પુલવામામાં આતંકી હુમલા બાદ મળેલા ઇનપુટ મુજબ એક સ્યુસાઈડ બોમ્બર વૃદ્ધ મહિલા સાથે રાજ્યમાં ફરી રહ્યો છે. આ આતંકીઓ મસૂદ અઝહરના સંગઠન જૈશ-એ મહોમ્મદના માણસો હોવાનું જણાવવામાં આવ્યું છે. જેના પગલે સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધારવાના આદેશ આપવામાં આવ્યા છે.
પુલવામામાં આતંકી હુમલા બાદ રાજ્ય સરકારના ઇન્ટેલિજન્સ બ્યુરોના મળેલા ચોંકાવનારા ખુલાસા બાદ સુરક્ષા એજન્સી સહિતની અનેક એજન્સીઓ સતર્ક થઈ છે. રાજ્યમાં તમામ જાહેર સ્થળો જેવા કે રેલવે સ્ટેશન, મંદિરો, મોલ મલ્ટિપ્લેક્સમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ આતંકીઓ ગ્રેટર હૈદરાબાદનો મોહમ્મદ ઇબ્રાહિમ જે પુલવામામાં એટેકમાં પણ સામેલ છે. ઉપરાંત વૃદ્ધ મહિલા સાથે ફરતો સ્યુસાઇડ બોમ્બર રેહાન પણ સામેલ છે. મૌલાના મસૂદ અઝહરના આતંકી સંગઠન સાથે તમામ સંકળાયેલા છે.