અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી દક્ષિણ ગુજરાત ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે દક્ષિણ ગુજરાત પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. ગામડાના લોકોને સ્થળાંતર કરવાની સ્થિતિ ઊભી થઈ છે. ગુજરાતમાં આવેલ સૌથી આવેલ નર્મદા ડેમમાંથી પાણી છોડવાના કારણે નદીકિનારે આવેલ ગામડામાં પણ ભારે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. નર્મદા ડેમના દરવાજા ખોલી પાણી વહાવના કારણે જે નુકશાન થયું તેની પર ગુજરાત આમ આદમી પાર્ટીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં.
રાજ્ય પ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા નર્મદા ડેમ અને આજુબાજુના ગામડામાં પૂરની સ્થિતિ નિર્માણ પર જે જવાબ આપવામાં આવ્યો છે. તે માત્ર મૌખિક વાત જ હતી. કારણે તેમની પાસે કોઈ પણ પુરાવા નર્મદા નદી વિશે માહિતી જોવા મળી નહોતી. તેમના મનગમતા નેતા ખુશ કરવા માટે જ નર્મદાનું પાણી રોકી રાખવામાં આવ્યું હતું. જે ખેડૂતો પાકને મળવું જોઇએ તે મળ્યું નથી...સાગર રબારી (મહામંત્રી, ગુજરાત આપ)
પાણી રોકીને નાટક સર્જ્યું : સાગર રબારીએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક ગામડા છે, જ્યાં સિંચાઇ માટે પાણી જરૂર છે. ગુજરાત સરકારે જો નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર અને કચ્છ ખેડૂતો તેમના હકનું સિંચાઇ માટે પાણી છોડ્યું નહીં. જેના કારણે આજ તે પાણી કારણે નર્મદા નદી કિનારે આવેલા શહેર અને ગામડાંમાં પૂરની સ્થિતિ નિર્માણ થયું છે. ભાજપ સરકાર તેમના મનગમતા નેતાના જન્મ દિવસ નિમિત્ત માટે પાણી રોકીને નાટક સર્જ્યું છે. તેવા આક્ષેપ આમ આદમી પાર્ટીના મહાપ્રધાન સાગર રબારીએ કર્યા હતાં.
નર્મદા ડેમ 75 ટકા ભરાયો હતો : નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા 16 સપ્ટેમ્બર બાદ વેબસાઇટ પણ અપડેટ કરવામાં આવી નથી. ડેમ છેલ્લા આંકડા મુજબ 75 ટકા ભરાયેલો હતો. 16 તારીખ પછી 25 ટકા ડેમ ભરાયેલો - ખાલી છે તેની માહિતી જોવા મળતી નથી. પંરતુ ઓગસ્ટના આંકડા અનુસાર ડેમ 57 ટકા ભરાયેલા હતો.1 સપ્ટેમ્બર રોજ આ ડેમ 71 ટકા ડેમ ભરાયેલો હતો. 6 સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમ 75 ટકા ભરાયો હતો.
ઉપરવાસમાં વરસાદ પછી કેમ કંઇ ન કર્યું? : ઉપરવાસમાં વર્ષા થતા પાણીની આવકમાં અચાનક વધારો થયો હતો. સરકાર તેમના મનગમતા નેતાઓને ખુશ કરવા માટે દરવાજા ખોલવામાં આવ્યા ન હતા. સરકારે એવું જણાવી રહી હતી કે ઓમકારેશ્વરથી સરદાર સરોવર ડેમ આવતા 8 થી 12 કલાક લાગે છે, તો 12 કલાક દરમિયાન સરકાર શું કરી રહી હતી? આ 12 કલાકનો હિસાબ ગુજરાતની જનતાને આપવો પડશે અને ઉપરવાસમાં આટલો વરસાદ થયો તેમ છતાં 36 કલાક દરમિયાન કેમ કોઈ પણ પ્રકારના પગલા લેવામાં ન આવ્યા તેવા આક્ષેપો પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે.