ETV Bharat / state

મહિલાના પેટમાં ત્રણ સોય ઘૂસી ગઇ, જે આંતરડા સુધી પહોંચી અને પછી શું થયું? - Civil Hospital Ahmedabad

અફલાકબાનું જીવનનિર્વાહ કરવા વિવિધ પ્રવૃતિઓ કરે છે. તેઓને ગાલીચા(કાલીન) બનવવાનો અનેરો શોખ ધરાવે છે. વિવિધ પ્રકારના આકર્ષક ગાલીચા બનાવીને તેઓ ઘણા લોકોની પ્રશંસાના પાત્ર બન્યા છે, પરંતુ એક દિવસ બનેલી આક્સમિક ઘટનાએ અફલાકબાનુંની જીંદગીને જીવન અને મૃત્યુના તૂમૂલ જંગ વચ્ચે હતા.

મહિલાના પેટમાં ત્રણ સોય ઘૂસી ગઇ
મહિલાના પેટમાં ત્રણ સોય ઘૂસી ગઇ
author img

By

Published : Feb 10, 2021, 9:57 PM IST

  • આક્સમિક ઘટનાએને કારણે અફલાકબાનુંની જીંદગી જીવન અને મૃત્યુ વચ્ચે
  • અફલાકબાનુના પેટના ભાગમાં સોય ઘૂસી હતી
  • સિવિલ હોસ્પિટલના ગેસ્ટ્રો સર્જરી વિભાગના તબીબોએ મહિલાને મોતના મુખમાંથી ઉગારી

અમદાવાદઃ અફલાકબાનું જીવનનિર્વાહ કરવા વિવધ પ્રવૃતિઓ કરે છે. તેઓને ગાલીચા(કાલીન) બનવવાનો અનેરો શોખ ધરાવે છે. વિવિધ પ્રકારના આકર્ષક ગાલીચા બનાવીને તેઓ ઘણા લોકોની પ્રશંસાના પાત્ર બન્યા છે, પરંતુ એક દિવસ બનેલી આક્સમિક ઘટનાએ અફલાકબાનુંની જીંદગીને જીવન અને મૃત્યુના તૂમૂલ જંગ વચ્ચે લાવીને મૂકી દીધા હતા.

મહિલાના પેટમાં ત્રણ સોય ઘૂસી ગઇ, જે આંતરડા સુધી પહોંચી અને પછી શું થયું?

અફલાકબાનુંની જીંદગી જીવન અને મૃત્યુના તૂમૂલ જંગ વચ્ચે

અમદાવાદ-મૂળ જમ્મુ કશ્મીરના રહેવાસી 25 વર્ષીય અફલાકબાનું એક દિવસ શારિરીક અશક્તિ અનુભવી રહ્યા હતા‌ પરંતુ ગમતી વસ્તુનો શોખ વળી કેવા પ્રકારનો થાક અનુભવવા દે ખરો? ગાલીચા બનાવવાના શોખના કારણે તેઓ શારીરીક નબળાઈઓને અવગણીને કામ કરતા રહ્યાં પરંતુ એકાએક એ જ દિવસે ગાલીચા બનાવતા બનાવતાં અફલાકબાનું ઢળી પડ્યા હતા. આ દરમિયાન અફલાકબાનુંના પેટના ભાગમાં તથા છાતીના જમણી બાજુના ભાગે આકસ્મિક ત્રણ સોય ઘૂસી ગઇ હતી.

તમામ જગ્યાએ સારવાર કરાવી, પણ અમદાવાદ જવા કહ્યું

પેટમાં આકસ્મિક સોય ઘૂસી જતાં અફલાકબાનુંના પરિવારજનો ચિંતાતુર બન્યા હતા, ત્યાંની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા બાદ તેઓ મધ્યપ્રદેશ જિલ્લાના મંદસોર શહેરની વિવિધ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. આ દરમિયાન તેઓએ એક્સ-રે, સી.ટી. સ્કેન જેવા વિવિધ રીપોર્ટસ કરાવ્યા હતી. રીપોર્ટમાં તબીબોને સમસ્યા અત્યંત જટીલ લાગતા અફલાકબાનુંના પરિવારજનોને તરત જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઇ જવા કહ્યું જણાવ્યું હતુ.

અફલાકબાનુંના પરિવારજનોમાં આશાના તોરણ બંધાયા

વિવિધ હોસ્પિટલમાં મળેલી નિરાશાથી સમગ્ર પરિવાર વધુ ચિંતીત બન્યો હતો. તેવામાં આ તમામ નિરાશાઓને નેવે મુકીને પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આશાના તોરણો બાંધી સારવાર અર્થે આવી પહોંચ્યા હતા.

પેટના ભાગમાં આંતરડા પાસે 3 સોય જોવા મળી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગેસ્ટ્રો સર્જરી વિભાગના તબીબો પાસે સારવાર માટે પહોંચ્યા હતા, ત્યારે તબીબોએ ફરી વખત સી.ટી. સ્કેન કરાવ્યો. આ સી.ટી. સ્કેનમાં જે દેખાયું તેણે સિવિલ હોસ્પિટલના તબીબોને પણ સ્તબ્ધ કરી મૂક્યા હતા. દર્દીના પેટના ભાગમાં આંતરડા પાસે 3 સોય જોવા મળી હતી. આ સોયનું આંતરડા પાસે હોવું દર્દીના આંતરડાને ગંભીર નુકસાન પહોંચાડી શકે તેમ હતુ. દર્દી સેપ્ટીક સોક અવસ્થામાં પહોંચીને મૃત્યુ પામી શકે તેવી સ્થિતિ સર્જાવવાની સંભાવનાઓ પ્રબળ રહેલી હતી.

અફલાકબાનુની જોખમી સર્જરી થઈ

આવા પ્રકારની સર્જરીમાં ગહન અભ્યાસ, નિપુણતા અને તકનીકી મશીનરીની ખુબ જ આવશ્યકતા હતી. જેથી ગેસ્ટ્રો સર્જરી વિભાગના સિનિયર તબીબોએ એનેસ્થેસિયા વિભાગના તબીબોના સહયોગથી અફલાકબાનુંની જોખમી સર્જરી સરળ અને સફળતાપૂર્વક પાર પાડવા બીડુ ઉપાડ્યુ હતું.

દર્દીનો IITV રીપોર્ટ કરાવાયો

ગેસ્ટ્રો સર્જરી વિભાગના નિષ્ણાંત તબીબો ડૉ. પ્રશાંત મહેતા, ડૉ. વિક્રમ મહેતા અને તેમની સમગ્ર ટીમ અને એનેસ્થેસિયા વિભાગના તબીબ ડૉ. દિક્ષિતા ત્રિપાઠી દ્વારા આ કેસનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ સર્જરીમાં સોયના સ્થાનની મુખ્ય સચોટતા ચકાસવાની ખાસ જરૂર હતી. પેટના આંતરડાના ભાગમાં ચોક્કસપણે ક્યા સ્થાન પર સોય રહેલી છે. તે જાણવું અત્યંત જરૂર બની રહ્યુ હતુ. જે માટે IITV (Image Intensifier system)ની મદદથી તબીબોએ સોયનું ચોક્કસ સ્થાન શોધી કાઢ્યું હતુ, ત્યારબાદ અફલાકબાનુંને આ સમસ્યમાંથી ઉગારવા માટે તમામ જહેમત હાથ ધરાઇ હતી. બે કલાકથી પણ વધુ સમય ચાલેલી સર્જરીના અંતે દર્દીના પેટમાંથી અણીદાર ખૂબ જ પાતળી 2 સોય તથા જમણી બાજુ છાતીના ભાંગમાંથી 1 સોય શરીરના અન્ય અવયવને ઇજા ન પહોંચે તેવી રીતે સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી. સર્જરી બાદ અફલાકબાનુને થોડા સમય તબીબી દેખરેખ હેઠળ રાખ્યા બાદ રજા આપવામાં આવી છે. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ અને પીડામૂકત થઇને પોતાના વતન પરત ફર્યા હતા.

ગેસ્ટ્રો સર્જરી વિભાગના ડૉકટર શું કહે છે?

ગેસ્ટ્રો સર્જરી વિભાગના ડૉ. વિક્રમ મહેતા કહે છે કે, અત્યાર સુધી શરીરના હાથ અને પગના ભાગ કે અન્ય બાહ્ય ભાગમાં સોય ખૂંચી હોય અથવા ધૂસી ગઇ હોય તેવા પ્રકારના કિસ્સા અમારી સમક્ષ આવ્યા હતા પરંતુ આંતરડાના ભાગમાં સોય પહોંચી હોય તે અમારા માટે પણ પ્રથમ કિસ્સો હતો. સોયનું કદ અત્યંત નાનુ હોવાથી શરીરમાં સોયનું સ્થાન જાણવું ખૂબ જ પડકાર જનક બની ગયું હતુ. આવામાં સિવિલ હોસ્પિટલની સુપ્રીન્ટેન્ડેટ ડૉ. જે.વી. મોદીને IITVની માગ કરતા વિના વિલંબે તેઓએ સમગ્ર વ્યવસ્થા કરી આપી, જેના કારણે આ સર્જરી સરળતાથી સફળતા પૂર્વક પાર પાડી શક્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.