ભારત દેશએ એક સાધુ સંતોની ભૂમિ તરીકે વિશ્વ ભરમાં પ્રખ્યાત છે, ત્યારે આ સાધુ દ્વારા દેશ માટે કાઢવામાં આવેલી યાત્રા સાબિત કરી બતાવે છે કે, ભારત દેશ સાધુ સંતોનો પ્રદેશ છે. અમદાવાદ સાબરમતીના આશ્રમમાં રહેતા મુનિ બાબા ચેતન દાસ બાપુ ગૌ અને રાષ્ટ્રીય રક્ષા માટે છેલ્લા 21 વર્ષથી મૌન વ્રત રાખેલું છે જો કે, તેઓએ ગૌ તેમજ રાષ્ટ્રીયની રક્ષા માટે બાધા, આખડી રાખી હતી.
જે બાધા, આખડી મુજબ પોતાના આશ્રમથી રાજસ્થાનના કિશનગઢ દાદુ દયાલ કરડાલા ગામે આવેલા અખિલ ભારતીય દાદુ દયાલ સંમપડા નીર મોહી અખાડા આંતરાષ્ટ્રીય પંથ મુનિ બાબા ચેતન દાસના ધામે 711 કી. મી.નું અંતર દંડવત યાત્રા સાથે જવાનું નક્કી કર્યું હોવાથી તેઓ ચાર માસ અગાઉ 15 ઓક્ટોબરના રોજ યાત્રાનો પ્રારંભ કર્યો હતો.
જે યાત્રા 150 કી. મી.નું અંતર કાપી અમીરગઢ તાલુકામાં પ્રવેશ કર્યો હતો. જ્યાં આજુ-બાજુના ગામના લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને તેમની આ યાત્રા સફળ બની રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. વર્ષોથી ભારતની જન્મભૂમિ આ સાધુ સંતોની ભૂમિ માનવામાં આવે છે પરંતુ હાલના સમયમાં લોકો આવા સાધુ સંતોને ભૂલી જઈ અને માત્ર પોતાના કામમાં વ્યસ્ત રહે છે, ત્યારે ફરી લોકો સાધુ સંતોને જાણતા અને લોકો પોતાની માતા સમાન ગૌ માતાની રક્ષા કરે તે માટે આ યાત્રા કરવામાં આવી હતી.