જ કોંગ્રેસ તેમાં ગાબડું પાડવામાં સફળ રહી છે. અત્યાર સુધી આમ આદમી પાર્ટીના 150થી પણ વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે.
ગુજરાતમાં ભાજપે ગુજરાતને બરબાદ કર્યું છે. ત્યારે ગુજરાતને બચાવવા માટે આમ આદમી પાર્ટીમાંથી કૉંગ્રેસ જોડાઈ રહ્યા છે તેમનું સ્વાગત છે. દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે છે. તેમ આમ આદમી પાર્ટીમાંથી આવી કોંંગ્રેસમાં પણ મીઠાશ વધશે.ગુજરાતના હિતમાં લડાઈ લડવા માટે આપણે આગળ આવવું પડશે. સરકાર બેરોજગારી મોંઘવારી સામે બોલવા તૈયાર નથી થતા નથી. હાલ મુઠ્ઠીભર લોકો જ સુખી થઈ રહ્યા છે. જેના થકી ગુજરાત વિકાસ મેળવવાની છે...શક્તિસિંહ ગોહિલ(કોંગ્રેસ પ્રમુખ)
અમદાવાદ એકમને ખોટ પડશે : આમ આદમી પાર્ટીમાંથી અંદાજિત 75થી વધુ નેતાઓ તેમજ કાર્યકર્તાઓ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહની આગેવાનીમાં જોડાયા હતાં. જેમાં આમ આદમી પાર્ટીના પૂર્વ ગાંધીનગર શહેરના પ્રભારી હરેશ કોઠારી, ઘાટલોડિયા વિધાનસભાના પૂર્વ પ્રભારી રાજેશ કોઠારી, ઝાહીદ શેખ, જમાલપુર સંગઠન પ્રમુખ અયાઝ અહેમદ, અમિત ઓઝા, હેમંત પટેલ, ઉમેશ પ્રજાપતિ,અમદાવાદ શહેરના ઓબીસી પ્રમુખ નરેશ પંચાલ, જૈમીન પ્રજાપતિ, કૃણાલ ઠક્કર અને આમ આદમી પાર્ટીના મહિલા વિંગના પ્રમુખ રમીલાબેન ડાભી આમ આદમી પાર્ટી છોડીને આજે કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા છે.
એક મહિનામાં 150થી વધુ કોંંગ્રેસમાં જોડાયાં : ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં 150 થી વધુ કાર્યકર્તા હોય આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો છે. જેમાં જિલ્લા લેવલે અને તાલુકા લેવલે પણ પ્રમુખપદ કે અન્ય જવાબદારી જવાબદારી સંભાળતા કાર્યકર્તાઓએ પણ આમ આદમી પાર્ટીનું ઝાડુ છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. જેમાં આ આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેર પૂર્વ શહેર પ્રમુખ મનોજ ભૂપતાણી, અમદાવાદ શહેર પ્રમુખ રમેશ વોરા, અમદાવાદ શહેર સેક્રેટરી એલ.કે. પારઘી અને લોકસભાના પુર્વ પ્રભારી અજય ચોબે આપેલા આમ આદમી પાર્ટીનો સાથ છોડ્યો હતો. ત્યારે આજે મહિલા સંગઠનમંત્રી રમીલાબેન ડાભીએ પણ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા છે.