ETV Bharat / state

Ahmedabad Accident: ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે પોલીસે આરોપીને સાથે લઈને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું, કુલ 7 લોકોની ધરપકડ

author img

By

Published : Jul 20, 2023, 10:40 PM IST

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 9 લોકોની જિંદગી છિનવાઈ ગઈ છે. પોલીસ દ્વારા આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. મોડી સાંજે અમદાવાદ પોલીસ તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને અકસ્માતની ઘટના સ્થળ પર લઈ પહોંચી હતી. જ્યાં ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.

Etv Bharat
Etv Bharat

અમદાવાદ પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું

અમદાવાદ: ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ફુલ સ્પીડમાં આવતી જેગુઆરની ટક્કક મારતાં 9 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. પોલીસે અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 3 યુવતી સહિત 5ની અટકાયત કરી હતી. મોડી સાંજે અમદાવાદ પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.

આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 7 લોકોની ધરપકડ

ઘટનાનું રિકન્સ્ટ્રકશન: આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાનું મોત થયું છે. રાજપથ ક્લબ તરફ જતી કારે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા. એસજી હાઇવે પર આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ઘટના સ્થળ ઇસ્કોન બ્રિજ હોવાથી એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. પોલીસે FSLની ટીમ સાથે સમગ્ર ઘટનાનો ત્યાગ મેળવ્યો હતો.

" આરોપીના ચહેરાના હાવભાવ અને બોલી પરથી લાગતું નથી કે તેને ઘટનાનો અફસોસ હોય. તેને 9 લોકોના મરવાનો અફસોસ લાગતો નથી. જરૂર પડે ઘટના સમયે આરોપીની કારમાં હાજર તેના સથીઓને સાક્ષી બનાવાશે. આરોપીના બ્લડ ટેસ્ટ સહિતનો રિપોર્ટ આવવાનો બાકી છે. જેથી તેને નશીલા પદાર્થનું સેવન કર્યું છે કે કેમ તે જાણી શકાશે." - નિતા દેસાઈ, DCP, ટ્રાફિક પશ્ચિમ, અમદાવાદ

કુલ 7 લોકોની ધરપકડ: આ ઘટના સમયે કારની સ્પીડ તેમજ અન્ય પુરાવાઓ એકત્ર કરવા માટે ફોરેન્સિક સાયન્સ ટિમ દ્વારા ઘટના સ્થળ પરથી નમૂનાઓ લઈને કારનું પરીક્ષણ કરવામા આવ્યું હતું. જેનો રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે. આ સમગ્ર કેસમાં ગુનામાં સામેલ 7 લોકોની ધરપકડ કરી છે. જેમાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ અને તેની સાથે કારમાં સવાર યુવક યુવતીઓની અટકાયત કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

ભુપેન્દ્ર પટેલે હાઈકમિટીની બેઠક બોલાવી: અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર થયેલ અકસ્માત મામલે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે હાઈકમિટીની બેઠક બોલાવી હતી. બેઠક બાદ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે પરિવારજનોને તાત્કાલિક ધોરણે ન્યાય અને ગાડીઓ સ્પીડને કેમ કંટ્રોલમાં લાવી શકાય તે બાબતની ચર્ચાઓ કરવામાં આવી છે.

  1. Ahmedabad Fatal Accident: ઇસ્કોન બ્રિજ અકસ્માતને લઈને અમદાવાદીઓનો ભારે રોષ, વૈભવી ગાડીના ચાલકો મધ્યમ વર્ગના લોકોને કચડી નાખતા હોવાનો આક્ષેપ
  2. Ahmedabad Fatal Accident: અકસ્માતની તપાસમાં ગયેલા બે પોલીસ જવાનોને અકસ્માતમાં મળ્યું મોત, જાણો સમગ્ર ઘટનાક્રમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.