અમદાવાદ રાજ્યભરમાં વ્યાજખોરોને ડામવા પોલીસ વિભાગે એક ઝૂંબેશ શરૂ કરી છે. તેના કારણે વ્યાજખોરોના ત્રાસથી પીડાતા અનેક લોકો પોલીસ સમક્ષ આવ્યા ને ફરિયાદ નોંધાવી છે. પરંતુ વ્યાજખોરીનો અત્યાર સુધીનો સૌથી મોટો કેસ અમદાવાદમાં સામે આવ્યો છે. જે કન્સ્ટ્રકશના વેપારી પાસેથી કરોડોનું વ્યાજ પડાવ્યું છતાં કિડની અને લિવર વેચવાની વ્યાજખોરો ધમકી આપી હતી. ફરિયાદી વેપારી કંટાળીને આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો Beware of usurer: સુરત ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલના પુત્ર પણ વ્યાજખોરોનો શિકાર
8 વ્યાજખોરો સામે ફરિયાદ આ અંગે અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર, જોધપુર વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રકશન કામ કરતા વેપારી રાકેશ શાહે 8 જેટલા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વ્યાજખોરોના ત્રાસના કારણે તેમણે આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
કન્સ્ટ્રક્શન માટે લીધા હતા કરોડો રૂપિયા ફરિયાદી રાકેશ શાહે જણાવ્યું હતું કે, તેમણે 2019થી 2022 સુધી કન્સ્ટ્રકશનના વ્યવસાય માટે 38થી 40 કરોડ જેટલા રૂપિયા વ્યાજે લીધા હતા. તેમાં શરૂઆતમાં દોઢથી બે ટકા વ્યાજે પૈસા લઈ વ્યવસાય કરતા હતા. પરતું છેલ્લા એક વર્ષથી વ્યાજ લીધેલા પૈસા લેનારા લોકો પઠાણી ઉઘરાણી કરતા હતા. આના કારણે પોતે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરી શકતા નહતા અને ધંધામાં નુકસાની આવવાથી પૈસા ચૂકવી શકતા નહતા. એટલે વ્યાજખોરો વ્યાજે લીધેલા પૈસા 8થી 10 ટકા સાથે માગણી કરતા હતા.
60 ટકા રકમ આપી દીધી ભોગ બનનારા ફરિયાદી રાકેશ શાહે જણાવ્યું હતું કે, તેમણે 60 ટકા જેટલી રકમ પરત કરી દીધી છે. જોકે, કરોડો રૂપિયાનું વ્યાજ વસૂલ્યા બાદ પણ વ્યાજખોર ધમકી આપી રહ્યા હતા. આથી એટલે તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમને 24 ડિસેમ્બર 2022એ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે વ્યાજખોરોએ હોસ્પિટલમાં જઈને ફરિયાદીને ધમકી આપી હતી કે, કિડની અને લિવર વેચી વ્યાજના રૂપિયા ચૂકવવા પડશે. તદુપરાંત ચેક રિટર્ન કરી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.
પોલીસે નોંધી ફરિયાદ આનંદનગર પોલીસે આરોપી સંગમ પટેલ, અર્પિત શાહ, અસ્પાલ હેમંતભાઈ શાહ, દિગપાલ હેમંતભાઈ શાહ, અશોક ઠક્કર, ચેતન શાહ, પંકજ પારેખ અને લક્ષ્મણ વેકરિયા વ્યાજખોરો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
કયા વ્યાજખોરે કેટલા પેસા માગ્યા જૂઓ સંગમ પટેલે 13 કરોડની સામે 24 કરોડ માગ્યા, અર્પિત શાહે 18 લાખ સામે 12 કરોડ રૂપિયા માગ્યા, અસ્પાલ અને દિગપાલ શાહે 7.98 કરોડ સામે 20 કરોડ માગ્યા, અશોક ઠક્કરે 4.05 કરોડ સામે રૂપિયા 50 કરોડ માગ્યા, ચેતન શાહે 8.8 કરોડ સામે 30 કરોડ માગ્યા, પંકજ પારેખે 4.74 કરોડ સામે 42 કરોડ માગ્યા અને લક્ષ્મણ વેકરિયાએ 75 લાખ સામે 5 કરોડ માગ્યા હતા.
ગુજરાત પોલીસનો માન્યો આભાર ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, મેં પૈસા આપવાનો બહુ પ્રયાસ કર્યો પણ લોકોએ મને ખૂબ હેરાન કર્યો હતો. હું બધાં જ પૈસા ચૂકવી દઈશ. કોઈને ના નથી પાડતો. તેમ છતાં તેઓ કિડની અને લિવર વેચવાની વાત કરતા હતા. ત્યારે હવે મને ગુજરાત પોલીસે બચાવ્યો છે. વ્યાજખોરોના ડરના કારણે હું 3 મહિના પછી મારા ઘરે પરત આવ્યો છું.
પોલીસે શરૂ કરી તપાસ આ અંગે આનંદનગર પોલીસ સ્ટેશનના PI વી. એમ. દેસાઈએ જણાવ્યું હતું કે, આ ઘટનાના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપીઓને પકડવા માટેની શરૂ કરી છે. તેમ જ હોસ્પિટલમાં ફરિયાદીને મળેલી ધમકીઓ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.