ETV Bharat / state

Ahmedabad News : યુવરાજસિંહ જાડેજાની ધરપકડ મુદ્દે બચાવમાં ઊતરી આમ આદમી પાર્ટી, વિરોધ સાથે આવી કરી માગણી - યુવરાજસિંહ જાડેજાની ધરપકડ મુદ્દે બચાવ

ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આજ તમામ તાલુકા અને જિલ્લા કક્ષાએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના સપોર્ટ તેમજ યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી તપાસ કરવામાં આવી રહી છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરીને અમદાવાદ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. સાથે જ પોતાની માગણી પણ રજૂ કરી હતી.

Ahmedabad News : યુવરાજસિંહ જાડેજાની ધરપકડ મુદ્દે બચાવમાં ઊતરી આમ આદમી પાર્ટી, વિરોધ સાથે આવી કરી માગણી

author img

By

Published : Apr 24, 2023, 3:50 PM IST

અમદાવાદ કલેક્ટરને આવેદન

અમદાવાદ : થોડા દિવસોથી ગુજરાતમાં સરકારી ભરતીમાં પેપર કૌભાંડો બહાર પાડનાર વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જે પ્રમાણે ડમી વિદ્યાર્થીઓનું કૌભાંડ બહાર પાડવામાં આવ્યું ત્યારબાદ તેમની ઉપર લાખો રૂપિયાની લેવડદેવડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેને લઈને પોલીસ દ્વારા પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે. યુવરાજસિંહના સાળા પાસે પણ પૈસા મળી આવતા પોલીસે યુવરાજસિંહ ઉપર અલગ અલગ કેસ દાખલ કરીને કાર્યવાહી કરી છે. જેને લઈને ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં ભારે વિરોધ કરીને કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.

કૌભાંડ બહાર લાવનારને સજા : આમ આદમી પાર્ટીના અમદાવાદ જિલ્લા પ્રમુખ કિરણ પટેલે જણાવ્યું હતું કે ભાવનગરમાં ડમી ઉમેદવારનો પર્દાફાશ યુવરાજસિંહ જાડેજાએ કર્યો હતો. ભાજપ સરકાર દ્વારા જે વ્યક્તિએ રાજ્યના યુવાનો સાથે રહીને કૌભાંડીઓ નામ સામે આવ્યાં છે તેમને સજા કરવાને બદલે કૌભાંડ ખુલ્લું પાડનારને સજા કરવામાં આવી રહી છે. જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આજે અમદાવાદ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો AAP Leader Yuvraj Sinh: યુવરાજસિંહનો મોટો ધડાકો, જીતુ વાઘાણી પણ આ કૌભાંડમાં સામેલ

યુવરાજસિંહે સરકારની મદદ કરી હતી : વધુમાં તેમણે જણાવ્યું હતું કે કૌભાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહ જાડેજાને ફસાવવા માટે પૈસાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને પણ અમે વિરોધ કરી રહ્યા છીએ. ગુજરાત સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં અનેક વખત નિષ્ફળ રહી છે. અનેક પેપરો ફૂટે અને પરીક્ષા રદ કરવી પડી હતી. તે સમય રાજ્ય સરકાર ચિંતા જનક સ્થિતિમાં મુકાઈ હતી. યુવરાજસિંહ જાડેજાએ પેપર કૌભાંડના પુરાવા જાહેર કર્યા હતા. તેનાથી જ ગુનેગારો સુધી પહોંચવાડવામાં યુવરાજસિંહ મહત્વની ભૂમિકા પછી હતી. પરંતુ સરકારે નાની માછલી પકડીને મોટા મગરમચ્છોને પકડી શકી નથી.

સરકારે બહુમાન આપવું જોઈએ : વધુમાં સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રાજ્યના યુવાનો જીવનદાન આપવા અને તેમની આશા ટકાવી રાખવા બદલ સરકારે યુવરાજસિંહ બહુમાન આપવું જોઈએ. તેને બદલે સરકાર દ્વારા યુવરાજસિંહ જાડેજાને આરોપી બનાવી તેમના ઉપર ગુનો દાખલ કરીને ધરપકડ સાથે રિમાન્ડ પણ માગવામાં આવી રહ્યા છે. આ કૌભાંડમાં મોટા માથા અત્યાર સુધી પેપર લીક ડમી કાંડ અને બોગસ ભરતીમાં પણ સંકળાયેલા હોય તેમ છતાં પણ કાર્યવાહી કરવામાં આવતી કેમ નથી.

આ પણ વાંચો Surat AAP: ભાજપ સામ-દામ દંડ કરીને આમ આદમી પાર્ટીને પક્ષ તરીકે હટાવવા માગે છે

આપની માંગણી : અમદાવાદ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર પાસે માંગણી મૂકવામાં આવી હતી કે યુવરાજસિંહ પર કરવામાં આવેલ તમામ કેસ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે. આ ઉપરાંત સમગ્ર ડમી ઉમેદવાર કાંડની પોલીસને બદલે હાઇકોર્ટ અથવા નિવૃત્ત સુપ્રીમ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એસઆઇટીની રચના કરીને તપાસ કરવામાં આવવી જોઈએ. તમામ પેપર લીક ડમી ભરતી ડમી પ્રમાણપત્ર સહિતની તમામ યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરતી બાબતો માટે સ્પેશિયલ કોર્ટમાં ઝડપી કેસ ચલાવીને તટસ્થ તેમજ યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.