ETV Bharat / state

Ahmedabad Crime : ફિલ્મમાં રોકાણ કરાવી સારું વળતર આપવાની લાલચ આપી અનેક લોકોને કરોડોનો ચૂનો લગાવનાર બંટી બબલી

અમદાવાદમાં ફિલ્મમાં રોકાણ કરાવી સારું વળતર આપાવની લાલચ આપીને લોકોને કરોડોનો ચૂનો લગાવીને બંટી બબલી ગાયબ થઈ ગયા છે. લોકો પાસેથી પૈસા લઈને બંટી બબલી સુસાઇડ કરવાનું નાટક કરીને સુસાઇડ નોટ ભોગ બનનારને મોકલી દીધી હતી. જે બાદ ભોગ બનનારે સમગ્ર હક્કિત સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. શું છે સમગ્ર મામલો જૂઓ વિગતવાર.

Ahmedabad Crime : ફિલ્મમાં રોકાણ કરાવી સારું વળતર આપવાની લાલચ આપી અનેક લોકોને કરોડોનો ચૂનો લગાવનાર બંટી બબલી
Ahmedabad Crime : ફિલ્મમાં રોકાણ કરાવી સારું વળતર આપવાની લાલચ આપી અનેક લોકોને કરોડોનો ચૂનો લગાવનાર બંટી બબલી
author img

By

Published : Jul 18, 2023, 10:30 PM IST

અમદાવાદ : વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જેમાં આરોપી દંપત્તિ દ્વારા પ્રોપરાઇટર ફર્મના નામથી અર્બન ગુજરાતી અને અન્ય શોર્ટ ફિલ્મ બનાવતા હોય ઇન્વેસ્ટમેન્ટની જરૂર હોય તેવું કહીને ફિલ્મના રેવન્યુમાં 10ટકાનો ભાગ અને પાર્ટનર બનાવવાના નામે રોકાણ કરવાનું કહીને અલગ અલગ લોકો પાસેથી 3 કરોડ 91 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોય આ સમગ્ર બાબતને લઈને બંટી બબલી સામે વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે.

શું છે સમગ્ર મામલો : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા તબીબે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. દોઢ વર્ષ પહેલા ઘાટલોડિયામાં રહેતા જૈમીન પટેલ સાથે તેઓની એક મંદિરે મુલાકાત થઈ હતી અને તેઓ વચ્ચે મિત્રતા થઈ હતી. સમય જતા જૈમીન સાથે તેની પત્ની અંકિતા પટેલ પણ અવારનવાર તેઓને મળી મોટી મોટી વાતો કરીને લોભામણી સ્કીમો બતાવતી હતી.

ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડી : ઓક્ટોબર 2022માં જૈમીન પટેલ અને અંકિતા પટેલે પોતાની ઓફિસે ઘાટલોડિયા ખાતે ફરિયાદી તબીબને બોલાવ્યા હતા, ત્યાં મળવા જતા વાતચીત કરતા બીજા માણસો પણ ત્યાં હાજર હતા. તે સમયે અંકિતા પટેલ તેમજ જૈમીન પટેલે બીજા માણસોને તેઓ સિંગિંગ સ્પેરો ફિલ્મ, જૈમીન પટેલ ફિલ્મસ તેમજ ઓન ક્રિએશન નામની પ્રોપરાઇટર ફર્મના નામથી અર્બન ગુજરાતી અને શોર્ટ ફિલ્મ બનાવે છે. આ પ્રોપરાઇટર ફર્મમાં ફિલ્મને પ્રોડ્યુસ કરવા માટે તેમજ પૂરી ફિલ્મ બનાવવા માટે ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડી હોય અને તેઓને પાર્ટનર બનવા માંગતા હોય તો પાર્ટનર બની શકો છો તેવી વાત કરી હતી.

લોકોએ રોકાણ કરવાની ના પાડી : ફિલ્મમાં ઇન્વેસ્ટ કરશો તો તમને ફિલ્મના રેવન્યુમાં 10 ટકાનો ભાગ આપવામાં આવશે અને પાર્ટનર બનશો તો 0 ટકાના ભાગીદાર બનાવવામાં આવશે. આ બધું કાયદાકીય રીતે કરાર કરીને કરી આપવામાં આવશે, તેવી વાત કરી હતી. આવનારા 10 મહિનામાં તમે જે રકમ ઇન્વેસ્ટ કરશો તે 10 ટકા રેવન્યુ સાથે પાછી આપવામાં આવશે, તેવી વાત કરી હતી. પરંતુ તે સમયે તબીબ તેમજ અન્ય લોકોએ રોકાણ કરવાની ના પાડી હતી. જે બાદ પણ તેઓએ લાલચ આપતા તમામે વિચારવા માટે સમય માંગ્યો હતો.

રોકાણ માટે 3 કરોડ : જે એકાદ અઠવાડિયા બાદ અંકિતા પટેલે તબીબનો સંપર્ક કર્યો હતો અને ફરીવાર રોકાણની વાતચીત કરી હતી. જેથી તબીબે કેટલા રૂપિયાની જરૂરિયાત છે તેવું પૂછતાં તેઓએ ત્રણ કરોડ રૂપિયાની જરૂરિયાત છે, પરંતુ જેટલી વ્યવસ્થા થઈ શકતી હોય તેટલી વ્યવસ્થા કરીને રોકાણ કરી શકો છો, આ ઇન્વેસ્ટમેન્ટની સામે ફિલ્મ્સના રેવન્યુના 10 ટકા નફો તમને મૂડી સાથે પાછા મળી જશે. તમારા ઇન્વેસ્ટમેન્ટની સામે તમને સિક્યુરીટી પેટે કે એડવાન્સ ચેક તેમજ ક્રોમિસરી નોટ સહી કરી આપીશું તેવી વાત કરી હતી. જેથી આ બાબતે તબીબે વિચાર વિમર્શ કર્યા બાદ અંકિતા પટેલની ઓફિસે ગયા હતા અને તેઓએ રોકાણ કરવા તૈયાર નથી તેવી વાત કરી હતી.

તબીબે આપ્યા રુપિયા : તબીબે બે મહિના માટે રૂપિયા આપી શકીશ, તેવું કહેતા અંકિતા પટેલે બે મહિના માટે પણ જે રૂપિયા આપશે, તેમાં પણ 10 ટકા ફિલ્મના રેવન્યુનો નફો આપીશું અને બે મહિનામાં રૂપિયા પરત આપી દઈશું. તે પ્રકારની વાત કરતા તેમણે 75 લાખ રૂપિયા આવનારા 15 દિવસમાં ટુકડે ટુકડે આપવાની વાત કરી હતી. ત્યારબાદ 15 દિવસ બાદ તબીબે બચતમાંથી તેમજ તેમના મિત્રો અને સગા સંબંધીઓ પાસેથી ઉધારમાં પૈસા મેળવી ટુકડે ટુકડે 75 લાખ રૂપિયા આપ્યા હતા.

સુસાઇડ કરવાનું નાટક કર્યું : અંકિતા પટેલે ફરિયાદીએ આપેલા પૈસાની સામે એક પ્રોમિસરી નોટ અને ઓન ક્રીએશનના નામનો 50 લાખનો ચેક સહી કરીને આપ્યો હતો. એક મહિનાનો સમય વીતી ગયા બાદ ડોક્ટરે જયમીન પટેલ તેમજ અંકિતા પટેલને રૂબરૂ તેમજ ફોન પર સંપર્ક કરી રૂપિયા પરત આપવા અંગે વાત કરી હતી, ત્યારે હજુ એક મહિનો બાકી છે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ જમીન અને અંકિતાએ ભેગા મળીને 15મી ડિસેમ્બર 2022ના રોજ અલગ અલગ રકમ મળીને કુલ 24.90 લાખ ડોક્ટરના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી બાકીની રકમ 50.10 લાખ પાછા ન આપવા પડે તે માટે ષડયંત્ર રચીને અંકિતા પટેલે સુસાઇડ કરવાનું નાટક કર્યું હતું અને તે સુસાઇડ નોટ પણ ડોક્ટરને વ્હોટ્સએપમાં મોકલી હતી. જૈમીન પટેલે તેના પત્ની અંકિતા પટેલ ગુમ થઈ ગઈ છે તે અંગે જાણવાજોગ સોલાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં લખાવી હતી.

ફિલ્મસની માહિતી ખોટી : ત્યારબાદ જાન્યુઆરી 2023માં જૈમીન પટેલ અને અંકિતા પટેલે જે પણ પ્રોપરાઇટર ફોર્મ બનાવ્યા હતા. તેમાં ફિલ્મસ વગેરેનું કોઈ જ કામકાજ થતું ન હોવાનું અને ખોટી રીતે ફોર્મ બનાવી ડોક્ટર તેમજ અન્ય લોકો જેમાં કિશન પટેલ પાસેથી 80 લાખ રૂપિયા, વિશાલ ગુંજાલ પાસેથી 1.56 કરોડ રૂપિયા, સુનિલ ગુપ્તા પાસેથી 20 લાખ રૂપિયા, રાજુ સામરીયા પાસેથી 55 લાખ રૂપિયા, શેરાભાઈ ઉર્ફે શૈલેષ રાજપુત પાસેથી 30 લાખ રૂપિયા એમ કુલ મળીને 3.91 કરોડ રૂપિયા મેળવી પૈસા પરત ન આપ્યા હોવાની જાણ થઈ હતી.

આ અંગે ગુનો દાખલ કરવામા આવ્યો છે. આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી ચક્રો ગતિમાન કરાયા છે. - જે.કે ડાંગર (PI, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન)

બંટી બબલી સામે ગુનો : જેથી આ જૈમીન પટેલ તેમજ અંકિતા પટેલે ભેગા મળીને ગુનાહિત કાવતરું રચીને ડોક્ટરને સિંગિંગ સ્પેરો ફિલ્મ, જૈમીન પટેલ ફિલ્મસ અને ઓન ક્રિએશન નામની પ્રોપરાઇટર ફર્મના નામથી અર્બન ગુજરાતી અને અન્ય શોર્ટ ફિલ્મ કરવા તેમજ પૂરી ફિલ્મ બનાવવા માટે રોકાણની વાત કરી કરોડો રૂપિયાની છેતરપીંડી આચરતા આ મામલે બંટી બબલી સામે વસ્ત્રાપુર પોલીસ મથકે છેતરપીંડીનો ગુનો નોંધાયો છે.

  1. Surat Crime : રાધાકૃષ્ણ સીરિયલમાં ભીમનું પાત્ર ભજવનાર ઠગબાજ નીકળ્યો, પૈસા લઈને મુંબઈ દમણ તરફ રફુચક્કર થતો
  2. Vadodara Crime : વડોદરામાં ડીઝલ પંપ સંચાલકો સાથે છેતરપિંડીના સંખ્યાબંધ મામલા, ઠગાઇનો ભોગ બનનાર બોલ્યાં
  3. Ahmedabad Crime : અમેરિકા જવા માટેની પરીક્ષા પાસ કરાવાના નામે વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ આચરનાર 3 શખ્સો ઝડપાયાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.