અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી મળી હતી. જેમાં આગામી સમયમાં ઉનાળાને ઋતુમાં મોટા પ્રમાણે વીજળીનો ઉપયોગ થતો હોય છે. જેના પગલે સ્ટેન્ડિંગ કમિટીમાં બે મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જરૂરિયાત મુજબ વીજળીનો ઉપયોગ કરવો અને અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામ નોટિસ પાઠવ્યા વિના તોડવાની સૂચના આપવામાં આવી છે.
તોડવાની સૂચના: ગેરકાયદેસર બાંધકામ ફરિયાદ મળતી હોય છે. જેને પગેલ અલગ અલગ નોટિસ પાઠવામાં આવતી હોય છે. નોટિસમાં વધારે સમય જતો હોવાને કારણે બાંધકામ પૂર્ણ થઈ જતું હોવાથી સ્ટેન્ડિંગ કમિટીએ ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક પણે તોડવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. એસ્ટેટ વિભાગના અધિકારીઓની પણ સૂચના આપવામાં આવી છે કે ગેરકાયદેસર થતું બાંધકામની જાણ મળે તો તાત્કાલિક પણે તેને અટકાવવામાં આવે તેવી સૂચના પણ આપવામાં આવી છે--હિતેશ બારોટ (સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન)
આ પણ વાંચો IMEI SCAM: ફોનના IMEI નંબર બદલી નાખવાનું કૌભાંડ ઝડપાયું, સાયબર ક્રાઈમે આવી ટ્રીક અજમાવી
HOD નિમણૂક કરવામાં આવશે: વધુમાં જણાવ્યું હતું કે કોર્પોરેશનમાં HOD ફરજ બજાવતા અધિકારી સાથે એક થી પણ વધુ ચાર્જ હોવાથી તેમની કામગીરીમાં શ્રમ પડતો હોય છે. જેના કારણે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં તે કર્મચારીને કાયમી કરવા અથવા તો બીજા HOD નિમણૂક કરવાની સૂચના આપવામાં આવી છે. સરળતાથી અને સારી રીતે કામ કરી શકાય. લગ્નની નોંધણી માટે ફોટો ફરજિયાત થઈ ગયો છે. અમદાવાદમાં આધારકાર્ડ દરમિયાન લગ્નનું સર્ટીફીકેટ કઢાવતી વખતે સર્ટિફિકેટમાં ફોટો ન હોવાને કારણે ભારે સમસ્યાઓ ઊભી થતી હોય છે. સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી અને રાજ્ય સરકાર પાસે પણ સમસ્યાનો નિરાકરણ માંગવામાં આવે છે.
વીજળી જરૂર મુજબ ઉપયોગ: આગામી સમયમાં ઉનાળાની સિઝન આવી રહી છે. ત્યારે વીજળીનો કવચ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. કોર્પોરેશન હસ્તક આવેલી તમામ ઓફિસમાં લાઈટનો ઉપયોગ ન કરવાની સૂચના આપવામાં આવી છે. સૂર્યપ્રકાશથી મળતી ઊર્જાનો ઉપયોગ કરવો જેથી વીજળીનો ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત જો રૂમમાં કોઈ અધિકારી ન હોય તો તમામ લાઈટ પંખા પણ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.