ETV Bharat / state

Ahmedabad Crime : જામીન જમ્પ કરી ફરાર થયેલો કેદી તરુણ ઝડપાયો, સજની હત્યા કેસનો દોષિત વર્ષોથી ફરાર હતો - જામીન જમ્પ કરી ફરાર થયેલો કેદી તરુણ

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે જામીન મેળવી ફરાર થનારા ગુનેગારોને પકડવા ઝૂંબેશ ચલાવી છે. જેમાં આજે સફળતા હાથ લાગી છે. 2003માં અમદાવાદમાં પત્ની સજની નાયરની હત્યા કરનારા પતિ તરુણને પકડી લીધો છે. સજની હત્યા કેસનો આ ફરાર કેદી દિલ્હીમાં નામ બદલીને રહેતો હતો.

Ahmedabad Crime : જામીન જમ્પ કરી ફરાર થયેલો કેદી તરુણ ઝડપાયો, સજની હત્યા કેસનો દોષિત વર્ષોથી ફરાર હતો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 6, 2023, 8:55 PM IST

તરુણ દિલ્હીમાં નામ બદલીને રહેતો હતો

અમદાવાદ : રાજ્યમાં ગુનાખોરીને ડામવા પોલીસની અલગ અલગ ટીમો બનાવી પેરોલ પર છૂટીને ભાગી જતાં આરીપીઓને પકડવા પોલીસ ટીમોને કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે પોલીસ આવા ગુનેગારો અંગે ઝીણવટ ભરી તપાસને અંતે ધરપકડ કરવામાં સફળતા મેળવે છે.. ત્યારે સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા હત્યાના ગુનામાં વચગાળાના જામીન ઉપર છૂટીને ફરાર થઈ ગયેલ ચકચારી સજની નાયર હત્યા કેસના આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે.

અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપી તરૂણ ઉર્ફે સોનુ પોતાની પ્રથમ પત્ની સજની નાયરની હત્યા નિપજાવી 15 વર્ષ સુધી નામ બદલીને બીજા લગ્ન કરી બેંગલોર ખાતે રહેતો હતો. પ્રથમ પત્નીની હત્યા બાદ આરોપી તરૂણ 2003થી 2018 સુધી ફરાર હતો. જેને બાદમાં 2018માં ક્રાઇમ બ્રાન્ચ ડીસીબીની ટીમે ઝડપી લઈ સાબરમતી જેલમાં મોકલી આપ્યો હતો. જ્યાં ફરીથી વચગાળાના જામીન મેળવી તરૂણ બહાર આવ્યો હતો અને જામીનની મુદત પૂરી થતાં હાજર થયો ન હતો. જેને પગલે પોલીસ કમિશનરના આદેશ અનુસાર અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપીની દિલ્હીથી ધરપકડ કરી હતી. જ્યાં આરોપી જસ્ટિન નામથી રહેતો હતો.પોલીસને તેની તપાસ દરમ્યાન જસ્ટિન નામનું આધારકાર્ડ મળી આવ્યું હતું...જોકે હાલ સાયબર ક્રાઇમ બ્રાન્ચે તેને જેલના હવાલે કરી હાલ આરોપી તરુણને મદદ કરનાર અંગે પણ તપાસ શરૂ કરી છે...અજિત રાજિયન (ડીસીપી, સાયબર ક્રાઈમ )

2003માં પત્નીની હત્યા કરી હતી : સજની હત્યા કેસનો આરોપી પકડાવા સંદર્ભે અમદાવાદ પોલીસે આરોપીને કઇ રીતે પકડવામાં સફળતા મળી તેની વિગતો પણ પૂરી પાડી હતી. સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને પકડવામાં મળેલી સફળતા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં. પત્નીનું કાસળ કાઢ્યાં બાદ આરોપી છેલ્લા ઘણા વર્ષોથી જામીન મેળવી પોલીસ પકડથી દૂર હતો. જેને આખરે સાયબર ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર :આ અંગે મળતી માહિતી મુજબ તરુણ નામનો આરોપી પોતાની પ્રથમ પત્નીના હત્યાના ગુનામાં સાબરમતી જેલમાં સજા કાપી રહ્યો હતો..જે કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવી મુદ્દત પર ફરી હાજર ન થયો ન હતો. આ અંગે પોલીસ કમિશનર અને આસિસ્ટન્ટ પોલીસ કમિશનરે આરોપીને પકડવા સૂચના આપતા અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે તપાસનો દોર આરંભ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી તરુણ દિલ્હી ખાતે નામ બદલીને રહેતો હતો. ં પોલીસે આરોપીની દિલ્હીથી ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે.

  1. Surat Crime News : ડિપ્રેશનના શિકાર પતિએ પત્નીની હત્યા કરી, પછી ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
  2. Banaskantha Crime: સાથે જીવવા-મરવાના વચન આપનાર પતિ એ જ પત્નીના જીવનનો અંત આણ્યો
  3. Ahmedabad Crime : પતિએ પત્નીની હત્યાનો બનાવ્યો પ્લાન, મૃતદેહને રીક્ષામાં પ્રવાસીની જેમ બેસાડી ફેંકી આવ્યા ધોળકા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.