અમદાવાદના: નરોડા પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સામે 70 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે,ભાગીદારોની જાણ બહાર મકાન વેચીને બારોબાર તેની રકમ મેળવી લઈ છેતરપિંડી આચરવામાં આવી છે, હેતવી ડેવલોપર્સના બિલ્ડર આશિષ પટેલ સામે ફરિયાદ દાખલ થઈ છે. આ મામલે નરોડા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
ફરિયાદ નોંધાવી: આ મામલે મહેસાણા નાં 70 વર્ષીય ખેડૂત મંગળભાઈ પટેલ ફરિયાદ નોંધાવી છે. 9 વર્ષ પહેલાં તેઓની વિજાપુર ખાતે સદગુરુ પોર્ટલ ઈન્ડસ્ટ્રીઝ નામની જીન આવેલી હતી. આ જીન કંપનીની બાજુમાં આશિષ કુમાર દિલીપકુમાર પટેલ નામના મહેસાણા વેપારીની જમીન આવેલી હોય જે ફરિયાદીની જીન કંપની ખાતે વારંવાર બેસવા માટે આવતો હતો અને જે કારણે તેઓને ઓળખાણ થઈ હતી.
"આ મામલે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીને પકડીને પુરાવાઓને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે"-- એસ.જે ભાટિયા (નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ)
માલિકીમાં કબજેદાર: વર્ષ 2010 માં આશિષ પટેલ ફરિયાદી પાસે આવી નરોડાના ચિલોડા ગામ ગાંધીનગર સીમમાં આવેલી જમીન શંકરભાઈ પ્રજાપતિ પાસેથી ટોકનથી રાખી છે. જે જમીન ઉપર ભાગીદારીમાં રોકાણ મકાનોની સ્કીમ મૂકવાનું જણાવતા ખેડુતે મંજૂર દર્શાવી હતી. ત્યારબાદ ફરિયાદ તેમજ આશિષ પટેલે તેમજ બીજા ભાગીદારો જેમાં ઝાલા જીતેન્દ્ર દરજુભા, પટેલ કમલેશભાઈ, પટેલ ગોવિંદભાઈ તેમજ દીપકભાઈ પટેલ, આશિષ પટેલ અંબાલાલ પટેલ દ્વારા વેચાણ દસ્તાવેજથી જમીન ખરીદી હતી. જેમાં વેપારીએ જમીન ખરીદવા માટે તેઓના ભાગે આવતી રકમ ચેક મારફતે ટુકડે ટુકડે ચૂકવીને તેઓ જમીનમાં સંયુક્ત માલિકીમાં કબજેદાર બન્યા હતા.
મકાનોની યોજના: જે બાદ જમીન બિનખેતી કરવામાં આવી હતી.જે જમીન ઉપર રહેણાંક મકાન ડેવલોપ કરવા માટે ફરિયાદ તેમજ અન્ય ભાગીદારોએ ભેગા મળીને હેતવી ડેવલોપર્સ નામની ભાગીદારી પેઢી બનાવી હતી, જે પેઢીનું વહીવટ કરવા માટે ભાગીદારો પૈકી પેઢીના મોટા ભાગીદારોએ અશીષ પટેલને અધિકૃત કર્યા હતા. જે બાદ તમામે ભેગા મળાને ઉજ્જવલ હોમ નામની મકાનોની યોજના બનાવી હતી.મકાનનું બાંધકામ કરવા જરૂરી કાર્યવાહી કરવા તમામ ભાગીદારો એક સાથે હાજર રહી શકે તેમ ન હોય બધા ભાગીદારોએ તેઓના વતી જમીનને લગતા કાયદેસરના તમામ કામો કરવા માટેના આશિષ પટેલ વર્ષ 2012 થી રજીસ્ટર પાવર ઓફ એટર્ની કરી આપી હતી.
અંગત વપરાશમાં વાપરી નાખ્યા: વર્ષ 2012માં ઉજ્જવલ હોમ નામની મકાનોની સ્કીમમાં 31 મકાન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં પેઢીમાં ફરિયાદીનો 10% હિસ્સો અને અન્ય ભાગીદારોના ભાગે અલગ અલ હિસ્સાઓ નક્કી કરવામાં આવ્યા હતા. તમામ ભાગીદારોએ ભેગા મળીને એક કરોડ 60 લાખ ભેગા કર્યા હતા. જોકે આશિષ પટેલ ફરિયાદીની જાણ બહાર તેઓની ભાગીદારીની જમીન ઉપર મૂકેલી ઉજ્જવલ હોમ્સની સ્કીમમાં કુલ 31 મકાન પૈકી 26 મકાન પાવર ઓફ એટર્નીના આધારે ગ્રાહકોને દસ્તાવેજ કરી આપ્યા હતા અને તેઓની પાસેથી 11 કરોડ 88 લાખ 16 હજાર 288 રૂપિયા મેળવી લઈને પોતાના અંગત વપરાશ માં વાપરી નાખ્યા હતા.
નરોડા પોલીસ માટે ફરિયાદ: ફરિયાદ તેમજ તેમજ સહભાગીદારો દ્વારા જમીન ખરીદી તે વખતે 1 લાખ 20 હજાર ચેકથી તેમજ જુદી જુદી તારીખે 54 લાખ 33 હજાર 520 રૂપિયા જમીન અને પેઢીના ડેવલોપ માટે 16 લાખ રૂપિયા પેઢીમાં જમા કરાવ્યા હતા. એમ કુલ 70 લાખ 33 હજાર 520 રૂપિયાની રકમ ચૂકવી હતી. તેમ છતાં આશિષ પટેલ તેઓની મૂડી રકમ પણ પરત ન કરીને નફો પણ ન ચૂકવ્યો હતો. આ પ્રકારે તેઓએ છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા આ સમગ્ર મામલે નરોડા પોલીસ માટે ફરિયાદ નોંધાઈ છે.