અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના તમામ મોટા 30થી વધુ લોકો જ્યાં કામ કરતા હોય તેવા એકમો, કચેરીઓ તેમજ સંસ્થાઓના સંચાલકોએ એક કોવિડ કો -ઓર્ડિનેટરની નિમણુંતી કરવી પડશે.
AMCએ અમદાવાદની PSP કોલોનીને 1 કરોડનો દંડ ભરવાની શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે. PSPના 277 મજૂરો AMCના ચેકિંગમાં કોરોના પોઝિટિવ મળ્યા હતા. તેમણે કોવિડ કો-ઓર્ડિનેટર ન નિમવા બદલ શોકોઝ નોટિસ ફટકારી છે. PSP દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ભંગ કરાયો હતો. 3 દિવસમાં શોકોઝ નોટિસનો જવાબ રજૂ કરવા આદેશ પણ કરવામાં આવ્યો છે.
AMC દ્વારા અગાઉ 30થી વધુ કર્મચારીઓ હોય તેવી ઓફિસો, એકમો અને સંસ્થાઓમાં એક કોવિડ કો-ઓર્ડીનેટર રાખવા આદેશ કર્યા હતા. ત્યારે AMCએ હવે સોસાયટી અને કોલોનીમાં કો-ઓર્ડિનેટર રાખવા નિર્ણય કર્યો છે.
આ અંગે AMCએ જણાવ્યું હતું કે, કોવિડ કો-ઓર્ડીનેટરે નિયમોનું પાલન કરવાનું રહેશે. માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાંથી રહેવાસીઓ ઇમરજન્સી વગર બહાર નહીં આવી શકે. હોમ ક્વોરન્ટાઇનમાં 14 દિવસ મેડિકલ ઇમરજન્સી વગર બહાર નહીં નિકળી શકાય.
કોવિડના નિયમનો ભંગ કરવામાં આવશે, તો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. કોવિડ કો-ઓર્ડિનેટરે ફરજિયાત રાખવા પડશે. આ કો-ઓર્ડીનેટરની ઓફિસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઇડલાનનું પાલન કરાવવાની જવાબદારી રહેશે.