ETV Bharat / state

Gujarat Congress: AAPમાં ભંગાણ યથાવત, પૂર્વ જિલ્લા પ્રમુખ ભેમા ચૌધરી સહિત કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા - કોંગ્રેસમાં ભરતી મેળાની શરૂઆત

ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થયા બાદ કોંગ્રેસમાં ભરતી મેળાની શરૂઆત થઈ છે. ત્યારે વધુ એક આમ આદમી પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ ભેમા ચૌધરી તેમજ તેમના તેમના કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ આગામી સમયમાં ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાઓમાં શરૂઆત કરશે. જેના કારણે તરીકે કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુને જવાબદારી સોંપવામાં આવી છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 20, 2023, 4:45 PM IST

દરેક રાજ્યમાં હાથ સે હાથ જોડો યાત્રા શરૂ કરવામાં આવશે - શકિતસિહ ગોહિલ

અમદાવાદ: 2024 લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની હાલત સુધારવા માટે કેન્દ્રીય કોંગ્રેસના નેતૃત્વ દ્વારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલ પ્રમુખ પદ બન્યા બાદ કોંગ્રેસની અંદર ભરતી મેળાની શરૂઆત થઈ છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીનાં પૂર્વ જિલ્લા પ્રમુખ ભેમાભાઈ ચૌધરી, દાહોદ જિલ્લાના પ્રમુખ ગોવિંદ પરમારે શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો.

" રાજીવ ગાંધીએ દેશના યુવાનો 18 વર્ષ ઉમરના લોકોને મત અધિકાર આપ્યો હતો. દેશમાં ટેક્નોલોજી લાવવાનો શ્રેય રાજીવ ગાંધી જાય છે. એક સમયે વિપક્ષ દ્વારા કોમ્પ્યુટર લાવ્યાનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો કે જો દેશમાં કોમ્પ્યુટર આવશે તો યુવાનોમાં બેરોજગારી વધશે. પરંતુ આજ તે જ લોકો કોમ્પ્યુટરનો ઉપયોગ કરી રહ્યા છે." - શકિતસિહ ગોહિલ, ગુજરાત કાઁગ્રેસ પ્રમુખ

ઈન્દ્રનીલ રાજ્યગુરુને મહત્વની જવાબદારી: વધુમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મી સુધી પદયાત્રા કરીને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. ત્યારે હવે આગામી સમયમાં દરેક રાજ્યમાં હાથ સે હાથ જોડો યાત્રા શરૂ કરવામાં આવશે. જેમાં ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકા તેમજ ગ્રામીણમાં પણ આ યાત્રા નીકળશે. ગુજરાતમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુને કન્વીનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસની આ હાથ સે હાથ જોડો યાત્રામાં લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવશે.

પૂર્વ જિલ્લા પ્રમુખ ભેમા ચૌધરી સહિત કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા

કોંગ્રેસમાં નવા ભરતી મેળાની શરૂઆત: ઉલ્લેખનીય છે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલ બન્યા બાદ કોંગ્રેસની અંદર એક નવા ભરતી મેળાની શરૂઆત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ગુજરાત પ્રદેશ આમ આપની પાર્ટીના અનેક શહેરના શહેર પ્રમુખો તાલુકા પ્રમુખો કે તેના સ્થાનિક કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો હાથ છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ત્યારે આજે વધુ એક અલગ અલગ સમાજના આગેવાનોએ પણ કોંગ્રેસમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો હતો. પરંતુ આ પ્રવેશ હવે કોંગ્રેસને કેટલો સાથ આપે છે તે તો આવનારો સમય જ બતાવશે.

AAP-Congress Alliance: ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરશે ગઠબંધન - ઇશુદાન ગઢવી

Gujarat Congress: આપનો સાથ છોડી 20 કાર્યકર્તાએ કોંગ્રેસનો 'હાથ' પકડ્યો, વિપક્ષની 'શક્તિ' વધી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.