ETV Bharat / state

ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક હોવા છતાં મંદીના કારણે મૂર્તિના વેંચાણમાં મંદી

author img

By

Published : Aug 29, 2019, 10:12 AM IST

અમદાવાદઃ આગામી સોમવારે દેશભરમાં ગણેશ ચતુર્થી તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. ગણેશ ચતુર્થી નિમિત્તે દેશભરમાં ભગવાન ગણેશની મૂર્તિઓની માગ વધે છે. ત્યારે અમદાવાદ શહેરના ગુલબાઇ ટેકરા વિસ્તારમાં રહેતા મૂર્તિકારો ફક્ત મૂર્તિઓ બનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે આ વર્ષે મોંઘવારીની મારને કારણે હજુ સુધી મૂર્તિના વેંચાણમાં ઘસારો થયો નથી જેના કારણે મૂર્તિકારો પરેશાન થયા છે.

ગણેશ ચતુર્થીના તહેવાર નજીકમાં હોવા છતાં મંદીના કારણે મૂર્તિના વેચાણમાં મંદી

ગણેશ ચતુર્થીનો તહેવાર આવતાની સાથે જ દેશભરમાં ભગવાન ગણેશની મૂર્તિઓની માગ વધી છે, જેના કારણે અમદાવાદ શહેરના ગુલબાઇ ટેકરા વિસ્તારમાં રહેતા મૂર્તિકારો કે જેઓ ફક્ત મૂર્તિઓ બનાવે છે અને ગણેશ ચતુર્થીના તહેવાર નિમિત્તે મૂર્તિઓનું વેચાણ કરે છે, ત્યારે આ વર્ષે મોંઘવારીની મારને કારણે મૂર્તિઓના વેંચાણમાં ઘટાડો નોંધાયો છે. ગણેશ ચતુર્થીને ચાર પાંચ દિવસનો સમય બાકી છે. ત્યારે આગામી દિવસોમાં મૂર્તિઓના વેચાણમાં વધારો થશે તેવી મૂર્તિકારો આશા વ્યક્ત કરી રહ્યા છે.

ગણેશ ચતુર્થીના તહેવાર નજીકમાં હોવા છતાં મંદીના કારણે મૂર્તિના વેચાણમાં મંદી
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુલબાઈ ટેકરાના મૂર્તિકારો દ્વારા ભગવાન ગણેશની અનેક મૂર્તિઓ બનાવવામાં આવી છે અને ૧૫ હજારથી વધુ લોકો મૂર્તિઓના આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમનો સંપૂર્ણ આધાર મૂર્તિઓના વેચાણ પર રહેલો છે, ત્યારે આશા રાખી રહ્યા છે કે આગામી સમયમાં મૂર્તિઓના વેચાણમાં વધારો થશે.આ વર્ષે સરકાર દ્વારા ગણેશજીની મૂર્તિની મર્યાદા નવ ફૂટની રાખવામાં આવી છે, જેના કારણે ટેકરાના મૂર્તિકારો એ આ વર્ષે આઠ ફૂટની મહત્તમ ઉંચાઇવાળી મુર્તિ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા ગુલબાઈ ટેકરાના મૂર્તિકારોના સ્થાનિક આગેવાન પરેશ મારવાડીએ જણાવ્યું હતું કે ગુલબાઈ ટેકરાના દરેક મૂર્તિકારો ગણેશ ચતુર્થીના આ તહેવારની રાહ જોતા હોય છે. કારણકે તેમનો સંપૂર્ણ આધાર મૂર્તિઓના વેંચાણ પર જ હોય છે. આ વર્ષે સરકાર દ્વારા પણ મૂર્તિકારોને સહાય કરવામાં આવી છે અને ગંદકી ન થાય તથા દબાણ નહીં થાય તેના માટે ખાસ સૂચના પણ આપવામાં આવી છે અને દરેક મૂર્તિકારો તેની કાળજી પણ લઇ રહ્યા છે. આ વર્ષે હજુ સુધી મૂર્તિઓના વેંચાણમાં ઘસારો જોવા મળ્યો નથી તેથી આશા રાખવામાં આવે છે કે આગામી ચાર-પાંચ દિવસોમાં ગણેશ ચતુર્થી સુધી વેચાણમાં વધારો થાય અને મૂર્તિકારો અને તેમને યોગ્ય વળતર મળે.વર્ષોથી મૂર્તિકાર તરીકે કામ કરતા મગનભાઈ પરમાર ETV BHARAT સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તેમનો સંપૂર્ણ પરિવારને મૂર્તિઓના બિઝનેસ સાથે સંકળાયેલો છે અને આ વર્ષે મોંઘવારીના મારને કારણે લોકોમાં મૂર્તિ ખરીદવાનો ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. આગામી ચાર-પાંચ દિવસમાં મૂર્તિના વેંચાણમાં વધારો થશે તેવી આશા રાખી રહ્યા છે.તેમણે વધુમાં મૂર્તિને કઈ રીતે બનાવવામાં આવે છે, કેવી રીતે કલર કરવામાં આવે છે, ડિઝાઇન કેવી રીતે બનાવવામાં આવે છે જેની સંપૂર્ણ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે વર્ષ દરમિયાન અને ખાસ કરીને હોળીના તહેવાર બાદ દરેક મૂર્તિકારો ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દે છે અને ધીરે-ધીરે ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક આવતાની સાથે જ દરેક મૂર્તિઓ તૈયાર કરી દેવામાં આવે છે અને દર વર્ષે સારા પ્રમાણમાં મૂર્તિઓનું વેંચાણ થાય છે, પરંતુ આ વર્ષે મોંઘવારીના મારને કારણે ઘસારો ઓછો જોવા મળી રહ્યો છે.આગામી 2 ઓક્ટોબર અને સોમવારે ગણેશ ચતુર્થી તહેવાર દેશભરમાં ઉજવવામાં આવશે. ત્યારે દસ દિવસ ગણપતિબાપા બિરાજમાન થશે જેને ધ્યાને લઇને અમદાવાદના ગુલબાઇ ટેકરા વિસ્તારમાં મૂર્તિકારો આશા રાખી રહ્યા છે કે મૂર્તિઓનું વેંચાણ સારુ થાય અને તેમને તેમની કારીગરી પ્રમાણે યોગ્ય વળતર મળે તથા તહેવારની ઉજવણી પણ સારી રીતે થાય.કેમેરામેન મુકેશ ડોડીયા સાથે સ્મિત ચૌહાણ, ETV BHARAT, અમદાવાદ

Intro:નોંધ: સ્પેશિયલ સ્ટોરી છે, ગણેશ ચતુર્થી નિમિતે, બાયલાઈન આપવા વિનંતી

વિઝ્યુઅલ એફટીપી કર્યા છે અને વીડિયો એડિટ કરી મોકલ્યો છે.

અમદાવાદ- આગામી સોમવારે દેશભરમાં ગણેશ ચતુર્થી તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. ગણેશ ચતુર્થી નિમિત્તે દેશભરમાં ભગવાન ગણેશની મૂર્તિઓની માંગ વધે છે ત્યારે અમદાવાદ શહેરના ગુલબાઇ ટેકરા વિસ્તારમાં રહેતા મૂર્તિકારો ફક્ત મૂર્તિઓ બનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે આ વર્ષે મોંઘવારીની માર ને કારણે હજી સુધી મૂર્તિના વેચાણમાં ઘસારો નું નથી જેના કારણે મૂર્તિકારો પરેશાન થયા છે

Body:ગણેશ ચતુર્થીનો તહેવાર આવતાની સાથે જ દેશભરમાં ભગવાન ગણેશની મૂર્તિઓ ની માંગ વધે છે જેના કારણે અમદાવાદ શહેરના ગુલબાઇ ટેકરા વિસ્તારમાં રહેતા મૂર્તિકારો કે જેઓ ફક્ત મૂર્તિઓ બનાવે છે અને ગણેશ ચતુર્થી ના તહેવાર નિમિત્તે છે તેમના આજે કા સમાના મૂર્તિઓનું વેચાણ થાય છે ત્યારે આ વર્ષે મોંઘવારીની માર ને કારણે મૂર્તિઓના વેચાણમાં ઘટાડો નોંધાયો છે ગણેશ ચતુર્થી ને ચાર પાંચ દિવસનો સમય બાકી છે ત્યારે આગામી દિવસોમાં મૂર્તિઓના વેચાણમાં વધારો થશે તેવી મૂર્તિકારો આશા વ્યક્ત કરી રહ્યા છે

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુલબાઈ ટેકરા ના મૂર્તિકારો દ્વારા ભગવાન ગણેશની અનેક મૂર્તિઓ બનાવવામાં આવી છે અને ૧૫ હજારથી વધુ લોકો મૂર્તિઓના આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમનો સંપૂર્ણ આધાર મૂર્તિઓના વેચાણ પર રહેલો છે ત્યારે આશા રાખી રહ્યા છે કે આગામી સમયમાં મૂર્તિઓના વેચાણમાં વધારો થશે.

આ વર્ષે સરકાર દ્વારા ગણેશજીની મૂર્તિ ની મર્યાદા નવ ફૂટની રાખવામાં આવી છે જેના કારણે ટેકરાના મૂર્તિકારો એ આ વર્ષે આઠ ફૂટની મહત્તમ ઉંચાઇ વાળી મુર્તિ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગે ભારત સાથે ખાસ વાતચીત કરતા ગુલબાઈ ટેકરા ના મૂર્તિકારો ના સ્થાનિક લેટર પરેશ મારવાડીએ જણાવ્યું હતું કે ગુલબાઈ ટેકરા ના દરેક મૂર્તિકારો ગણેશ ચતુર્થીના આ તહેવાર ની રાહ જોતા હોય છે કારણકે તેમનો સંપૂર્ણ આધાર મૂર્તિઓના વેચાણ પર જ હોય છે. આ વર્ષે સરકાર દ્વારા પણ મૂર્તિકારો ને સહાય કરવામાં આવી છે અને ગંદકી ન થાય તથા દબાણ નહીં થાય તેના માટે ખાસ સૂચના પણ આપવામાં આવી છે અને દરેક મૂર્તિકારો અને કાળજી પણ લઇ રહ્યા છે. આ વર્ષે હજુ સુધી મૂર્તિઓના વેચાણમાં ઘસારો જોવા મળ્યો નથી તેથી આશા રાખવામાં આવે છે કે આગામી ચાર-પાંચ દિવસોમાં ગણેશ ચતુર્થી સુધી વેચાણમાં વધારો થાય અને મૂર્તિકારો અને તેમને યોગ્ય વળતર મળે

વર્ષોથી મૂર્તિકાર તરીકે કામ કરતા મગનભાઈ પરમાર etv ભારત સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તેમનો સંપૂર્ણ પરિવારને મૂર્તિઓના બિઝનેસ સાથે સંકળાયેલો છે અને આ વર્ષે મોંઘવારીના માર ને કારણે લોકોમાં મૂર્તિ ખરીદવા નો ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે આગામી ચાર-પાંચ દિવસમાં મૂર્તિના વેચાણમાં વધારો થશે તેવી આશા અમે રાખી રહ્યા છીએ

તેમણે વધુમાં મૂર્તિ ને કઈ રીતે બનાવવામાં આવે છે કેવી રીતે કલર કરવામાં આવે છે ડિઝાઇન કેવી રીતે બનાવવામાં આવે છે સંપૂર્ણ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આખું વર્ષ દરમિયાન અને ખાસ કરીને હોળીના તહેવાર બાદ દરેક મૂર્તિકારો ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દે છે અને ધીરે-ધીરે ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક આવતાની સાથે જ દરેક મૂર્તિઓ તૈયાર કરી દેવામાં આવે છે અને દર વર્ષે સારા પ્રમાણમાં મૂર્તિઓનું વેચાણ થાય છે પરંતુ આ વર્ષે મોંઘવારીના માર ને કારણે ઘસારો ઓછો જોવા મળી રહ્યો છે.

આગામી 2 ઓક્ટોબર અને સોમવારે ગણેશ ચતુર્થી તહેવાર દેશભરમાં ઉજવવામાં આવશે ત્યારે દસ દિવસ ગણપતિબાપા બિરાજમાન થશે ત્યારે અમદાવાદના ગુલબાઇ ટેકરા વિસ્તારમાં મૂર્તિકારો આશા રાખી રહ્યા છે કે મૂર્તિઓનું વેચાણ સારું થાય અને તેમને તેમની કારીગરી પ્રમાણે યોગ્ય વળતર મળે તથા તહેવારની ઉજવણી પણ સારી રીતે થાય.

Conclusion:કેમેરામેન મુકેશ ડોડીયા સાથે સ્મિત ચૌહાણ નો ખાસ રિપોર્ટ ઇટીવી ભારત અમદાવાદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.