અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીનો પરિચય પ્રવીણ નામના શખ્સ સાથે થયો હતો. આ યુવતી અને આરોપી બને એકબીજાને બે ત્રણ માસથી ઓળખતા હતા. પહેલા આ યુવકે તેની સાથે મીઠી મીઠી વાતો કરીને મિત્રતા કેળવી હતી. ત્યારબાદ બંને જણા અવારનવાર મળતા હતા. જ્યારે એક દિવસ યુવતી મોડલીંગનું કામ કરતી હોવાથી તેને મોડલીંગમાં કામ અપાવવાના બહાને નવરંગપુરા ખાતે મિંટીંગ છે કહીને બોલાવી હતી. ત્યાં યુવકે તેની સાથે પહેલા કામ માટેની વાતો કરી હતી. ત્યારબાદ યુવકે એક હોટલના યુવતીને રૂમમાં લઇ જઇને યુવતી પર જબરદસ્તીથી દુષ્કર્મ આચર્યુ (Ahmedabad Girl Raped in Hotel) હતું.
આ પણ વાંચો દુષ્કર્મના આરોપી ચંદુને દસ વર્ષની સજા ફરમાવી ધોરાજી કોર્ટે
ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ યુવતીને પૈસાની જરૂર હોવાથી તેણે આરોપી પાસે ઉછીના પૈસા પણ માંગ્યા હતા. પણ આ આરોપીએ પૈસા આપવાની જગ્યાએ યુવતી પર દુષ્કર્મ આચર્યુ (Ahmedabad Girl Raped in Hotel) ગુજાર્યો હતો. બાદમાં ન તો મોડલિંગનું કામ અપાવ્યું કે ના તો આરોપીએ પૈસા આપ્યા. જેથી સમગ્ર મામલે યુવતીને પસ્તાવો થતા પોલીસની મદદ લેવાનો વિચાર આવતા યુવતીએ આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ (University police Station Lodge Complaint )નોધાવી છે.
આ પણ વાંચો વિદ્યાર્થિનીને ફ્રેન્ડશીપ માટે દબાણ કરતાં આરોપીને દંડ સહિત બે વર્ષની સજા કરતી ધોરાજી કોર્ટ
આરોપીને પકડવાની કવાયત આ મામલે (University police Station Lodge Complaint ) ગુજરાત યુનિવર્સિટીના પીઆઈ વી.જે જાડેજા એ ઈટૂીવી ભારત સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે આ મામલે ગુનો નોંધી આરોપીને (Ahmedabad Crime ) પકડવાની કવાયત હાથ ધરાઈ છે.