ફ્રુટની લારી ચલાવતો રાજુ પ્રતાપ ભીલ સાબરમતી વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોર ચલાવતી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. આરોપી રાજુ અવારનવાર પ્રોવિઝન સ્ટોર પર આવનજાવન કરતા સંપર્કમાં આવ્યો હતો. માનસિક અસ્થિર સાધનાને લગ્નની લાલચ આપીને રાજુ તેના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. તેની સાથે એક વર્ષથી અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
સાધનાને થોડા સમય પહેલા પેટમાં દુખાવો ઉપડતાં પરિવારજનો તેને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તપાસ કરીને સાધનાને 7 અઠવાડીયાનો ગર્ભ હોવાનું જણાવતાં પરિવારજનો ચોંકી ગયા હતા. સાધનાએ આરોપી રાજુએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાનું કહ્યું હતું. પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.