ETV Bharat / state

જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ શરૂ, 108 કળશ સાથે ગજવેશમાં નિકળી જળયાત્રા - GUjarat News

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથજીના જળભિષેક માટે જળયાત્રા યોજાય છે. ત્યારે શું છે જળયાત્રાનું મહત્વ અને જળાભિષેક માટે ક્યાંથી આવે છે પવિત્ર જળ... જોઈએ આ વિશેષ અહેવાલ

108 કળશ સાથે ગજવેશમાં નિકળી જળયાત્રા
author img

By

Published : Jun 17, 2019, 5:35 PM IST

ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે જેઠ સુદ પૂનમના રોજ અમદાવાદના જગન્નાથજીના મંદિરેથી જળ યાત્રા નીકળશે. આ જળયાત્રામાં સાબરમતી નદી પરથી 108 કળશમાં નદીનું જળ ભરીને વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવે છે. જળયાત્રામાં અનેક મહાનુભાવો ભાગ લે છે. તો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ જળયાત્રામાં જોડાયા હતા.

જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ શરૂ, 108 કળશ સાથે ગજવેશમાં નિકળી જળયાત્રા

જેઠ સુદ પૂનમના રોજ ધજાની શાન સાથે સોમનાથ ભૂદરના આરે જળ ભરવા માટે જળયાત્રાનો પ્રારંભ કરાયો હતો. બેન્ડવાજા, હાથી-ઘોડા, ભજન મંડળીઓ સાથે વાજતે ગાજતે આ જળયાત્રા સોમનાથ ભૂદરના આરે પહોંચી હતી. ત્યાં ગંગાપૂજન કરવામા આવ્યું. ત્યારબાદ 108 ઘડામાં જળ ભરી મંદિરે લાવવામાં આવ્યા. આ જળથી ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરાયો. સાથે સાથે વર્ષમાં એક જ વખત ભગવાનને ગણપતીનું રૂપ આપવામાં આવે છે એટલે કે ગજવેશ ધારણ કરવામા આવ્યો હતો.

આ વખતે ગજવેશના અનોખા આભુષણો અને વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે. ગંગા પૂજન બાદ ભગવાન ગજવેશ ધારણ કરે છે. ત્યારબાદ ભગવાન મામાના ઘરે જાય છે. આ વર્ષે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા યોજાશે. ભગવાન જગન્નાથ નગરયાત્રાએ નીકળવાના છે, ત્યારે ભગવાનને આવકારવા ભક્તો અધીરા બન્યા છે. જગન્નાથજી મંદિર પ્રશાસન પણ રથયાત્રાની તૈયારીઓમાં લાગી ગયું છે.

નોંધ વિસુઅલ તમામ વસ્તુ લાઈવ કીટ થી ઉતારેલ છે જળ યાત્રા નામથી 

R_GJ_AHD_01_17_JUN_2019_JAL_YATRA_STORY_YASH_UPADHYAY_AHD

અમદાવાદ 

જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ શરૂ, 108 કળશ સાથે ગજવેશમાં નિકળી  જળયાત્રા

અમદાવાદમાં અષાઢી બીજે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથજીના જળભિષેક માટે જળયાત્રા યોજાય છે. ત્યારે શું છે જળયાત્રાનું મહત્વ અને જળાભિષેક માટે ક્યાંથી આવે છે પવિત્ર જળ જોઈએ આ વિશેષ અહેવાલમાં.

ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે જેઠ સુદ પૂનમના રોજ અમદાવાદના જગન્નાથજીના મંદિરેથી જળ યાત્રા નીકળશે. આ જળયાત્રામાં સાબરમતી નદી પરથી 108 કળશમાં નદીનું જળ ભરીને વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવે છે. જળયાત્રામાં અનેક મહાનુભાવો ભાગ લે છે. તો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ જળયાત્રામાં જોડાતા હોય છે.

જેઠ સુદ પુનમના રોજ ધજાની શાન સાથે સોમનાથ ભૂદરના આરે જળ ભરવા માટે જળયાત્રાનો પ્રારંભ કરાશે. બેન્ડવાજા, હાથી-ઘોડા, ભજન મંડળીઓ સાથે વાજતે ગાજતે આ જળયાત્રા સોમનાથ ભૂદરના આરે પહોંચશે. ત્યાં ગંગાપૂજન કરવામા આવશે. ત્યારબાદ 108 ઘડામાં જળ ભરી મંદિરે લાવવામાં આવશે. આ જળથી ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરાશે. સાથે સાથે વર્ષમાં એક જ વખત ભગવાનને ગણપતીનું રૂપ આપવામાં આવે છે એટલે કે ગજવેશ ધારણ કરવામા આવે છે.

આ વખતે ગજવેશના અનોખા આભુષણો અને વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે.ગંગા પૂજન બાદ ભગવાન ગજવેશ ધારણ કરે છે. ત્યારબાદ ભગવાન મામાના ઘરે જાય છે.

આ વર્ષે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા યોજાશે. ભગવાન જગન્નાથ નગરયાત્રાએ નીકળવાના છે, ત્યારે ભગવાનને આવકારવા ભક્તો અધીરા બન્યા છે. જગન્નાથજી મંદિર પ્રશાસન પણ રથયાત્રાની તૈયારીઓમાં લાગી ગયું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.