અમદાવાદ: સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશનના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, આ વર્ષે શહેરમાં એક પણ પીઓપીની મૂર્તિ બનાવવામાં નહીં આવે. તેમજ એસોસિએશન દરેક ભક્તને આ વર્ષે બે ફૂટની માટીની મૂર્તિની સ્થાપના કરવા માટે અપીલ કરશે અને સોસાયટી દીઠ એક જ મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે.

એસો. દ્વારા શહેરના તમામ પંડાલો તેમજ મોટી મોટી સોસાયટીઓને જણાવવામાં આવશે કે, નાની મૂર્તિ બેસાડો તેમજ સ્થળ પર વિસર્જન કરવા અંગે જણાવવામાં આવશે. ખાસ તો આ વર્ષે મહોત્સવમાં સોસાયટી દીઠ એક વ્યક્તિ ગણેશજીની આરતી ઉતારીને સોશિયલ ડિસ્ટન્સ જાળવશે.
આ સાથે કોઈ પ્રકારની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે નહીં. તેમજ દર વર્ષે એક સોસાયટીમાં ત્રણથી ચાર જગ્યાએ ગણેશજી બેસાડવામાં આવતા હોય છે, પરંતુ આ વર્ષે માત્ર એક સોસાયટીમાં માત્ર એક જ ગણેશજી બેસાડવામાં આવશે.