અમદાવાદઃ જિલ્લામાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં ગૃહપ્રધાને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી પેટ્રોલિંગમાં આવ્યા હતા. જે બાદ પ્રદીપસિંહ જાડેજા દ્વારા અમદાવાદ શહેરના CCTV ફૂટેજ ચકસવામાં આવ્યા હતા.
પોલીસ કંટ્રોલ રૂમમાં કેમેરાનું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું અને સેટેલાઇટ દોરણના માઘ્યમથી સમગ્ર શહેર પર નજર કરી હતી. ગુગલના માધ્યમથી ડિજિટલ સર્વેલન્સ કરી ટ્રાફિક એનાલિસિસ પણ કર્યો હતો. અમદાવાદ શહેર પર પોલીસ દ્વારા જે ડિજિટલ સર્વેલન્સ દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે, તેની પણ ગૃહપ્રધાને મુલાકાત લીધી હતી.