ETV Bharat / state

કોરોનાની બીજી લહેર બાદ વિકેન્ડમાં બુકીંગ ઓફના લાગ્યા બોર્ડ - Statue of Unity

કોરોનાની બીજી લહેર બાદ કેસની સંખ્યામાં ઘટાડો થતા મોટાભાગના ટુરિઝમ સ્પોર્ટ માનવ મહેરામણથી ઉમટી પડ્યા છે. મહત્વનું છે કે, ગીર સોમનાથ, સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity)જેવા સ્થળોએ ટુરિઝમ સેન્ટરમાં સતત વધારો થઈ રહ્યો છે.

કોરોનાની બીજી લહેર બાદ વિકેન્ડમાં બુકીંગ ઓફના લાગ્યા બોર્ડ

author img

By

Published : Jul 4, 2021, 11:40 AM IST

Updated : Jul 4, 2021, 12:45 PM IST

  • કોરોનાની બીજી લહેર બાદ ક્ટરમાં જોવા મળ્યો ઉછાળો
  • કોરોનાના કારણે ટુરિઝમ સેક્ટરમાંથી 60 ટકા યુવાનો થયા હતા બેરોજગાર
  • 2019 બાદ 2021માં ટુરિઝમમાં આશાની લહેર

અમદાવાદઃ કોરોનાની બીજી લહેર બાદ કેસની સંખ્યામાં ઘટાડો થતા મોટાભાગના ટુરિઝમ સ્પોર્ટ માનવ મહેરામણથી ઉમટી પડ્યા છે. મહત્વનું છે કે, ગીર સોમનાથ સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળોમાં સતત વધારો થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો આવા સ્થળોએ પહોંચી રહ્યા છે. મોટાભાગે વિકેન્ડનો સમય જેવા કે શનિવાર અને રવિવારે ઘણા બધા સ્થળોએ અવેલેબલ ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

કોરોનાની બીજી લહેર બાદ વિકેન્ડમાં બુકીંગ ઓફના લાગ્યા બોર્ડ

આ પણ વાંચોઃ રાજ્ય સરકારની છૂટ તેમ છતાં રાજકોટના સિનેમાઘરો હાલ બંધ

શું કહે છે અક્ષર ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન મનીષ શર્મા?

અક્ષર ટ્રાવેલ્સના ચેરમેન મનીષ શર્માએ ETV ભારતને જણાવ્યું હતું કે, લાંબા સમયથી લોકો કોરોનાના આ સમયગાળામાં ઘરની અંદર રહેવા મજબૂર બન્યા હતા પરંતુ જેમ કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. તેમ તેમ લોકો પરિવારના સભ્યો સાથે બહાર જવા આતુર બન્યા છે ઘણા બધા સ્થળોએ વીકેન્ડમાં સોલ્ડ આઉટના બોર્ડ મારી દેવા પડ્યા છે. ગુજરાતના ગીર સોમનાથ સાસણગીર, સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળોએ વધુ લોકો પ્રવાસ કરી રહ્યા છે. આ સિવાય રાજસ્થાનના ઉદયપુર અને કુંભલગઢમાં પણ લોકો પ્રવાસ કરવા જઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ લોકડાઉનના કારણે બંધ પડેલા વોટરપાર્કોની હાલત દયનિય, ટુરિઝમ પ્રધાનને કરાઈ રજૂઆત

કોરોનાના કારણે ટુરિઝમ સેક્ટર ઉપર કેવી અસર પડી?

ઉલ્લેખનીય છે કે કોરોના ના સમયે ટુરિઝમ સેન્ટર ઉપર ખૂબ જ માઠી અસર પડી. અક્ષર ટ્રાવેલ્સના ચેરમેન મનીષ શર્માએ ETV ભારતને જણાવ્યું હતું કોરોના સમયગાળા દરમિયાન 21 થી 35 વર્ષના ઉંમરના યુવાનો માં 60 ટકા યુવાનો બેરોજગાર થઇ ચૂક્યાં છે. વર્ષ 2019 માં ટુરિઝમ સેકટરનો વાર્ષિક ટર્ન ઓવર 2000 કરોડથી પણ વધુનો હતો ત્યારે હવે જોવાનું એ રહ્યું કે 2021માં વાર્ષિક ટર્ન ઓવર કેટલું રહેશે? જોકે હાલમાં ટુરિઝમ સેક્ટરમાં જે પ્રમાણેની પરિસ્થિતિ છે તેને જોતાં ભવિષ્યમાં સારા સંકેતો ની આશા રાખી શકાય છે.

Last Updated : Jul 4, 2021, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.