ETV Bharat / state

Ahmedabad Crime : સુંદર ચહેરાનો ફોટો જોઈને ભરમાઈ ગયા અનેક લોકો, ગુમાવ્યા લાખો રૂપિયા, બચવા જાણી લો આ બાબતો

author img

By

Published : Apr 3, 2023, 8:29 PM IST

મોબાઇલ ટેકનોલોજી અને સર્વિસીસનો ચમત્કાર દુનિયાભરમાં સૌને અચંબિત કરી રહ્યો છે. તો તેનો દુરુપયોગ કરનારા પણ જેટસ્પીડે વધ્યાં છે.ક્રાઇમની દુનિયામાં હનીટ્રેપના બનાવ તેના નમૂના છે.કઇ રીતે કરાય છે આ કારસો, શું હોય છે મોડસ ઓપરેન્ડી અને બચી શકાય કઇ રીતે તે વિશે વધુ વાત કરીએ.

Ahmedabad Crime : સુંદર ચહેરાનો ફોટો જોઈને ભરમાઈ ગયા અનેક લોકો, ગુમાવ્યા લાખો રૂપિયા, બચવા જાણી લો આ બાબતો
Ahmedabad Crime : સુંદર ચહેરાનો ફોટો જોઈને ભરમાઈ ગયા અનેક લોકો, ગુમાવ્યા લાખો રૂપિયા, બચવા જાણી લો આ બાબતો
બચી શકાય કઇ રીતે તે વિશે વધુ વાત

અમદાવાદ : વ્હોટ્સએપમાં પ્રોફાઈલ પિક્ચરમાં સુંદર યુવતીનો મોહક ચહેરો હોય અને એ નંબર પરથી વિડીયો કોલ આવે અને કોલ ઉપડતાની સાથે જ સુંદર યુવતી પોતાના વસ્ત્રો એક એક કરીને ઉતારવા લાગે એટલે એક મિનિટ માટે તો કોઈ પણ યુવક મોહિત થઈ જાય. પરંતુ આ એક કોલ તમારા બેન્ક એકાઉન્ટને સાફ કરી શકે છે અને તમારી વર્ષોની કમાયેલી આવકને એક સેકેન્ડમાં છીનવી શકે છે. છેલ્લા ઘણા સમયથી અનેક લોકો આ પ્રકારની ઠગાઈનો શિકાર બન્યા છે તેવામાં આજે અમે તમને સમજાવીશું શું છે સેક્સટોર્શન અને કઈ રીતે લોકો બની રહ્યાં છે તેનો શિકાર.

મોબાઇલ હની ટ્રેપ : સોશિયલ મીડિયાના અને ટેકનોલોજીના યુગમાં હવે ઘરમાં ઘૂસીને તિજોરીનું તાળું તોડીને પૈસા દાગીના અને કીમતી ચીજ વસ્તુઓની ચોરી કરવી એ ટ્રેન્ડ બદલાતો જોવા મળે છે. કોઈપણ પ્રકારે લોકોને સંપર્ક કરી તેઓના બેન્ક ખાતામાં રહેલા પૈસા બારોબાર ક્યાંય પણ ગયા વિના મેળવીને ફ્રોડ કરવું તે સરળ બન્યું છે. જોકે અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવતી હોય છે અને તેમાં પણ સૌથી કારગત આઈડિયા તે વીડિયો કોલમાં હની ટ્રેપમાં લોકોને ફસાવીને બ્લેકમેલ કરી પૈસા પડાવવાનો છે.

આ પણ વાંચો Patan Crime: ફોનમાં મહિલાનો અવાજ સાંભળી વેપારી ફસાયો હનીટ્રેપમાં, પોલીસે કરી 5ની ધરપકડ

મોડસ ઓપરેન્ડી : આ ગુનામાં સામેલ ટોળકી પહેલા તો સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં એડ થઈને મિત્રો અને પરિવારજનોની આઈડી મેળવી લે છે. જે અજાણ્યા નંબર પરથી વિડીયો કોલ કરવામાં આવે છે જેમાં સુંદર યુવતીનો ફોટો હોય છે. જે યુવતી પોતાના વસ્ત્રો ઉતારીને ભોગ બનનારને પણ કપડાં ઉતારી પ્રાઇવેટ પાર્ટ બતાવવા આગ્રહ કરે છે. જેથી સામેની વ્યક્તિ ખરેખર કોણ છે તે બાબત જાણયા વિના મોહમાં આવીને યુવક પોતાના કપડા કાઢી નાખે છે અને તે જ સમયે સામેની વ્યક્તિ યુવકનો વિડીયો રેકોર્ડ કરી ફોન કાપી નાખે છે અને થોડા સમય બાદ પૈસા પડવાનો ખેલ શરૂ થઈ જાય છે.

પૈસા પડાવવાનો ખેલ : આરોપીઓ પહેલા ભોગ બનનારને તેના મિત્રોના નામ અને તેઓની સોશિયલ મીડિયા પ્રોફાઈલ બતાવી ભોગ બનનારનો વિડીયો તેઓને મોકલી દેવાની ધમકી આપી પૈસા ખંખેરી લે છે. અમુક વાર આરોપીઓ દિલ્હી સાયબર ક્રાઈમ, ક્રાઈમ બ્રાન્ચ જેવી એજન્સીના ઉચ્ચ અધિકારી બનીને પૈસા પડાવે છે જેથી ઠગાઈની રકમ લાખોમાં પહોંચી જાય છે.

સોફ્ટ ટાર્ગેટ : આરોપીઓ પરિણિત હોય અથવા તો વધુ ઉંમરના હોય તેવા લોકોને વધુ ટાર્ગેટ કરે છે જેથી જો તે વ્યક્તિ ફસાય તો પરિવારને અથવા પત્નીને જાણ ન થઈ જાય તેવા ડરથી કોઈને કશું કીધા વિના આરોપીઓએ માંગેલી રકમ આપી દે છે. ઘણી એવી ફરિયાદો આવી છે જેમાં ભોગ બનનારની ઉંમર 60 વર્ષ સુધી હોય.

આ પણ વાંચો News And views Honeytrap: હની ટ્રેપની જાળમાં ફસાવવું ન હોય તો આટલી તકેદારી રાખજો

2383 જેટલી ફરિયાદો : ગુજરાત સીઆઇડી ક્રાઈમમાં આ પ્રકારની 2383 જેટલી ફરિયાદો અત્યાર સુધી સામે આવી છે. જોકે આ પ્રકારના હજારો કેસ બદનામી અને ડરના કારણે પોલીસ સુધી પહોંચી શકતા નથી અને જેનો સીધો લાભ સાયબર ઠગ લઈ લેતા હોય છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં સરેરાશ 10 જેટલી ફરિયાદ દરરોજ નોંધાતી હોય છે.

આવી ઠગાઈથી બચવા શું કરવું : સૌ પ્રથમ તો કોઈ પણ અજાણી યુવતીના નામે વિડીયો કોલ આવે તો તે કોલ ન ઉપાડવો, અને ઉપાડી લીધો હોય તો સામે વાળી વ્યક્તિની વાતોમાં આવી પોતાના કપડાં ન ઉતારવા. સોશિયલ મીડિયા પર અજાણ્યા યુવક કે યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો ન સ્વીકારવી. પ્રોફાઈલમાં પ્રાયવેસી રાખવી.

પોલીસની મદદ લો : જો તમારી આસપાસ કે મિત્ર સર્કલમાં આવી રીતે સેક્સટોર્શનનો કોઈ ભોગ બન્યું હોય અને તમને જાણ થાય તો તરત જ તેને પૈસા આપતા અટકાવવા, કોઈ પણ દિવસ ફ્રોડસ્ટર તમારી અંગત વિડીયો કોઈને નહીં મોકલે, કારણ કે એનાથી તેના પૈસા મેળવવાના રસ્તા બંધ થઈ જશે. જેથી આવી રીતે કોઈ ભોગ બન્યું હોય તો સૌથી પહેલા તે વ્યક્તિના નંબરને બ્લોક કરી બાદમાં નજીકના પોલીસને અથવા સાયબર હેલ્પલાઈન 1930 પર ફોન કરવો.

ગુપ્તતા જળવાય છે : આ અંગે સાયબર ક્રાઈમના ACP જે.એમ. યાદવે જણાવ્યું હતું કે આ ઠગાઈનો અનેક લોકો ભોગ બને છે. પણ ઘણા લોકો પોલીસ સમક્ષ આવતા નથી, હું તેઓને આશ્વસ્ત કરું છું કે તમારી ગુપ્તતા જાળવી રાખવામાં આવશે. તમારે ફક્ત આ અંગે ફરિયાદ કરવાની જરૂર છે. ફરિયાદ કરશો તો બીજા લોકો આવા ગઠિયાઓનો શિકાર બનતા અટકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.