અમદાવાદ : અમદાવાદના જીવરાજ પાર્કમાં અવધ આર્કેડના લિફ્ટમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. જોકે પતેતીની જાહેર રજા હોવાને કારણે દુકાનો અને ઓફિસો બંધ હતી. પરંતુ લિફ્ટમાં સવાર ચાર્જ જેટલા લોકોનું ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતાં.
કલાકની જહેમત બાદ આગ પર કાબૂ : રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે મોટાભાગની શોર્ટસર્કિટ થવાના કારણે જ લાગ્યું હોય તેવું સામે આવી રહ્યો છે. અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં આવેલ અવધ આર્કેડની લિફ્ટમાં આગ લાગી હતી. જોકે ફાયર વિભાગની ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને અંદાજિત એક કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આગનો બનાવના બનાવનો કોલ ફાયર વિભાગને મળતા ફાયર વિભાગની ઈમરજન્સી ગાડી ઘટના સ્થળ પર પહોંચી હતી. અંદાજિત એક કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. લિફ્ટમાં ફસાયેલ ચાર જેટલા લોકોનું રેસ્ક્યુ કરીને બહાર સહી સલામત કાઢવામાં આવ્યા હતાં. જોકે હાલમાં આગ સંપૂર્ણપણે કાબુમાં મેળવી લીધી છે. કોઈપણ પ્રકારની જાનહાનિ થયેલ નથી...જયેશ ખડીયા(ફાયર ઓફિસર)
10 ફાયર ગાડી ઘટના સ્થળે પહોંચી : તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફાયર વિભાગને આગનો ઈમરજન્સી કોલ મળતા જ ફાયર વિભાગની કુલ 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. જેમાં 3 ગજરાજ, 3 ઈમરજન્સી ફાઈટર અને 3 મીની વોટર ટેંકર ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ કર્યા હતા. અંદાજિત એક કલાકમાં આગ કાબૂમાં આવી ગઈ હતી. આગનો ધુમાડો નીચેના બેઝમેન્ટ સુધી પણ પહોંચી ગયો હતો. જેના કારણે ફાયર વિભાગ દ્વારા બેઝમેન્ટમાં પણ આગ ન ફેલાય તેની સાવચેતી રાખીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
દુકાનો ઓફિસો બંધ હતાં : ઉલ્લેખનીય છે કે આજ પતેતીની જાહેર રજા હોવાને કારણે આ કોમર્શિયલ બિલ્ડીંગમાં મોટાભાગની દુકાનો અને ઓફિસો બંધ હતી. જેના કારણે લોકોની અવરજવર ઓછી હોવાને કારણે આ કોમ્પ્લેક્સમાં મોટી સંખ્યામાં કોઈ લોકો હતા નહીં. જેના કારણે મોટી દુર્ઘટના બનતાં અટકી છેે.