ETV Bharat / state

Ahmedabad Crime : ગુજરાતનો સૌથી મોટો વ્યાજખોર પોલીસના ઘૂંટણીયે, અબજોપતિના પુત્રને પશ્ચિમ બંગાળમાંથી પકડ્યો

રાજ્યનો સૌથી મોટો વ્યાજખોર વ્યાજખોર ધર્મેશ પટેલના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ધર્મેશ પટેલના પુત્ર પ્રેમ પટેલની ધરપકડ પશ્ચિમ બંગાળમાંથી કરી છે. આ પટેલ પરિવાર 20 વર્ષમાં અંદાજે 2000 કરોડની પ્રોપર્ટીનો માલિક બની ગયો છે. ત્યારે કેવી રીતે સમગ્ર મામલો બહાર આવ્યો જૂઓ.

Ahmedabad Crime : ગુજરાતનો સૌથી મોટો વ્યાજખોર પોલીસના ઘૂંટણીયે, અબજોપતિના પુત્રને પશ્ચિમ બંગાળમાંથી પકડ્યો
Ahmedabad Crime : ગુજરાતનો સૌથી મોટો વ્યાજખોર પોલીસના ઘૂંટણીયે, અબજોપતિના પુત્રને પશ્ચિમ બંગાળમાંથી પકડ્યો
author img

By

Published : Jun 27, 2023, 3:40 PM IST

ગુજરાતનો સૌથી મોટો વ્યાજખોર પોલીસના ઘૂંટણીયે, 20 વર્ષમાં 2000 કરોડની પ્રોપર્ટીનો માલિક

અમદાવાદ : અમદાવાદનો જ નહીં પરંતુ રાજ્યનો સૌથી મોટો વ્યાજખોર પોલીસના હાથે ચડ્યો છે. 20 વર્ષમાં જ વ્યાજખોર ધર્મેશ પટેલ અને તેનો પરિવાર અંદાજે 2000 કરોડની પ્રોપર્ટીનો માલિક બની ગયો છે. 20 ગુનાઓમાં સંડોવાયેલ ધર્મેશ પટેલ અને તેના પુત્ર વિરુદ્ધ પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી વધુ તપાસ હાથ ધરી છે. ગુનામાં સંડોવાયેલા 24 આરોપીમાંથી અત્યાર સુધીમાં આઠની ધરપકડ કરતા ઘણી હકીકતો સામે આવી છે. તેવામાં પોલીસે પશ્ચિમ બંગાળમાંથી મુખ્ય આરોપીના પુત્ર પ્રેમ પટેલની ધરપકડ કરી છે.

શું છે સમગ્ર મામલો : અમદાવાદમાં ટ્રાન્સપોર્ટનાં ધંધા સાથે જોડાયેલા વેપારી કમલ ડોગરા વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરવા જતા હતા. જે સમયે તેના મિત્રએ પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને નારોલ પોલીસ મથકમાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ હતી. વેપારી કમલ ડોગરાએ કોરોનાના સમયમાં તેના ધંધાને અસર પડતા ધર્મેશ પટેલ, લાલભાઈ, રઘુવીરસિંહ, ચિરાગ શાહ, પરીક્ષિત દવે, વંદન પટેલ સહિત 8 લોકો પાસેથી 12 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે 37 કરોડ ચૂકવ્યા પણ હતા. આટલું જ નહિ પણ હજી વ્યાજખોરો વધુ રૂપિયાની માંગણી કરતા હતા અને વેપારીને ધાક ધમકીઓ આપતા હતા. વ્યાજખોરોએ વેપારીની સાત કરોડની લેમ્બોરગીની, એક કરોડની મર્સિડિઝ અને ફોરચ્યુંનર કાર પણ પડાવી લીધી હતી. બીજી તરફ વેપારીને ત્રણથી ચાર અલગ અલગ મકાનો કે જે પહેલેથી જ બેંકોમાં મોર્ગેજ હતા તેને પણ પોતાના નામે કરવા રજિસ્ટ્રાર ઓફિસમાંથી ટોકન લઈ તારીખો નક્કી કરી લીધી હતી. જે ગુનામા નારોલ પોલીસે ધર્મેશ પટેલની ધરપકડ કરી હતી. જે બાદ હવે તેના પુત્ર પ્રેમની પણ ધરપકડ કરવામાં આવી છે.

48 બેન્ક એકાઉન્ટ : નારોલ પોલીસ મથકે નોંધાયેલા સમગ્ર મામલે કેસની તપાસ માટે ખાસ SITની રચના કરવામાં આવી છે. જેમાં નારોલ પોલીસ સ્ટેશનના PIની આગેવાનીમાં 3 PSI અને 4 પોલીસકર્મીઓ આ SITમાં તપાસ કરી રહ્યા હતા. SIT દ્વારા તપાસ કરતા 11 આરોપીઓ વિરુદ્ધ નોધાયેલો ગુનો હવે 24 આરોપીઓ સુધી પહોચ્યો છે. સાથે જ પોલીસે વ્યાજખોરોની ઇનોવા કારમાંથી 26 કોથળા ભરેલા દસ્તાવેજો, 61 ATM કાર્ડ, ક્રેડિટ કાર્ડ, 38 પાસબુક, 115 ચેકબુક મળી આવી છે. આ સમગ્ર કેસના મુખ્ય આરોપી ધર્મેશના નામે 25 બેન્ક એકાઉન્ટ છે, તેમજ પરિવારના મળીને કુલ 48 બેન્ક એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે.જેમાં ખૂબ મોટા આર્થિક વ્યવહારો થયા હોવાનું પણ બહાર આવ્યું છે.

14 કંપનીઓ રજીસ્ટર : આ ઉપરાંત ધર્મેશ અને તેના પરિવારના સભ્યોના નામે 14 કંપનીઓ રજીસ્ટર થયેલી છે. પોલીસ તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો છે કે આરોપી ધર્મેશનાં નામે 754 કરોડની સંપત્તિ છે, જ્યારે તેની પત્નીના નામે 888 કરોડની સંપત્તિ નોંધાયેલી છે. આરોપી ધર્મેશ સામે અગાઉ બેન્કો સાથે પણ છેતરપીંડીના કેસો નોંધાઈ ચૂક્યા છે. જ્યારથી નારોલમાં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે, ત્યારબાદ અલગ અલગ 15 જેટલા અન્ય ભોગવનાર લોકોએ પણ પોલીસનો સંપર્ક કર્યો છે. જેથી આવનારા દિવસોમાં ધર્મેશ અને તેની ગેંગ વિરૂદ્ધ અન્ય 15 જેટલા ગુનાઓ નોંધાઈ તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત ધર્મેશ વિરુદ્ધ અગાઉ 20 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

આરોપીઓ
આરોપીઓ

આ કેસમાં મળી આવેલા ડોક્યુમેન્ટમાં અલગ અલગ વસ્તુઓ મળી આવી છે. મુખ્ય આરોપી ધર્મેશ પટેલની કરોડો રૂપિયાની સંપત્તિ પણ હોવાનું તપાસમાં ખુલ્યું છે. જેથી તે સંપત્તિ તેણે કઈ રીતે મેળવી તે માટે ઇન્કમટેક્સ અને GST વિભાગને જાણ કરવામાં આવી છે. સાથોસાથ તેના પુત્રની ધરપકડ કરી આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓને પકડવા માટે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આરોપીના ભોગ બનનાર અન્ય લોકોની અલગ અલગ જગ્યા ઉપર ફરિયાદ દાખલ કરી કડક કાર્યવાહી આરોપીઓ સામે કરવામાં આવશે. - મિલાપ પટેલ (ACP, કે ડિવિઝન, અમદાવાદ)

8 વ્યાજખોરોની ધરપકડ : હાલ પોલીસે અત્યાર સુધી 8 વ્યાજખોરોની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય આરોપી ધર્મેશ અને તેનો પુત્ર સહિત અશોક કાકાણી, નટવરલાલ સોની, પ્રકાશ ઓઝા, નરેશ જવર, હરીશચંદ્ર ઝાલા, વિજય પમનાની પકડાઈ ચૂક્યા છે. હવે અન્ય ફરાર આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે.. મહત્વનું છે કે ધર્મેશ વિરુદ્ધ અગાઉ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા અંગે પણ ફરિયાદ નોંધાઈ હતી. જોકે વીસ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી ધર્મેશ અને તેની ગેંગ વિરુદ્ધ મળેલા દસ્તાવેજી પુરાવાઓના આધારે પોલીસે અન્ય આરોપીઓની તપાસ શરૂ કરી છે.

  1. Usurer case In Gujarat: નવસારીમાં પોલીસ એક્શન, ગીરવે લીધેલા 21 વાહનો પણ કબજે કર્યા
  2. Tax Collection Campaign ભુજની આળસુ પ્રજાએ નથી ભર્યો 35 કરોડનો કર, નગરપાલિકા હવે વસૂલશે 'વ્યાજ'
  3. Ahmedabad Usury : 40 ટકા સુધીનું વ્યાજ વસૂલતા વ્યાજખોરો, નિવૃત Dyspના પુત્ર સહિત 3 ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.