ETV Bharat / state

Ahmedabad Crime : ઈલેક્ટ્રીક વાયરની ચોરી કરવાની ટ્રિક જાણીને પોલીસ ચોંકી ઉઠી - electric wires Theft of UGVCL

અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં ઈલેક્ટ્રીક વાયરની ચોરી કરતો શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીની ચોરી કરવાની ટ્રિક સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ આ આરોપી ઝડપાતા 13 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે.

Ahmedabad Crime : ઈલેક્ટ્રીક વાયરની ચોરી કરવાની ટ્રિક જાણીને પોલીસ ચોંકી ઉઠી

author img

By

Published : Apr 4, 2023, 11:39 AM IST

અમદાવાદ : રાજ્યમાં દિવસેને દિવસે ચોરીના બનાવોને વધારો થતો જાય છે. સોનું હોય કે રોકડ રકમ હોય તસ્કરો દુકાન, શો રૂમ કે કોઈનું ઘર પર આસાનીથી હાથ ફેરો કરતા હોય છે. ત્યારે અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા ઈલેકટ્રીક વાયરોની ચોરી કેસ સામે આવ્યો છે. આ તસ્કોરની ચોરી કરવાની ટ્રિક જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં UGVCLના ઇલેક્ટ્રીક વાયરોની ચોરીના અનેક ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ મામલે ગોતા વિસ્તારમાંથી કનૈયાલાલ ઉર્ફે કાનો કુમાવત નામના 28 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Surat Crime: ભિખારીના વેશમાં લાખોની ચોરી કરનાર કંજર ગેંગની 6 મહિલાઓની ધરપકડ

કેવી રીતે ચોરી કરતા : આ મામલે પકડાયેલો આરોપી તેમજ સહ આરોપીઓ સાથે મળીને અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં UGVCLના ઇલેક્ટ્રિક વાયરો ખુલ્લા ખેતરમાંથી પસાર થતા હોય, ત્યાં દિવસ દરમિયાન રેકી કરી કરતા હતા. ત્યારબાદ રાત્રીના સમયે તેની પાસેના વાહનમાં નક્કી કરેલી જગ્યા પર જઈ ચાલુ ઈલેક્ટ્રીક વાયર પર દોરડું નાખતા હતા. બન્ને વાયરોની ભેગા કરી ચાલુ વીજ લાઈનને ફોલ્ટ કરીને બંધ કરતા, ત્યારબાદ થાંભલાઓ પર ચઢીને મોટી કાતરોના હાથા પર PVC પાઈપ ભરાવી કાતરથી વીજ વાયરો કાપીને ચોરી કરતા હતા.

આ પણ વાંચો : રેવ પાર્ટી કરવા માટે ગુજરાત સહિત દેશમાં અલગ અલગ રાજ્યોમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ

ચોરીના કેટલા ગુનાનો ઉકેલાયો ભેદ : આ મામલે સાંતેજ, બગોદરા નળસરોવર, ધોળકા, બાવલુ તેમજ કોઠ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 13 ગુનાનો ભેદ ઉકેલાયો છે. પકડાયેલો આરોપી અગાઉ 2013માં અડાલજમાં હત્યાના ગુનામાં ઝડપાયો છે, જે બાદ 2016માં સોલામાં ચોરીના ગુનામાં અને 2021માં ગાંધીનગરના સાંતેજમાં ચોરીમાં ઝડપાયો છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચના PI એસ.જે જાડેજાએ ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મામલે આરોપીઓને ઝડપી તેની સામે જે તે પોલીસ મથકે નોંધાયેલા ગુના સંદર્ભે સોંપવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.