અમદાવાદઃ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ 2008 ના(Ahmedabad Serial Blast 2008) કેસનો 14 વર્ષ પછી ચૂકાદો આવી ગયો છે. જેમાં 38 લોકોને ફાંસી અને 11 લોકોને આજીવન કારાવાસની સજા (Ahmedabad Blast Case Judgment )ફટકારવામાં આવી છે. આ ચૂકાદા બાદ બચાવ પક્ષના વકીલ દ્વારા વિશેષ કોર્ટના ચાકાદાને હાઈકોર્ટમાં (Gujarat High Court )પડકારશે.
વિશેષ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવા માટે બચાવપક્ષ તૈયાર
બચાવ પક્ષના વકીલ ડી.ડી પઠાણે ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું કે, સિરિયલ બ્લાસ્ટ કેસના ચૂકાદાને અમે ગુજરાત હાઇકોર્ટમાં(Ahmedabad serial blast case in High Court) પડકારીશું, ચૂકાદાનો અભ્યાસ કરી અમે હાઇકોર્ટમાં પડકારવાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. કાયદાકીય લડત તો હજુ બાકી છે. ચુકાદાની જે ઓર્ડરની કોપી છે તે 7015 પેજથી પણ વધારે છે,એને અભ્યાસ કરીને હાઈકોર્ટમાં જશે. જજમેન્ટની કોપી જોઈને ધ્યાનથી જોઈને ત્યાર બાદ, સાક્ષી અને કયાં એવિડન્સને ધ્યાનમાં રાખીને, કોને કેટલી સજા થઈ છે અને કઈ કઈ કલમોને રાખીને એ બધા પાસાંઓને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટમાં બચાવ પક્ષ દ્વારા પક્ષ રાખવામાં આવશે.
આ પણ વાંચોઃ Ahmedabad Serial Blast Case : વડાપ્રધાન મોદી અંગે દોષિતે કર્યો મોટો ખુલાસો, કહ્યું- "આ ષડયંત્ર..."
હાઇકોર્ટમાં પડકારવા માટે તૈયારીઓ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં, 20 મિનિટમાં 21 જગ્યાએ અલગ અલગ બ્લાસ્ટ થયાં હતાં. જેમાં 56 લોકો મૃત્યુ પામ્યા હતાં અને 244 થી વધુ લોકો ઘાયલ થયા હતાં. જેની આ કેસની 14 વર્ષથી લાંબી કાયદાકીય લડત ચાલી રહી હતી. જેમાં વિશેષ કોર્ટે 18 ફેબ્રુઆરીએ 48 આરોપીઓને દોષિત ઠેરવીને ચૂકાદો આપ્યો હતો. આ ચૂકાદાને બચાવ પક્ષના દ્વારા હવે હાઇકોર્ટમાં પડકારવા માટે તૈયારીઓ ચાલુ કરી દીધી છે.
આ પણ વાંચોઃ Ahmedabad Blast Case Judgment: બૉમ્બ બ્લાસ્ટ કેસમાં UAPA એક્ટ હેઠળ 38 આરોપીઓને ફાંસીની સજા, જાણો સરકારી વકીલોએ શું કહ્યું