સામાજિક આગેવાન દ્વારા મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાંથી માંગવામાં આવેલ દારૂ અને જુગારના અડ્ડા મુદ્દે RTI માં ચોંકાવનારી વિગતો બહાર આવા પામી છે. જેમાં ખુદ પોલીસે 22 દારૂના અડ્ડા ચાલતા હોવાની વિગતો જણાવી હતી.
આ વિગતોની લિસ્ટ લઈને મૃતક બાળકીના પરિજનો સાથે સામાજિક આગેવાન પોલીસ કમિશ્નરને રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ પોલીસ કમિશ્નર કચેરી ખાતે ન પોલીસ કમિશ્નર હાજર હતા કે, ન કોઈ જવાબદાર પોલીસ અધિકારી. જેને લઈને સામાજિક આગેવાનો સાથે ભોગ બનાનાર પરિવારજનોએ પાછા વળવાનો વારો આવ્યો હતો. ત્યારે જો આવું જ ચાલશે તો સામાન્ય નાગરિક કોની ઉપર ભરોસો મુકવો તે એક પ્રશ્ન ઉઠશે.