અમદાવાદ: જિલ્લાના મકરબા વિસ્તારમાં રહેતો 20 વર્ષનો આકાશ ગોવિંદ ગુપ્તા દોડની વિવિધ સ્પર્ધાઓમાં ચારેક વર્ષથી ભાગ લઇ રહ્યો છે અને વિવિધ ઈનામ-ટ્રોફી જીતી પણ રહ્યો છે. દોડની રમતમાં ઊતરેલા આકાશ માટે તે જાણે ધરતી પરનો સૌથી અદકેરો આનંદ છે. જેમાં તે સતત વધુ સારી દોડ લગાવવા અંગે પ્લાનિંગ કરતો રહે છે.
અમદાવાદના આકાશ ગોવિંદ ગુપ્તાએ થાણેમાં યોજાયેલી દોડમાં ગુજરાતનું નામ રોશન કર્યું - રનિંગ
દોડવું ભાગવું આજના સમયમાં સૌ માટે જાણે અનિવાર્ય બની ગયું છે, પરંતુ વાત જ્યારે રમત ગમતના અર્થમાં હોય ત્યારે તેમાં આનંદ અને ઉત્સાહનો સંચાર સમાઈ જાય છે. દોડની રમત ભારતભરમાં ખૂબ લોકપ્રિય રમત છે અને તેમાં પણ વિવિધ પ્રકાર છે. દોડની સ્પર્ધામાં દોડ અને ઊંધી દોડ લગાવવાની એક સ્પોર્ટ્સ ઈવેન્ટમાં અમદાવાદના 20 વર્ષીય આકાશ ગોવિંદ ગુપ્તાએ રાજ્યનું નામ રોશન કર્યું છે.
આકાશ ગોવિંદ ગુપ્તાએ થાણેમાં યોજાયેલી દોડમાં ગુજરાતનું નામ રોશન કર્યું
અમદાવાદ: જિલ્લાના મકરબા વિસ્તારમાં રહેતો 20 વર્ષનો આકાશ ગોવિંદ ગુપ્તા દોડની વિવિધ સ્પર્ધાઓમાં ચારેક વર્ષથી ભાગ લઇ રહ્યો છે અને વિવિધ ઈનામ-ટ્રોફી જીતી પણ રહ્યો છે. દોડની રમતમાં ઊતરેલા આકાશ માટે તે જાણે ધરતી પરનો સૌથી અદકેરો આનંદ છે. જેમાં તે સતત વધુ સારી દોડ લગાવવા અંગે પ્લાનિંગ કરતો રહે છે.
Last Updated : Feb 15, 2020, 4:33 PM IST