અમદાવાદ શહેરમાં ચાલતી એએમટીએસ બસના કારણે અનેક પ્રવાસીઓને ખૂબ જ મોટી રાહત અને સુવિધા મળે છે. ત્યારે બુધવારે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું વર્ષ 2023-24 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં 2023 24ની રેવન્યુ આવકમાં 559.50 કરોડ કેપિટલ બજેટમાં 7.50 કરોડ એમ કુલ 567 કરોડનું બજેટ મૂકવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસે 390 કરોડ રૂપિયાની લોન છે. તેમ 2023-24માં 398 કરોડ રૂપિયા પહોંચશે.
આ પણ વાંચો GMC ડ્રાફ્ટ બજેટ: 264.14 કરોડની પૂરાંત સાથે 944.02 કરોડનું બજેટ રજૂ
અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરની જનતાને સિટી બસની સૌથી સુંદર સેવા આપવામાં આવી રહી છે. અત્યારે અમદાવાદના રસ્તાઓ પર 740 બસ દોડી રહી છે. તેવામાં બુધવારે AMTSનું વર્ષ 2023-24નું નાણાકીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જે વર્ષ 2022-23ની સરખામણીએ અંદાજિત 38 કરોડ રૂપિયા વધારે જોવા મળી રહ્યું છે.
2023-24માં 567 કરોડનું બજેટ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટના DyMC આર્જવ શાહે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું રેવન્યુ બજેટ 559.50 કરોડ રૂપિયા છે, જેમાં કેપિટલ બજેટ 7.50 કરોડ એમ કુલ મળીને 567 રૂપિયાનું બજેટ મૂકવામાં આવ્યું છે. આમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની 398 કરોડ રૂપિયાની લોન છે. તેમાં પગાર, પેન્શન અને અન્ય ખર્ચ સાથે 319.50 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ પર 398 કરોડની લોન વર્ષ 1997 બાદ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં એક પણ ભરતી કરવામાં આવી નથી. સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ખોટમાં જતી હોવાથી છેલ્લા ઘણા સમયથી જે રૂટ પર બસો ખાલી દોડતી હતી. તે બસોને બંધ કરવામાં આવી છે. વર્ષ 2022-23માં અમદાવાદમાં મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ પાસે 2000થી વધુ કાયમી કર્મચારી હતા. આમાંથી 961 કર્મચારીને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં મોકલવામાં આવ્યા છે. આ સાથે જ 62 કરોડ રૂપિયા પેન્શનમાંથી બચાવવામાં આવી રહ્યા છે.
2023-24માં 818 બસો દોડાવવાનો લક્ષ્યાંક વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શહેરમાં વધુને વધુ ઈલેક્ટ્રિક બસ દોડાવવામાં આવે છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સફર ઑફિસ ખાતે પણ એવી ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરી દેવામાં આવ્યું છે. આગામી દિવાળી સુધીમાં 100થી વધુ બસ એવી મગાવવામાં આવશે, જે અમદાવાદ શહેર માર્ગ પર દોડાવવામાં આવશે. આ ઉપરાંત 818 નવી બસોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં 754 બસો ચલાવવામાં આવશે.
આ પણ વાંચો 1,071 crore budget: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ 2023-24 માટે 1,071 કરોડનું બજેટ બનાવ્યું
માર્ચ મહિનાના અંત ભાગમાં લાલ દરવાજા ટર્મિનલ તૈયાર અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનો સૌથી મોટું બસ સ્ટેન્ડ લાલ દરવાજા ખાતે ગૃપમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેનું 85 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. તે બાકીનું 15 ટકા કામ માર્ચ મહિનાના અંત ભાગમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેવું લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત મેમનગર ટર્મિનસ ખાતે આરસીસી રોડ તથા નવીનીકરણનું કામગીરી અને પશ્ચિમ વિસ્તારમાં સારથી બંગલોઝ ચાંદખેડા ખાતે પ્રવાસીઓની સગવડ મળી રહે તે માટે નવું ટર્મિનન્સની પૂર્ણ કરવાનો આયોજન કરવામાં આવ્યું છે.
સ્પેશિયલ વર્ધીમાં બસ ફાળવાશે જાહેર જનતાને શાળાના સારા-નરસા પ્રસંગમાં સ્પેશિયલ વર્ધીની બસો રાહત દરે ફાળવવામાં આવશે. આમાં પ્રથમ 2 કલાકનું ભાડું 2,000 રૂપિયા ત્યારબાદ દર 30 મિનિટે કે તેના ભાગરૂપે 500 રૂપિયા આપવાના રહેશે. બસ વર્ધીને એડવાન્સની રકમમાં પણ 2,000 રૂપિયા અમલ જે છે, જે ચાલુ જ રાખવામાં આવ્યો છે. ઉપરાંત 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકોને તદ્દન ફ્રી પાસ આપવામાં આવશે.
મનપસંદ ટિકીટનો દર મનપસંદ ટિકીટની વાત કરીએ તો, નાગરિકો માટે 35, બાળકો માટે 10 રૂપિયા ટિકીટનો દર રાખવામાં આવ્યો છે. જે ગમે તે રૂટ પર ગમે તેટલી વખત પ્રવાસ કરી મનપસંદ યોજનાઓ લાભ લઈ શકે છે. જ્યારે પુખ્ત વહીની મહિલાઓ માટે 20 રૂપિયા (સવારના 11થી રાત્રે 10 વાગ્યા સુધી) અને દર રવિવારે 15 રૂપિયા પ્રવાસ દર રાખવામાં આવ્યો છે.